સુરતના આ કરોડપતિએ દીકરીને લગ્નમાં કરોડો નહીં પરંતુ એવી વસ્તુ આપી કે, લગ્નમાં હાજર તમામ લોકો જોતા જ રહ્યા.. જાણીને તમને પણ નવાઈ લાગશે

આજ જમાનામાં લોકો ખાસ કરીને લગ્ન પ્રસંગમાં અવનવી મોઘી વસ્તુઓ વર-વધૂ ભેટમાં આપતા હોય છે. આવી મોંઘી વસ્તું આપીને લોકો ખોટા ખર્ચમાં ઉતરી જતા હોય છે. એકબીજા લોકો લગ્ન પ્રસંગમાં દેખાદેખી કરીને લાખો રૂપિયા ઉડાવી દેતા હોય છે. ત્યારે સુરતના પ્રખ્યાત ઉદ્યોપતિ સાવજીભાઈના દીકરા-દીકરીના એક વર્ષ પહેલા થયેલા આ લગ્નએ સમાજને નવો માર્ગ દેખાડ્યો હતો. તેમના દીકરાના લગ્ન સાવ સાદગીપૂર્વક થયા હતાં. સાથે જ તેમણે પાંચ સેવાભાવી સંસ્થાઓને 21-21 હાજાર રૂપિયાનું દાન પણ આપ્યું હતું. તેમણે તેમની દીકરીને કરિયાવરમાં કોઈ મોંઘી મોંઘી વસ્તુ નહી પણ તેની લંબાઈ જેટલા પુસ્તકો આપ્યાં હતાં. તો તેમના પૂત્રવધૂને પણ છાબમાં પુસ્તકો આપ્યાં હતાં.

સૂરતના ઉદ્યોગપતિ સવજીભાઈ વેકરિયાએ દીકરી સુભદ્રાના અને દીકરા સિધ્ધાંતના લગ્ન આર્યસમાજની વિધીથી કર્યા હતાં. તેમના પુત્ર-પુત્રીના આ લગ્ન કોઈ કારણ વગર ખર્ચ કર્યા હતાં. જેમાં ફટાકડા કે વરઘોડો પણ નહતો અને સાદગીથી લગ્ન યોજ્યા હતાં. લગ્નમાં દીકરીને કરિવારમાં તેમની ઊંચાઈ જેટલા પુસ્તકો ભેટમાં આપ્યાં હતાં, જ્યારે પુત્રવધૂને લગ્નની છાબમાં સોના-ચાંદીના ઘરેલાની જગ્યાએ પુસ્તકો આપ્યાં હતાં.

આ સાથે જ શહેરની પાંચ જેટલી સેવાભાવી સંસ્થાઓને 21-21 હજાર રૂપિયાનું દાન આપ્યું હતું. દર વર્ષે 500થી વધુ સમૂહ લગ્નનું આયોજન કરીને સાદગીનો માર્ગ ચીંધનારા સાવજીભાઈ જ્યારે પોતાના ઘરે પ્રસંગ આવ્યો ત્યારે પણ સાદગીપૂર્વક એક જ ભાવના જાળવી રાખી હતી અને સૌરાષ્ટ્રના પટેલ સમાજમાં અગલ નામના મેળવી હતીં.

સવજી વેકરિયાએ જણાવ્યું હતું કે લગ્ન સમાહોર પાછળ થતો મોટા બિનજરૂરી આર્થિક ખર્ચની જગ્યાએ સમાજ માટે કઈક સારૂ કરવા માટે ચર્ચાવિચારણ પરિવાર સાથે ચાલું હતો. દીકરીને તેમની ઊંચાઈ જેટલા જ પુસ્તકો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે સેવાભાવી સંસ્થાઓને સારા કાર્ય માટે ટેકો આપવા માટે 21 હજારનું દાન કરવામાં આવ્યું હતું.

મૂળ અમરેલીના રફાળા ગામના અને હાલ સુરત નિવાસ કરતા બિઝનેસમેન સવજીભાઈ વેકરિયા તેની સેવાકીય પ્રવૃતિ માટે જાણીતા છે. તેમના દીકરો અને દીકરીના લગ્ન આર્યસમાજની વિધી મુજબ વૈદિક પરંપરાથી થયેલા અને લગ્નમાં માત્ર નજીક સગા-વ્હાલાઓના આમંત્રિત કર્યાં હતા.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *