મોંઘી પડી મરચું ખાવાની શરત, ગળમાં પડી ગયુ 1 ઈંચનું કાણુ

ઘણાં લોકો અવનવી વસ્તુ ખાવા-પીવાનો શોખીન હોય છે. ઘણાં લોકો હંસી-મજાકમાં ખાવા-પીવાની શરત લાગવતા રહેતા હોય છે. કેટલાક લોકો આ ચેલેન્જને પૂરી પણ કરી દે છે. ઘણીવાર આ ચેલેન્જ તેના માટે ખૂબ મોંઘી સાબિત થાય છે. શરતને શરતમા અમુકવાર માણસનો જીવ પણ જતો રહે છે. અમેરિકામાં એક 47 વર્ષ વ્યક્તિએ મરચા ખાવાની શરત લગાવી. પોતાની શરત પૂરી કરવા માટે તેણે મરચા ભરેલું બર્ગર ખાધુ, પરંતુ આ મરચાની રમત તેને મોંઘી પડી. પછી એવું બન્યું કે જેની તેણે કલ્પના પણ નહતી કરી. તેની અન્ન નળીમાં કાણું પડી ગયું.

મરચા ભરેલું બર્ગર
એક રિપોર્ટ પ્રમાણે, અમેરિકાના એક 47 વર્ષના વ્યક્તિએ મરચા ખાવાની શરત લગાવી. શરતના મુબજ, તેને મરચા ભરેલું બર્ગર ખાવાનું હતું. બર્ગરની ટિક્કી ભૂત ઝોલકિયા મરચાથી બનેલું હતું. જેવું જ તેણે આખું બર્ગર ખાધું તેની તબિયત ખરાબ થવા લાગી. થોડી વારમાં જ તેને ઉલ્ટી થવા લાગી અને બેચેન થવા લાગ્યો. તેની સાથે જ તેના પેટમાં તીવ્ર પીડા થવા લાગી. પછી તેને સતત ઉલ્ટી થવા લાગી.

ગળમાં પડી ગયાં કાણાં
ઉલ્ટી થવાના કારણે તેના ગળમાં એટલું તીવ્ર દબાણ પડ્યું કે ગળમાં કાણાં પડી ગયાં. વધું તબિયત ખરાબ થઈ જવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરે જણાવ્યું કે તેના ગળામાં લગભગ દોઢ સેન્ટીમીટરનું કાણું પડી ગયું. જોકે ડોક્ટરે તેનો જીવ બચાવી લીધો. બે અઠવાડિયાની સારવાર બાદ હોસ્પિટલથી રજા આપવામાં આવી.

શું છે ભૂતિયા ઝોલકિયા
ખૂબ ઓછા લોકો તેના વિશે જાણે છે. ભૂત ઝોલકિયા નામની મરચું દુનિયાની સૌખી તીખું મરચું છે. તેને ઘોસ્ટ ચીલિના નામથી ઓળખવામાં આવે છે. તેને દુનિયાની સૌથી જ્વલનશીલ મરચું માનવામાં આવે છે. આના જ કારણે તેને 2007માં ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ કરવામાં આવ્યું છે. આ મરચું એટલું તીખું હોય છે કે તેના ખાવામાં ઉપયોગ નથી કરવામાં આવતો. તેનો ઉપયોગ ફક્ત હેન્ડ ગ્રેનેડમાં થાય છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *