તમારો મનપસંદ કોમેડી શો થઈ રહ્યો છે બંધ, કપિલ શર્માએ જણાવ્યું બંધ થવાનું આ કારણ… જાણીને ચોંકી જશો

લોકપ્રિય કોમેડી શો ધ કપિલ શર્મા શો ”ધ કપિલ શર્મા શો” થોડા દિવસો માટે બંધ થવાના સમાચાર ઘણાં દિવસોથી આવી રહ્યાં છે. જોકે, તેના પાછળના કારણનો ખુલાસો નથી થઈ શક્યો. ત્યારે હવે ખૂદ કપિલ શર્માએ પોતાના શોના વિરામને લઈને ખુલાસો કરી દીધો છે. સોશિયલ મીડિયા પર ફેન્સથી ચેટ દરમિયાન કપિલ શર્માએ આ રાઝથી પડદો હટાવી દીધો.

પત્ની સાથે ઘરે રહેવું છે
ગુરૂવારે કપિલ શર્માએ ટ્વીટર પર ફેન્સ સાથે વાતચીત કરી. આ દરમિયાન કપિલએ ચાહકોના ઘણાં પ્રશ્નના જવાબ આપ્યાં. તેમાં જ એક પ્રશ્ન હતો, તમે શોને બંધ કેમ કરી રહ્યાં છો? આ તેના પર કપિલે જણાવ્યું કે મારી પત્નીના બીજા બાળકના લીધે મારે તેની સાથે ઘરે રહેવું છે. તેના સાથે જ કપિલના બીજા બાળકને લઈને ચાલી રહેલી ખબર પણ સ્પષ્ટ થઈ ગઈ. આ વાતચીતમાં એક ચાહકે પૂછ્યું કે તમે તમારી દીકરી અનાયરા માટે શું ઈચ્છો છો ભાઈ કે બહેન? તેના પર કપિલે જવાબ આપ્યો કે છોકરો કે છોકરી તંદુરસ્ત હોવું જોઈએ.

kapil_sharma_show_off_air_soon.png

રિપીટ એપિસોડ થશે ટેલિકાસ્ટ
મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે કપિલ શર્માએ શોના લેટેસ્ટ અપિસોડ પ્રસારિત ન થાય, ત્યારે જૂના એપિસોડ્સ દેખાડવામાં આવશે. એ પણ કહેવામાં આવી રહ્યું કે નવી ફિલ્મો રિલીઝ ન હોવાના પગલે પણ શોના થોડા સમય માટે રોકી દેવામાં આવ્યો છે. સાથે જ કપિલની પત્નની બીજી પ્રેગ્નેસી છે. બંને કારણથી નિર્માતાઓએ શોને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે કપિલએ તેની ગલફ્રેન્ડ ગિન્ની ચતરથી 12 ડિસેમ્બરે, 2018એ લગ્ન કર્યાં હતાં. બંનેનું પહેલું બાળક એકવર્ષ થયું, જેનુ નામ અનાયરા રાખ્યું છે. હવે બંને બીજા બાળક માટે ઉત્સાહિત છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *