2 મહિના પહેલા જ દીકરી બની હતી નવવધૂ, હવે પરિવારે જ કરી દીધી તેને વિધવા, જાણો શું છે કારણ

વર્તમાન સમયમાં પણ આપણાં દેશમાં એવી ઘણી જગ્યાઓ જોવા મળે છે, જ્યાં કોઈ યુવતી પોતાની પસંદથી લગ્ન કરે તો તેનું પરિણામ તેને ભોગવવું પડે છે. ત્યારે આવો જ એક મામલો પંજાબના અમૃતસર જિલ્લાથી સામે આવ્યો છે. અહી બે મહિના પહેલા એક યુવતી પ્રેમ લગ્ન કરીને નવવધૂ બની હતી, પરંતુ લગ્નના ફક્ત બે મહિના પછી જ તેને તેના પરિવાર લોકોએ વિધવા બનાવી નાંખી. કેમ કે તેના પરિવારજનાએ જ તેના પતિની હત્યા કરી નાંખી હતી. જમાયનું પહેલા અપહરણ કર્યુ અને તેને મારામારીને મોતને ઘાટ ઉતારી નાંખ્યો.

ઝેરી ઈન્જેક્શન આપી જમાયને મારી નાંખ્યો
આ મામલો અમૃસર જિલ્લાના પંધેર કલાં ગામનો છે, ત્યાં શનિવારે મોડા રાત્રે ગુરૂપ્રીત સિંહ નામના યુવકની હત્યા કરી નાંખી. જણાવવામાં આવે છે કે ગુરૂપ્રીતને ઝેરી ઈન્જેક્શન લગાવીને મોતને ઘટા ઉતારી દેવામાં આવ્યો છે. થાણું પ્રભારી મનતેજ સિંહે જણાવ્યું કે ગુરૂપ્રીતને ઝેરી ઈન્જેક્શન લગાવીને મારી નાંખવામાં આવ્યો છે. જ્યાંથી મૃતદેહ મળ્યો ત્યાં એક સિરીંજ પણ પડી હતી. આ ઉપરાંત યુવકના હાથ રસીના નિશાન હતાં. તેમજ પોલીસે આ મામલાની જાણકારી આપતા મૃતકનો ભાઈ રાજુએ આરોપ લગાવ્યો કે સાસરિયા વાળાએ તેના ભાઈનું અપહરણ કરીને હત્યા કરી છે.

દીકરીની પંસદથી નફરત કરતા હતાં ઘરવાળા
મૃતકનો ભાઈ રાજુની ફરિયાદ આધારે, પોલીસે મહદીપુર ગામના જગીર સિંહ, તેના બે દીકરા ગુરપ્રીત સિંહ, મલકીયત સિંહ, તેના ભાઈ કશ્મીર સિંહ અને 5 અન્ય લોકો વિરૂધ કેસ દાખલ કર્યો છે. રાજુએ જણાવ્યું કે ગુરૂપ્રીત તેનો મોટો ભાઈ હતો, જે ડ્રાઈવરની નોકરી કરતો હતો. થોડા વર્ષો પહેલા તેની મુલાકાત જગીર સિંહની દીકરી હરપ્રીત કૌરથી થઈ હતી અને પછી એકબીજા પસંદ કરવા લાગ્યાં. ત્યારે બંને લોકડાઉન પછી પ્રેમ લગ્ન કરવાનું નક્કી કર્યું. જોકે હરપ્રીત કૌરના પરિવાર લોકો આ વાતથી નાખુશ હતો.

બે મહિનામાં જ ખતમ થી પ્રેમ સ્ટોરી
જણાવી દઈએ કે હરપ્રીત કૌરે તેમના પરિવાર વિરૂધ જઈને 22 નવેમ્બર 2020ના રોજ ગુરપ્રીત સાથે લગ્ન કર્યાં હતાં. બંનેના સંબંધથી હરપ્રીતના પરિવારની કોઈ સંમતિ નહોતી. જ્યારે યુવતીના પિતા અને ભાઈઓને આ પ્રેમ લગ્ન અંગે ખબર પડી તો તે ગુરૂપ્રીથી નારાજ હતાં. જે બાદ તેણે યુવકે મોતને ઘાટ ઉતારવાનું પ્લાન પણ બનાવ્યું હતું. ઘણીવાર તો ગુરૂપ્રીત સિંહને જાનથી મારવાની ધમકી પણ આપી, પરંતુ તેણે કઈ જ ન કહ્યું.

આવી રીતે યુવકને ઉતાર્યો મોતને ઘાટ
રાજુએ જણાવ્યું કે તે ગુરૂપ્રીતને હંમેશા બસ સ્ટેન્ડ સુધી છોડવા જતો હતો. આ જ બસ સ્ટેન્ડ પર જ જગીર સિંહની પંચર સાધવાની દુકાન છે. ઘણીવાર તો તેને રોકીને જાનથી મારાવાની કોશિશ કરી, પરંતુ તે ભાગી નીકળ્યાં. શનિવારે જ્યારે તે એક સંબંધી સતનામ સિંહ બાઈકથી ગુરૂપ્રીત સિંહને ફતેહગઢ છોડવા ગયો હતો. આ દમિયાન વચ્ચે રોડ પર કેટલાક લોકો કારથી આવ્યાં અને બાઈક પર હુમલો કરતા ગુરૂપ્રીતને ઉઠાવીને કારમાં લઈ ગયાં. જ્યારે તેની તપાસ કરી તો ઈંટોના ભટ્ટા પાસ મોડી રાત્રે તેનો મૃતદેહ મળ્યો હતો.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *