ભાજપ નેતા અલ્પેશ ઠાકોરના પુત્રએ ગુપચુપ રીતે ગરીબ પરિવારની યુવતી સાથે સાદાઈથી કરી લીધા લગ્ન, જુઓ ખાસ ફોટા

હાલના દિવસોમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે આ સમયે સૌ કોઈ લોકો લગ્નનું આયોજન કરી રહ્યાં છે. ગત વર્ષે ઠાકોર સમાજના યુવા નેતા અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના દીકરાના લગ્ન ગત વર્ષે 30 જાન્યુઆરીના રોજ વસંત પંચમીના દિવસે થયાં હતાં. અલ્પેશ ઠાકોરે તેમના દીકરા ઉત્સવના લગ્ન પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરી સાથે સાદગીપૂર્વક કર્યાં હતાં.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પુત્રના લગ્ન એકદમ સાદગી રીતે કરીને સમાજને એક નવો માર્ગ દેખાડ્યો હતો. અલ્પેશ ઠાકોરે લગ્નના બે દિવસ બાદ સોશિયલ મીડિયા પર પોતે ફોટા પોસ્ટ કરીને દીકરાના લગ્નની જાહેરાત કરી હતી. 30 જાન્યુઆરીનો રોજ અચાનક થયેલા લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયાં હતાં.

તેમના દીકરાના લગ્ન ગરીબ પરિવારની પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરી સાથે થયાં હતાં. પુત્ર ઉત્સવે થરાના વતની અને ગરીબ પરિવારમાં મોટી થયેલી દિનેશભાઈ ઠાકોરની દીકરી ઉર્વી સાથે 30મી જાન્યુઆરી, વસંતપંચમીના દિવસ કર્યાં હતાં. જોકે ઉર્વીએ બાળપણમાં જ પોતાના પિતા ગુમાવ્યાં હતાં. આ વિશે અલ્પેશ ઠાકોરે ફેસબુક પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું,” જીવનના નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહેલા મારા પુત્ર ઉત્સવ અને પુત્રવધૂ ઉર્વીને લગ્નજીવનમાં સદા સુધી રહે તેવી આશીર્વાદ”…

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની પુત્રના લગ્નની વાત ફેલાઈ છતાં ઠાકોર સમાજમાં હરખની લાગણી જોવા મળી હતી, કારણ કે એક ગરીબ પરિવારની દીકરી એક સુખી પરિવારની પુત્રવૂધ બની તે માટે સમાજના લોકોએ અલ્પેશ ઠાકોરના આ કદમના ખૂબ વખાણ કર્યાં હતાં.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *