31 જાન્યુઆરી સંકટ ચોથ વ્રત, ભગવાન ગણેશના પૂજનથી બધાં સંકટ થશે દૂર

દરેક મહિનામાં બે ચતુર્થી તિથિ આવે છે, એક શુક્લ પક્ષમાં જેમને વિનાયક ચર્તુર્થી કહેવાય છે અને બીજી કૃષ્ણ પક્ષમાં જેમને સંકષ્ટી ચતુર્થીના નામથી ઓળવામાં આવે છે. પરંતુ તમામ ચતુર્થીમાં મહા માસની સંકષ્ટી ચતુર્થીનું વિશેષ મહત્વ ગણાય છે. જેમને લોકભાષામાં સકટ ચોથ, માધી ચોથ, તિલકુટ ચોથ વગેરે નામથી ઓળખવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થીનો અભિપ્રાય છે સંકટોનું હરણ કરનારી ચતુર્થી. આ દિવસ ભગવાન ગણેશજી સાથોસાથ ભગવાન શિવ, માતા પાર્વતી, કાર્તિકેય, નંદી તેમજ ચંદ્રની પૂજાનું વિધાન છે. મહિલાઓ તેમના સંતાનના ખુશાલ જીવનની મનોકામના માટે આ વ્રત રાખે છે.

નારદ પુરાણ અનુસાર, આ દિવસ ભગવાન ગજાનનની આરાધનાથી સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ તેમજ ઘર-પરિવાર પર આવી રહેલા વિઘ્નો-બાધાઓથી મુક્તિ મળે છે. તેમજ અટકેલા માંગલિક કાર્ય સંપન્ન થાય છે. આ ચતુર્થીમાં ચંદ્રમાના દર્શન કરવાથી ગણેશજીના દર્શનનું પુણ્ય ફળ મળે છે.

આમ કરો ગણેશજીને પ્રકટ
આ દિવસ વ્રત રાખીને ભગવાન ગણેશની વિધિપૂર્વક આરાધના કરવામાં આવે છે. તેમને તલના લાડુ અથવા ગોળ-તલથી બનાવેલા તલકૂટનો ભોગ લગાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, આ દિવસ ગણેશજીની પૂજા ભાવચંદ્ર નામથી પણ કરવામાં આવે છે. ચતુર્થીને વ્રતનું સંકલ્પ લઈને વ્રતી મહિલાઓ સવારથી ચંદ્રોદય કાળ સુધી નિયમપૂર્વક રહી, સાંજે લાકડીના પાટીયા પર લાલ વસ્ત્ર પાથળી માટીના ગણેશ તેમજ ચૌથ માતાની તસવીર સ્થાપિત કરો. રોલી, મોલી, ચોખા, ફળ, ફૂલ, વગેરે શ્રદ્ધા પૂર્વક અર્પણ કરો. ગણેશજી તેમજ ચૌથ માતાને પ્રકટ કરવા માટે તલ અને ગોળથી બનાવેલા તલકૂટનું નૈવેદ્ય અર્પણ કરો.

ચંદ્રદેવને અર્ધ્ય પ્રદાન કરો
આ દિવસે ભગવાન ગણેશ અને ચૌથ માતાની પૂજા ઉપરાંત રાત્રે ચંદ્ર દર્શન બાદ આ વ્રતને ખોલવામાં આવે છે. રાત્રે ચંદ્રોદયના બાદ ચંદ્રમાને અર્ધ્ય આપીને વ્રતનું પારણ કરવામાં આવે છે. તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તેમાં લાલ ચંદન, ફૂલ, ચોખા નાંખીને ચંદ્રમાને આ બોલતા અર્ધ્ય આપો -”ગગન રૂપી સમુદ્ર કે માણિક્ય ચંદ્રમા”! ચંદ્રમાને આ દિવ્ય તેમજ પાપનાશક અર્ધ્ય આપીને ગણેશજીની કથાનું શ્રવણ અથવા વાંચન કરો. સકટ ચોથનું વ્રત વિશેષ રૂપથી સંતાનની દીર્ધાયુ અને તેના સુખદ ભવિષ્યની મનોકામના માટે રાખવામાં આવે છે.

શું કહે છે કથા
એક પ્રાચીન પૌરાણિક કથા અનુસાર, સત્યવાદી રાજા હરિશ્ચચંના રાજમાં એક કુંભાર રહેતો હતો. એકવાર તેમણે વાસણ બનાવીને જ્યોતિ લગાવી, પણ ખૂબ મોડે સુધી જ્યોતિમાં તે વાસણ પાક્યું નહી. વારંવાર નુકસાન થતું જોઈને કુંભાર એક તાંત્રિક પાસ ગયા અને તેમણે તાંત્રિકની મદદ માંગી. તાંત્રિકએ તેમને એક બાળકની બલિ આપવા માટે કહ્યું. તેમના કહેવા પર કુંભારે એક નાના બાળકને જ્યોતમાં નાંખી દીધું, તે દિવસ સંકષ્ટી ચતુર્થી હતી. તે બાળકની માતાએ તેમના સંતાનના પ્રાણની રક્ષા માટે ભગવાન ગણેશથી પ્રાર્થના કરી. કુંભાર જ્યારે તેના વાસણ જોવા ગયા તો તેના વાસણ પાકેલા મળ્યા અને સાથે જ બાળક પણ સુરક્ષિત મળ્યું. આ ઘટના બાદ કુંભાર ડરી ગયા અને તેમણે રાજા સામે આખી કહાની સંભળાવી. ત્યારબાદ રાજાએ બાળક અને તેમની માતાને બોલાવ્યાં તો માતાએ સંકટોને દૂર કરનારા સકટ ચોથીની મહિમાના ગુણગાન કર્યું. ત્યારથી મહિલાઓ તેમના સંતાન અને તેમના પરિવારની કુશળતા અને સૌભાગ્ય માટે સકટ ચોથનું વ્રત કરવા લાગી.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *