માઁ ભગવતી મંદિર: ત્યાંનું પવિત્ર ચમત્કારી જળ કરે છે આ વિશેષ કામ, ભક્તોની થાય છે બધી મનોકાના પૂર્ણ

દેવભૂમિ ઉત્તરાખંડની ધરતી સાથે લોકોની શ્રદ્ધાનો સદીઓ જૂનો નાતો છે. દેવી-દેવતાઓની આ ધરતીમાં હજારો મંદિર તેમની અલગ જ કહાની વર્ણવે છે. આ જ મંદિરમાંથી એક પાષાણ દેવી મંદિર પણ છે. જે દેવભૂમિ ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલું છે. આ પાષાણ દેવી મંદિર નૈનીતાલના લોકો સાથોસાથ દેશથી આવતા ભક્તો માટે આગવું મહત્વ ધરાવે છે.

ખાસકરીને નવરાત્રીના પાવન પર્વમાં અહી ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. જ્યારે નવરાત્રીના નવમાં દિવસ આ મંદિરનું મહત્વ અત્યંત વધી જાય છે, કારણ કે આ દિવસ માતા ભગવતીના તમામ 9 સ્વરૂપોના દર્શન એક સાથે થાય છે. માતાજીના નવ સ્વરૂપોના દર્શન માટે માયભક્તો છેક દૂરથી આવે છે.

નૈની સરોવરના કાંઠે ખડકો પર માતા ભગવતીની કુદરતી આકૃતિ બનેલી છે. તેમજ નવ પિંડીને માતા ભગવતીનું નવ સ્વરૂપ માનવામાં આવે છે. મંદિરમાં માાને સિંદૂરના ચોલા પહેરાવવામાં આવે છે. સાથે જ માન્યતા છે કે માતાજીના પગરખાં નૈતીતાલના સરોવરના અંદર છે. એટલા માટે આ સરોવરના જળને કૈલાસ માનસરોવરની જેમ પવિત્ર માનવામાં આવે છે.

શ્રદ્ધાળું આ નૈની સરોવરના જળને પોતાના ઘરે લઈને જાય છે. કહેવામાં આવે છે કે આ જળ એટલું પવિત્ર છે કે તેમનાથી ત્વચા સંબંધિત તમામ રોગ દૂર થાય છે. લોક માન્યતા છે કે ઘરમાં રાખવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

માન્યતા છે કે એકવાર એક અંગ્રેજ અધિકારી માતા પાષાણ દેવી મંદિરથી પસાર થઈ રહ્યો હતો. તેમણે નજીકમાં બનેલું આ નાનું મંદિરને જોયું તો ઉપહાર કરવા લાગ્યો. ત્યારે અચાનક તેમનો ઘોડો સવારી થયો અને અંગ્રેજ અધિકારી ઘોડે સહિત સરોવરમાં પડી ગયાં.

જ્યારે અંગ્રેજ અધિકારીએ માતાથી ક્ષમા-વિનંતી માંગી ત્યારે તે આગળ વધી શક્યો. ત્યારબાદ તેમને ભૂલનો અનુભવ થયો અને સ્થાનિક મહિલાઓની મદદથી તેમણે માતાને સિંદૂરનું ચોલા પહેરાવ્યાં. જે બાદથી અહીયા પર માતાનો શગણાર સિંદૂરના ચોલાથી કરવામાં આવે છે.

અહીં દર મંગળવારે, શનિવારે અને નવરાત્રી પર માતાને ચોલી પહેરાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે માતાજીને સ્નાન કરાવેલા પાણીથી બધાં રોગ દૂર થાય છે. જળને લેવા માટે લોકો દૂર દૂરથી નૈનીતાલના આ મંદિરે આવે છે. નવરાત્રીમાં અહી પૂજા-આરાધના કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટે છે. અહી અદ્દભૂત દેવીય શક્તિનો અહેસાસ પણ થાય છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *