હિમાલયમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ, બરફ પર ચાલીને દર્શન કરવા જાય છે ભક્તો

હિમાચલ પ્રદેશમાં હાલમાં 11 હજાર ફૂટની ઊંચાઈ પર બનેલા પ્રાકૃતિક શિવલિંગ ચર્ચાનો વિષય બનેલું છે અને લોકો દૂર દૂરથી આ શિવલિંગને નિહાવા માટે આવી રહ્યાં છે. આ શિવલિંગ મનાલીથી 25 કિલોમીટર દૂર સોલંગનાલા નજીક અંજની મહાદેવમાં બનેલું છે. આ શિવલિંગનો આકાર 30 ફૂટથી વધારે ઊંચા થઈ ગયું છે. આ પ્રાકૃતિક શિવલિંગને જોવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ મનાલી જોવા મળી રહી છે.

વાસ્તવમાં અંજની મહાદેવથી પડતા ઝરણાએ બરફનું રૂપ ધારણ કરી લીધું છે. જે શિવલિંગના આકારનું છે અને તેમનું આકાર દિન પ્રતિદિન વધી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે શિવલિંગનો આકાર ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિય સુધી વધશે. આ સમય અહીયાનું તાપમાન શૂન્ય પર છે. જેમના કારણ તેમના આકારમાં સતત વધારો થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ શિવલિંગ એપ્રિલ, મે અને જૂન સુધી બની રહેશે અને આ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળું આવશે.

અંજની મહાદેવના નજીક જ આ પ્રાકૃતિક શિવલિંગ બનેલું છે અને આ સ્થળથી ધાર્મિક આસ્થા જોડાયેલી છે. માન્યતા છે કે ત્રેતા યુગમાં માતા અંજનીએ પુત્ર પ્રાપ્તિ અને મુક્તિ મેળવવા માટે આ જ સ્થાન પર તપસ્યા કરી હતી. ઘણાં વર્ષો સુધી અહી અંજની માતાએ ધ્યાન કર્યું હતું અને આ તપસ્યાથી ખુશ થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યાં હતાં. ત્યારથી અહી પ્રાકૃતિક રૂપે બરફની શિવલિંગ બની રહી છે. માન્યતા એ પણ છે કે આ શિવલિંગના દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

ખુલ્લા પગે આવી રહ્યાં છે શ્રદ્ધાળુ
અંજની મહાદેવની દર્શન કરવા માટે અન્ય રાજ્યોથી પણ લોકો આવી રહ્યાં છે. આ શિવલિંગના દર્શન કરવા માટે શ્રદ્ધાળુ ખુલ્લા પગે અહી આવી રહ્યાં છે. આટલી ઠંડી હોવાના છતાં શ્રદ્ધાળુની ભક્તિ પર કોઈ અસર નથી અને શ્રદ્ધાળુ ઠંડીને ધ્યાનમાં લીધા વિના લાંબુ અંતર કાપીને ખુલ્લા પગે આવી રહ્યાં છે. અહીયાના સ્થાનિક નિવાસીના જણાવ્યાં અનુસાર, આ પ્રભુનો ચમત્કાર જ છે કે બરફમાં ખુલ્લા પગે ચાલવાથી પણ શ્રદ્ધાળુને કોઈ નુકસાન નથી થતું. આ દિવસ અહી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે.

કેમ પહોચવું અહી
અંજની મહાદેવ સરળતાથી પહોચી શકાય છે. મનાલીથી સોલંગનાલા સુધી 15 કિલોમીટરની સફર ટેક્સીથી કરી શકાય છે. સોલંગનાલાથી અંજની મહાદેવ સુધી પાંચ કિલોમીટરના અંતર પર છે. આ સફર તમે પગપાળા અથવા ઘોડા પરથી નક્કી કરી શકાય છે. અંજની મહાદેવના નજીક એડવેન્ચર પાર્ક પણ બની રહ્યું છે. જેથી અહી આવનારા સહેલાણીઓને વધું સમય વિતાવવાનો મોકો મળશે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *