ભગવાન શિવે આ કારણથી નંદીને બનાવ્યાં હતાં પોતાનું વાહન, નંદીએ કરી હતી હજારો વર્ષ સુધી તપસ્યા

નંદી ભગવાન શિવનું વાહન છે, તે દ્વારપાલ છે. જે પણ ભગવાન શિવથી મળવા માટે કૈલાશ પર્વત આવે છે, તેમને નંદીજીથી પરવાનગી લેવી પડે છે. ભગવાન શિવને કેમ નંદીને પોતાની સવારી પસંદ કરી? તેમનાથી એક કથા જોડાયેલી છે. જેમનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં મળે છે. સ્કંદ પુરાણ અનુસાર એક વખત ભગવાન ધર્મની ઈચ્છા થઈ કે હું ભગવાન શંકરનું વાહન બનું. એટલા માટે તેમણે દીર્ધકાળ સુધી તપસ્યા કરી. અંતમાં ભગવાન શંકરે તેમની તપસ્યાનો સ્વીકાર કર્યો અને તેમના વાહનના રૂપમાં સ્વીકાર કર્યો. આ પ્રકાર ભગવાન ધર્મ જ નંદી વૃષભ રૂપનમાં હંમેશા માટે ભગવાન શિવનું વાહન બની ગયાં.

કથા અનુસાર, શિલાહ નામના એક ઋષિ રહ્યાં કરતા હતાં. જે ભગવાનની તપસ્યામાં જ લીન રહેતા હતાં. એવામાં આ ઋષિના પરિવારવાળાને ડર હતો કે ક્યાંક તેમનો વંશ સમાપ્ત ન થઈ જાય. પરિવારજનોના આ ડરને ખતમ કરવા માટે ઋષિએ ઈન્દ્ર દેવની પૂજા કરી અને તેમણે પુત્રની પ્રાપ્તિની વાત કહી. ઈન્દ્ર દેવે ઋષિને શિવ ભગવાનની તપસ્યા કરવા કહ્યું. શિલાદ ઋષિએ ભગવાન શિવની તપસ્યા કરી અને એક દિવસ શિવ ભગવાનએ તેમની તપસ્યાનો સ્વીકાર કર્યો અને તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું.

શિલાદ ઋષિ ખેતરમાં કામ કરી રહ્યાં હતાં. ત્યારે તેમને એક પુત્ર મળ્યો. જેમને તે પોતાના ઘરે લઈને આવ્યાં અને તેમને પોતાના પુત્ર બનાવ્યો. આ પુત્રને તેમણે નંદી નામ આપ્યું. શિલાદ ઋષિ આશ્રમમાં પોતાના પુત્ર નંદી સાથે રહેતા હતાં. એક દિવસ શિલાદ ઋષિના આશ્રમમમાં મિત્ર અને વરૂણ નામના બે સંતા આવ્યાં હતાં. જેમની સેવાનું કામ શિલાદ ઋષિએ પોતાના પુત્ર નંદીને સોપ્યું. નંદીએ પૂરા શ્રદ્ધા સાથે બંને સંતોની સેવા કરી. સંતો સેવાથી ખુશ થઈને શિલાદ ઋષિને દીધાર્યુ હોવાનું આશીર્વાદ આપ્યા, પરંતુ નંદીને નહીં. આ વાતથી શિલાદ ઋષિને દુ:ખ થયું અને તે પરેશાન થયાં. તે વિચારવા લાગ્યાં કે કેમ સંતોએ તેમના પુત્રને દીધાર્યું હોવાના આશીર્વાદ ન આપ્યાં. હિંમત કરતા શિલાદ ઋષિએ સંતોથી આ પ્રશ્ન કર્યો. જેમના પર સંતોએ કહ્યું કે નંદી અલ્પાયું (ટૂંકી ઉંમર) છે. આ સાંભળીને શિલાદ ઋષિ પરેશાન થઈ ગયાં અને ચિંતામાં રહેવા લાગ્યાં.

પોતાના પિતાને ચિંતામાં જોઈ નંદીએ તેમનું કારણ પૂછ્યું. શિલાદ ઋષિએ જણાવ્યું કે સંતોએ કહ્યું કે તુ અલ્પાયું છો. એટલા માટે મારૂ મન ચિંચિત છે. નંદીએ જ્યારે પિતાની પરેશાનીનું કારણ સાંભળ્યું તો હંસ્યા અને પિતાથી કહેવા લાગ્યાં ભગવાન શિવે મને તમને આપ્યો છે. મારી રક્ષા કરવી તમારી જવાબદારી છે. તમે પરેશાન ન થાઓ. ત્યારબાદ ભુવન નદીના કિનારે નંદીજીએ ભગવાન શિવની તપસ્યા કરવાનું શરૂ કર્યું. નંદીને ભગવાન શિવએ દર્શન આપ્યાં અને તેમનાથી વરદાન પૂછ્યું. નંદીએ કહ્યું, હું આ ઉંમર ફક્ત તમારા સાનિધ્યમાં જ રહેવા ઈચ્છું છું. નંદીને આ વરદાન શિવજીએ આપ્યું અને તેમને બળદનો ચહેરો આપ્યો અને તેમને પોતાનું વાહન બનાવી લીધું.

આ પછીથી જ ભગવાન શિવજીના મંદિર બહરા નંદીના બળદ રૂપને સ્થાપિત કરવામાં આવ્યું. માન્યતા છે કે જો નંદીજીના કાનમાં કોઈ વાત બોલવામાં આવે તો તેમને ભગવાન શિવ પૂરી કરી દે છે. સ્કંદ પુરાણ અનુસાર, ગણપતિનું વાહન ઉંદર છે કાર્તિકેય મોર છે ભગવતી પાર્વતીનું વાહન સિંહ છે અને સ્વયં ભોળાનાથનું વાહન નંદી છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *