15 વર્ષ પછી મુસ્લિમ પરિવારને મળી પોતાની ખોવાયેલ દીકરી, આ હિંદૂ પરિવારે કર્યો આટલા વર્ષ ઉછેર

આંધ પ્રદેશના કુર્નૂલની નિવાસી સકીના નામની મહિલાની દીકરી લગભગ 15 વર્ષ પહેલા ગુમ થઈ ગઈ હતી. આટલા લાંબા સમયથી સકીના તેની દીકરીની રાહ જોઈ રહી હતી અને તેને આશા હતી કે એક દિવસ તેની ખોવાયેલી દીકરી જરૂર મળશે. ત્યારે સકીનાની આ અપેક્ષા હવે પૂરી થઈ છે અને છેવટે તેની દીકરી પરત મળી ગઈ છે. પરંતુ સકીનાની દીકરીનો ઉછેર એક હિન્દુ યુવતી જેમ થયો છે. એવામાં સકીનાની દીકરી માટે મૂઝવણ ઉત્પન્ન થઈ છે.

ખરેખર, 15 વર્ષ પહેલા મક્કા મસ્જિદમાં સકીના તેની દીકરીથી અલગ થઈ ગઈ હતી. જે સમય સકીનાની દીકરી ગુમ થઈ હતી, તે સમય તે માત્ર દોઢ વર્ષની હતી. જોકે હવે તેની દીકરી ઘણી મોટી થઈ ચૂકી છે અને ખૂદને હિન્દુ માને છે. પરિવાર મૂઝવણમાં છે કે તેને એક હિન્દુ યુવતી જેમ રાખે કે તેના ધર્મ વિશે શીખવે.

સકીનાના જન્મ સમય તેની દીકરીનું નામ ફાતિમા રાખ્યું હતું. આ જ ફાતિમા હવે સ્વપ્ના બની ગઈ છે. સ્વપ્ના ઘણાં વર્ષોથી તેલંગાનાના હૈદરાબાદ સ્થિત એક અનાથ આશ્રમમાં રહે છે. તેને પોતાનું ઘર અને પરિવાર વિશે કઈ યાદ નથી. ત્યાં સુધી કે તે તેના ઘરે જવા પણ નથી માંગતી. આટલા વર્ષો બાદ પરિવારથી દૂર રહેવાના કારણ તે તેના માતા-પિતા સહિત પરિવારના કોઈપણ વ્યક્તિને પણ નથી ઓળખતી. સકીનાના પરિવારમાં કુલ પાંચ લોકો છે. ત્યારે સતત સંઘર્ષ કર્યા બાદ તેને તેની દીકરી ફાતિમા મળી છે. પરંતુ સ્થિતિ પહેલા જેવી નથી અને ફાતિમા તેને મળીને ખુશ નથી.

ફાતિમાંના ગુમ થવાની કહાની જણાવતા પરિવારે કહ્યું કે તે અજમેર શરીફ ગયાં હત. ત્યાંથી પરત ફર્યા બાદ મક્કા મસ્જિદમાં ગયાં હતાં. ત્યાં તેની દીકરી અચાનક ગુમ થઈ ગઈ હતી. તે લોકોએ તેને ત્યાં ખૂબ ગોતી પરંતુ તેના વિશે કોઈ ખબર ન મળી. પરેશાન થઈને તેણે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો. પરિવાર હૈદરાબાદમાં જ ઘણાં દિવસો સુધી રોકાયો જેથી બાળકીને ગોતી શકે, પરંતુ તે સમય દોઢ વર્ષની ફાતિમા વિશે કોઈ જાણકારી ન મળી શકી.

ફાતિમાનો ભાઈ આબિજ હુસૈનએ જણાવ્યું કે તેણે એક હોટલમાં નોકરી પણ કરી જેથી હૈદરાબાદમાં તે લોકોનું ગુજરાન ચાલવી શકે. જ્યાં બધી આશા તૂટ ગઈ તો તે લોકો કુર્નૂલ પરત આવ્યાં. તેમજ પરિવારથી અલગ થયાં બાદ ફાતિમા પોલીસને મળી અને પોલીસે તેને હૈદરાબાદ અનાથ આશ્રમમાં પહોચી દીધી. બંને પોલીસવાળા એન્ટી ચાઈલ્ટ ટ્રેફિકિંગ અને ઓપરેશન સ્માઈલના હેઠળ કામ કરતી હતી, જ્યાં તેને ફાતિમા મળી હતી.

આ રીતે ખબર પડી
રાજમિસ્ત્રી ખ્ખાજા મોઈનુદ્દીને હુસૈનેલિયમ થાણામાં વર્ષ 2005માં દીકરી ફાતિમાની ગુમ થયાની એફઆઈઆર નોધ કરાવી હતી. હૈદરાબાદ પોલીસે કુર્નૂલ પોલીસથી બાળકી વિશે તપાસ કરવાનું કહ્યું. બાળકીના માતાએ તેના શરીર પર નિશાનો વિશે પોલીસને જણાવ્યું હતું અને આ નિશાનોના કારણ બાળકીની ઓળખ થઈ હતી.

એન્ટ હ્યૂમન ટ્રેફિકિંગના સાઈબરાબાદ એસઆઈ એન શ્રીધરએ આ આખા મામલમાં જાણકારી આપતા કહ્યું કે બાળકી તેના ધર્મ વિશે કઈ નથી જાણતી. તેને હૈદરાબાદ લાવવામાં આવી તો પરિવાર આ જાણીને દંગ રહી ગયો કે તે સાંઈબાબાની પૂજા કરે છે. તે સંપૂર્ણ રીતે અલગ ઉછેરમાં રહે છે. જ્યારે પરિવાર લોકો તેને મળ્યાં તો તે ખુશ રહેવાની જગ્યાએ પરેશાન જોવા મળી. આ સમય ફાતિમા એટલે સ્વપ્ના 11મા ધોરણમાં ભણે છે.

ફાતિમાના ભાઈએ કહ્યું કે તેના પિતાનું એક વર્ષ પહેલા અવસાન થઈ ચૂક્યું છે. આ એવી સ્થિતિ છે કે અમને કઈ જ નથી સમજાય રહ્યું. અમે લોકો ખુશી માનવ્યે કે દુખી થઈએ? જોકે, અમે અમારી બહેનને અમારા ગામે લઈ જઈ રહ્યાં છે. ત્યાં પરિવાર અને સંબંધીઓથી મળીને તેને પરત અનાથ આશ્રમમાં મુકી આવીશું. જેથી તે તેના અભ્યાસ પર ધ્યાન આપી શકે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *