11 ફેબ્રુઆરી 2021 રાશિફળ: આજે આ 7 રાશિના લોકોની ભગવાન વિષ્ણુની કૃપાથી ચમકશે કિસ્મત, જાણો કેવો રહેશે તમારો દિવસ

જ્યોતિષમાં ગુરૂને દેવાઓના ગુરૂ એટલે દેવગુરૂ માનવામાં આવે છે, આ જ કારણ અઠવાડિયાના આ દિવસને ગુરૂવાર પણ કહેવામાં આવે છે. કુંડળીમાં ગુરૂને વિદ્યાના કારક માનવામા આવ્યાં છે. તેમનો રંગ પીળો તેમજ રત્ન પુખરાજ છે. આ દિવસના કારક દેવ શ્રી હરિ વિષ્ણુ છે, તેમજ વિદ્યાના કારક હોવાથી આ દિવસ વિદ્યાના દેવી માતા સરસ્વતીની પૂજાનું પણ વિધાન છે. જાણો આજે 11 ડિસેમ્બર રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…

મેષ રાશિ
કાર્યસ્થળ પર ભાગીદારી માટે લેવામાં આવેલા નિર્ણય સફળ રહેશે. સમાજમાં અમુક લોકો તમારો વિરોધ પણ કરી શકે છે. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. સંતાનના લગ્ન સંબંધિત પ્રસ્તાવ આવશે.

વૃષભ રાશિ
તમારી મહેનતનું ફળ શુભ થશે. પરીક્ષાર્થી પરિણામથી ખુશ રહેશે. પ્રવાસનો યોગ બની રહ્યો છે. કોઈ જૂના વિવાદથી પરિવારમાં આજે ઝઘડો થઈ શકે છે.

મિથુન રાશિ
વ્યવસાય વિસ્તાર માટે લોન લેવી પડશે. નોકરીમાં સ્થાંતરનો યોગ છે. ભૂમિ ભવન સંબંધિત મામલા ટૂંક સમયમાં જ પરસ્પર સહમતીથી જ ઉકેલાશે. સંતાનની ચિંતા રહેશે. પેટને લગતી બીમારીથી પીડિત રહેશો.

કર્ક રાશિ
કાર્યસ્થળ પર સહકર્મીઓની મદદ મળશે. મનમાં કોઈ વાત પર ઘણાં દિવસોથી મંથન ચાલી રહ્યું છે તેના કારણે તમારો વ્યવહાર ચિડચિડયો થઈ જશે. સંપત્તિ વિવાદ ઉભરી શકે છે.

સિંહ રાશિ
પરિવારના સભ્યોની મદદ કરશો. મિત્રો સાથે મોજ-મસ્તી પર ખર્ચ થશે. વાહન સુખ મળશે. નવા ભવનમાં જવાનો સમય આવ્યો છે. આર્થિક તમારા પક્ષમાં હશે. પ્રેમ પ્રસંગના પગલે વિવાદ થઈ શકે છે.

કન્યા રાશિ
સમય રહેતા જરૂરી કાર્ય પૂરા કરો. વિરોધી તમારો ખુલીને વિરોધ કરશે. લોહી સંબંધિત રોગથી પીડિત રહેશો. લાભની સંભાવના વચ્ચે જીવનસાથી સાથે સમય વિતાવશો. ભગવાન શિવ પર બીલિપત્ર અને ગંગાજળ અર્પણ કરો.

તુલા રાશિ
કોઈ જરૂરીયામંદની મદદ કરો. વ્યાપારમાં વધું અનુભવ તમને યોગ્ય માર્ગ દેખાડશે. પરિવારમાં કોઈ આયોજનને લઈને ચર્ચા થશે. ધર્મ જગતથી જોડાયેલા લોકોની કીર્તિમાં વધારો થશે.

વૃશ્ચિક રાશિ
તમારી ઈચ્છા પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. તમારા આત્મબળને ઘટાડો નહી સફળતા નક્કી છે. સંતાન પ્રત્યે તમારૂ કર્તવ્ય પૂરૂ કરશો. શિક્ષણ માટે લોન લેવી પડી શકે છે.

ધન રાશિ
મનની ચંચળતાના કારણે તમે થોડી થોડી વારમાં તમારો નિર્ણય બદલશો. તમારૂ મન સ્થિર કરો કે તમારે શું કરવું છે. વ્યાપારમાં ભાગીદારીથી લાભ મળશે. નવી મશીનરી ખરીદવામાં પૈસા ખર્ચ થશે.

મકર રાશિ
આજે લાંબા સમય પછી સ્વયં માટે સમય મળશે. તમારી કાર્યપ્રણાલીથી વ્યાપારિક લાભ થશે. લગ્ન સંબંધી અવરોધ બની રહેશે. અજાણ લોકો પર વિશ્વાસ ન કરો નહીતર દગો મળશે.

કુંભ રાશિ
નોકર માટે સમય મધ્યમ છે. તમારા વ્યવહાર કુશળતાથી લોકો વખાણ કરશે. નવા સોદા વ્યારને નવી ઊંચાઈ આપશે. ભાઈ-બહેનોથી વિવાદ થઈ શકે છે, શાંતિથી સમય પસાર કરો.

મીન રાશિ
નવા વ્યાવસાયિક સંબંધ બનશે. વાહન સુખ સાથે લગ્ન બાધા પણ દૂર થશે. નોકરી માટે સમય સામાન્ય છે. કોઈ આધ્યાત્મિક જગતની મોટી હસ્તીથી ભેટ સંભવ છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *