કુંભ સંક્રાંતિ: સૂર્યનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકોના આવશે શુભ દિવસો, દૂર થઈ જશે બધાં દુ:ખ-દર્દ

ગ્રહોના રાજા એટલે સૂર્યદેવ 12 ફેબ્રુઆરીના રોજ મકરથી કુંભ રાશિમાં ગોચર કરશે, જેમને કુંભ સંક્રાંતિ કહેવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, સૂર્ય દર મહિને એકથી બીજી રાશિમાં ગોચર કરે છે. આ રીતે સૂર્ય વર્ષના 12 મહિનામાં 12 રાશિઓમાં વિચરણ કરે છે. આ કડીમાં આવનારી 12 ફેબ્રુઆરીએ સૂર્ય કુંભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે.

સૂર્યનું દરેક ગોચર જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ હોય છે અને તેમનો પ્રભાવ તમામ રાશિઓ પર પડે છે. એવામાં આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે સૂર્યના કુંભ રાશિમાં આગમનથી કઈ કઈ રાશિઓને લાભ થવાનો છે.

મેષ રાશિ
સૂર્યનું ગોચર મેષ રાશિના જાતકો માટે અત્યંત શુભ પરિણામ લઈને આવશે. આ દરમિયાન કાર્યક્ષેત્રમાં તમારા કાર્ય ક્ષમતાના વખાણ થશે પ્રમોશનની તક મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીનો સાથ મળશે, જે તમારા માટે લાભદાયી રહેશે. સરકારી કાર્યાલયમાં જટિલ થયેલા કામ પૂરા થશે. લાંબા સમયથી ચાલી રહેલી પારિવારિક સમસ્યા ખતમ થશે અને સગા-વ્હાલામાં મીઠાસ આવશે.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્યુનું ગોચર ખૂબ લાભદાયી રહેશે. આ દરમિયાન તમારા લક્ષ્યના તરફ અગ્રેસર રહેશો અને તે દિશામાં પૂરી મહેનક સાથે કાર્ય કરશો. નોકરી કરી રહેલા લોકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળશે. આ રાશિના જાતકોની મુલાકાત આગામી દિવસોમાં પ્રભાવશાળી લોકોથી થશે. આરોગ્યની વાત કરીએ તો સૂર્યના ગોચર કાળમાં તમારૂ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

કેટલાક મિત્રો સાથે તમે નવી કાર્યયોજના બનાવશો અને તેના પર કાર્ય શુરૂ કરશો, જો બિઝનેસમાં પ્રગતિ જોઈએ તો પરિવારના અનુભવી લોકોથી માર્ગદર્શન જરૂર છે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે પણ સૂર્યનો ગોચર ખૂબ અનુકૂળ રહેશે. આ દરમિયાન તમને સ્વયંને ઉર્જાવાન મહેસૂસ કરશો. જીવનસાથી સાથે બગડેલા સંબંધ સુધરશે અને આર્થિક મામલામાં જીવનસાથીથી સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ ખતમ થશે અને પ્રમોશન પણ મળશે. જો વાત કોઈ જૂની બીમારીની કરીએ તો તેમાથી પણ તમને મુક્તિ મળશે. જો વિદેશ પ્રવાસ કરવા ઈચ્છો છો તો આવનારા દિવસોમાં અવસર પણ મળશે.

ધન રાશિ
ધન રાશિના જાતકોને સૂર્યનો ગોચરથી શુભ ફળ મળશે. કોર્ટ-કચેરીના મામલામાંથી મુક્તિ મળશે. કાર્યક્ષેત્રમાં તમારા વરિષ્ઠ અધિકારીનો સાથ મળશે. વ્યાપાર ક્ષેત્રમાં સક્રિય લોકોને વધું નફો મળશે. સામાજિક કાર્યોમાં ભાગ લેશો, જેથી સમાજમાં તમારી ખ્યાતિ વધશે. જે વ્યક્તિ નોકરી બદલવાની વિચારે છે અથવા નવી નોકરીની શોધમાં છે, તેને શુભ સમાચાર મળવાના છે.

મકર રાશિ
સૂર્ય મકર રાશિથી જ નીકળીને કુંભમાં પ્રવેશ કરવાનાં છે. એવામાં સૂર્ય તમારી રાશિથી જતા જતા કઈક શુભ પ્રભાવ છોડશે. ગોચર દમરિયાન તમને ભાગ્યનો સાથ મળશે. સાથોસાથ કાર્યક્ષેત્રમાં અધિકારી તમારા કાર્યોની પ્રશંસા કરશે. પરિવારના સભ્યો સાથે ક્યાંય ફરવાનો મોકો મળશે. સમસ્યાઓથી ધીરજ સાથે ઉકેલશો તો સફળતા અવશ્ય મળશે.

કુંભ રાશિ
સૂર્ય મકર રાશિથી નીકળીને તમારી રાશિમાં જ પ્રવેશ કરશે. એવામાં તેમનો શુભ પ્રભાવ તમારા પર પડશે. આ દરમિયાન તમને ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે. સામાજિક ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. લેતી-દેતીમાં સાવચેતી રાખવાની જરૂર છે નહીતર નુકસાન થઈ શકે છે. પાર્ટનર સાથે સંબંધ મજબૂત બનશે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *