આ શક્તિશાળી મંત્રોથી થશે ભગવાન શિવના દર્શન, દરેક મનોકામના શીઘ્ર થશે પૂર્ણ

દેવોના દેવ ભોલે ભંડારી ભગવાન શિવને માત્ર પાણીનો લોટો ચડાવવાથી પ્રસન્ન થઈને મનગમતું વરદાન આપે છે. જો કોઈ વિશેષ કામનાને લઈને તેમની આરાધના કરવામાં આવે તો દુનિયામાં એવું કોઈ કાર્ય નથી જે અસંભવ હોય, એવું કોઈ દુર્ભાગ્ય નથી જે સૌભાગ્યમાં ન બદલી શકે. આવશ્યકતા છે તો માત્ર સાચી શ્રદ્ધા અને લગનથી તેમને માનવા અને મનાવવાની. ભગવાન શિવના આ ઉપાય તમામ મનોકામના પૂર્ણ કરશે, આજે જ આવી રીત અપનાવો.

ભગવાન ભૈરવના આ ઉપાય રાતોરાત બદલી શકે છે કિસ્મત
આમ તો શિવને પંચાક્ષરી મંત્ર ”ૐ નમ: શિવાય”નો જાપ કરવાથી પણ ભગવાન ભોલે ભંડારીને પ્રકટ કરી શકાય છે, પરંતુ તેમાં સમય અધિક લાગે છે. શાસ્ત્રો અનુસાર ”ૐ નમ: શિવાય” મંત્રનો પાંચ લાખ વાર જાપ કરવાથી ભગવાન શંકરના સાક્ષાત દર્શન થાય છે અને મનગમતુ વરદાન પ્રાપ્ત કરી શકાય છે, તેમજ તંત્રમાં કેટલાક ઉપાય એવા જણાવવામાં આવ્યાં છે જેમને કરવા ન માત્ર અત્યંત સરળ છે પરંતુ જે ઓછામાં ઓછા સમયમાં પણ મહાદેવને પ્રસન્ન કરવાની ક્ષમતા રાખે છે.

તેમાં એક ઉપાય છે લઘુ મહામૃત્યુંજય મંત્ર. મહામૃત્યુંજય મંત્રનો જ સંક્ષિપ્ત રૂપ લઘુ મહામૃત્યુંજય મંત્ર છે પરંતુ આ શક્તિશાળી તથા પ્રભાવમાં કોઈ પણ પ્રકારના મૂળ મંત્રથી કમ નથી. ફક્ત ત્રણ અક્ષર વાળા લઘુ મહામૃત્યુંજય મંત્ર ”ૐ જૂં સ:” જેમના જાપથી મોટામાં મોટી બીમારીથી મુક્તિ મળી શકે છે. તેમનો પ્રયોગ રાત્રે 9 વાગે કરવામાં આવે છે.

જો ઘરમાં કોઈ બીમાર હોય તો તેમના નિમિત્ત રાત્રે 9 વાગ્યા પછી દૂધ મિશ્રિત જળથી ભગવાન શિવનો અભિષેક કરતા લઘુ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. રોગીની સ્થિતિના અનુસાર આ પ્રયોગ 7 દિવસથી લઈને 41 દિવસ સુધી થઈ શકે છે.

બીજો ઉપાય છે શિવ મંદિરમાં બેસીને ”રામ” નોમ નો મંત્ર જાપ કરવો. રામાયણમાં કહેવામાં આવે છે કે શિવને આખા જગતમાં જો કોઈ સૌથી વધું પસંદ છે તો તે છે રામનું નામ. આ જ કારણ છે કે શિવ મંદિરમાં બેસીને રામ નામનો જાપ કરનારા લોકોને શિવની કૃપા શીઘ્રી જ પ્રાપ્ત થાય છે.

ત્રીજો ઉપાય છે ભગવાન ભૈરવની ઉપાસના કરવી. કળિયુગમાં ભગવાન ભૈરવને સાક્ષાત દેવતા માનવામાં આવે છે. કોઈ શ્મશાનમાં બનેલા મંદિરમાં પૂજા કરવાથી પણ ભગવાન ભૈરવ શીઘ્ર પ્રકટ થઈને સમસ્ત મનોકામના પૂર્ણ કરે છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *