જાણો ક્યારે છે મહાશિવરાત્રી, જાણો શુભ મુહૂર્ત, ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજન વિધિ

મહાશિવરાત્રના પાવન પર્વનું હિન્દુ ધર્મમાં આગવું મહત્વ હોય છે. આ પાવન પર્વ ભગવાન શિવથી સૌથી મોટા તહેવારમાંથી એક છે. એવી માન્યતા છે કે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયાં હતાં. આ વિવાહ કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ થયાં હતાં. એટલા માટે દર મહિને આ તિથિને શિવરાત્રીનું વ્રત પણ કહેવામાં આવે છે. તેમને માસિક શિવરાત્રી કહેવાય છે.

તેમાંથી સૌથી વધારે મહત્વ ફાગણ મહિનામાં આવી રહેલી શિવરાત્રીનું છે. તેમને જ મહાશિવરાત્રી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસ વ્રત અને પૂજા કરવાથી વ્રતીને મનગમતો વર પ્રાપ્ત થાય છે. ખાસી કરીને જે કન્યાઓના લગ્નમાં વિલંબ આવી રહ્યો છે, તે આ વ્રત અવશ્ય રાખે છે.

મહાશિવરાત્રી કયારે છે?
પંચાન અનુસાર આ વખતે મહાશિવરાત્રીનું વ્રત 11 માર્ચ ગુરૂવારે આવશે. ખાસ વાત એ છે કે આ દિવસ ઘણાં શુભ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસ શિવ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પંચાગ અનુસાર નક્ષત્ર ધનિષ્ઠા રહેશે અને ચંદ્રમાં મકર રાશિમાં બિરાજમાન રહેશે.

Mahashivratri 2021 Date

પંચાગ અનુસાર, 11 માર્ચે ત્રયોદશી તિથિ બપોરે 2:39 સુધી રહેશે. જે બાદ ચતુદર્શીનો આરંભ થઈ રહ્યો છે અને તેમનું સમાપન આવતા દિવસે બપોરે 3:02 વાગ્યે થશે.

મહાશિવરાત્રીનું પૂજનનું શુભ મુહૂર્ત
મહાશિવરાત્રી પર નિષિત કાળ પૂજા મુહૂર્ત 11 માર્ચના રોજ અડધી રાત્રે 12:06 વાગ્યે શરૂ થશે અને 12:55 વાગ્યા સુધી રહેશે. આ લગભગ 48 મિનીટનું મુહૂર્ત હશે. તેમજ શિવરાત્રી પારણનો સમય 12 માર્ચની સવારે 06:34 વાગ્યાથી બપોરે 3:02 સુધી રહેવાનો છે.

Image result for mahashivratri lord shiva and goddess parvati hd images

મહાશિવરાત્રી પર રાત્રી અનુસાર પણ પૂજાનું શુભ મુહૂર્ત છે. રાત પહેલા સમયમાં પૂજા મુહૂર્ત 11 તારીખની રાત્રે 6:27થી 9:29 સુધી હશે. ત્યારબાદ બીજા સમયનું મુહૂર્ત રાત્રે 9:29થી અડધી રાત્રે 12 :31 (12 માર્ચ) સુધીનું રહેશે. ત્રીજા સમયનું મુહૂર્ત અડધી રાત્રે 12:31 વાગ્યાથી વહેલી સવારે 3:32 (12 માર્ચ) સુધીનું હશે. આમ જ રાત્રે ચોથા સમયનું મુહૂર્ત વહેલી સવારે 3:32થી સવારે 6:34 (12 માર્ચ) સુધીનું રહેશે.

Image result for mahashivratri lord shiva and goddess parvati hd images

મહાશિવરાત્રીની વ્રત વિધિ
શિવરાત્રીના વ્રતથી એક દિવસ પહેલા શ્રદ્ધાળુઓને એકવાર ભોજન કરવું જોઈએ. આ ભોજન સાદુ હોય. શિવરાત્રીના દિવસે જાતકે સવારે નિયમિત પૂજા પાઠ બાદ વ્રતનો સંપકલ્પ લેવો જોઈએ. આ દિવસ ઉપવાસ રાખવામાં આવે છે. મંદિર જઈને પણ ભગવાન શિવની વિશેષ પૂજા કરી શકાય છે.

Image result for mahashivratri lord shiva and goddess parvati hd images

ભગવાન શિવની પૂજામાં બિલી પત્ર, પીળા ફૂલ, ધતુરા, મીઠાઈ અને ગાયના દૂધનો પ્રયોગ અવશ્ય કરો. મહાશિવરાત્રી પર સાંજે અથવા રાતની પૂજાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરવાથી કાલસર્પ દોષ પણ દૂર થાય છે. આ દિવસ શિવપુરાણ અને મહામૃત્યુંજય મંત્ર વાંચવા જોઈએ.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *