આ સુંદર અમેરિકાની સિંગરે ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન, એવું કહ્યું કે, તમે પણ સાંભળીને..

ખેડૂત આંદોલ હવે ફક્ત ભારતમાં જ નહી પરંતુ દુનિયાના ઘણાં દેશોમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણાં દિવસોમાં એવું લાગી રહ્યું કે હવે આ આંદોલન આંતરરાષ્ટ્રીય મુદ્દા બનવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ અમેરિકાની પોપ ગાયક રિહાનાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ખેડૂતોનો સાથ આપતા એક ટ્વિ કર્યુ હતું. બસ પછી શું થયું દુનિયાભરની ઘણી હસ્તીઓ હવે ખેડૂત આંદોલનને લઈને પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળી રહ્યાં છે. જોકે રિહાનાના ટ્વિટ બાદ તેણે ઘણી બોલીવૂડ હસ્તીને કડક ઉત્તર પણ આપ્યો પરંતુ આ અવાજ ઓછો થતો નથી જોવા મળી રહ્યો.

કૃષિ કાયદા વિરોધમાં ખેડૂતો છેલ્લા 2 મહિનાથી સતત ધરણા પર ઉતાર્યા છે. જોકે અત્યાસુધી સરકાર અને ખેડૂતોમાં કોઈ સમજૂતી નથી થઈ શકી. ભારતથી હવે ખેડૂતોનો આ અવાજ વિશ્વભરમાં ગૂંજી રહ્યો છે. રિહાના બાદ ભારતીય એક્ટિવિસ્ટ લિસિપ્રિયા કંગુજમ પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉતરી આવી છે. લિસિપ્રિયા પર્યાવરણનું કામ કરે છે અને તેણે યૂ.એનના જનરલ સેકેટ્રીના ટ્વિટ પર રિએક્ટ કરતા ખેડૂતોના સપોર્ટમાં ટ્વિટ કર્યું છે.

તમને જણાવી દઈએ કે આમના પહેલા પણ તે લાઈમલાઈટમાં આવી ચૂકી છે. તે પીએમ મોદી દ્વારા આપવામાં આવી રહેલા સન્માનને લેવાથી ના પાડી ચૂકી છે. લિસિપ્રિયાના ઉપરાંત ક્લાઈમેન્ટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગએ પણ ખેડૂતોનો સપોર્ટ કરતા ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું- અમે ભારતના ખેડૂતો આંદોલન સાથે છે. ગ્રેટા થનબર્ગ પહેલા પણ ઘણીવાર ભારતના મુદ્દા પર પોતાનો પક્ષ રાખી ચૂકી છે.

રિહાનાના ટ્વિટ બાદ આંતરાષ્ટ્રીય સ્તર પર ખેડૂતો પર વાતચીતને લઈને એક અલગ જ સાથ જોવા મળી રહ્યો છે. રિહાનાએ ટ્વિટ કરીને લખ્યું હતું- અમે ખેડૂતોની વાત કેમ નથી કરી રહ્યાં હવે #Farmersprotest. રિહાનાના ટ્વિટ બાદ ટ્વિટર પર ઘણાં લાંબા સમય સુધી કિસાન આંદોલન ટ્રેન્ડ કરી રહ્યું હતું.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *