જો તમને તમારી નોકરી કઠિન લાગે છે તો એકવાર ઉત્તર પ્રદેશના ગોરખપુરની રહેવાસી શિપ્રા દીક્ષિતની કહાની સાંભળી લેજો. શિપ્રા પરિવહન નિગમ ગોરખપુર ડીપોમાં બસ કંડક્ટરની નોકરી કરે છે. આમ તો તેને આ નોકરીથી કોઈ ફરીયાદ નથી, પરંતુ હાલમાં તેને પોતાની પાંચ મહિનાની બાળકીને ગોદમાં લઈને રોજ 165 કિલોમીટરની સફર કરવી પડે છે. આ જ કારણ છે કે વિભાગના સીનિયર અધિકારીઓએ શિપ્રાની ચાઈલ્ડ કેર લીવ (CCL)ની અરજી ઠુકરાવી દીધી.
મહિલાને બસમાં નાની દીકરીને ગોદમાં લઈને ટિકીટ કાપવી પડે છે. તે ઈચ્છીને પણ ભૂખી બાળકીને દૂધ નથી પીવડાવી શકતી. મહિલાની આ સ્થિતિ જોઈ ઘણાં મુસાફર તરસ ખાઈ છે, પરંતુ વિભાગના અન્ય અધિકારીઓને દયા નથી આવતી. તે મહિલાની રજા મંજૂર નથી કરતાં
. બસમાં હવા લાગવાથી બાળકીની તબીયત પણ ખરાબ થઈ ચૂકી છે, પરંતુ છતાં મહિલાને રજા નથી આપવામાં આવી રહી.

શિપ્રાના ઘરે બાળકને સાચવનારી બીજી કોઈ મહિલા નથી. આ જ કારણે તેને પોતાની 5 મહિનાની માસૂમ બાળકીને દરરોજ નોકરી પર લાવી રહી છે. શિપ્રા દીક્ષિતના પિતા પીકે સિંહ યૂપી પરિવહન નિગમમાં બસ કંડક્ટર હતાં. પિતાના અવસાન પછી 2016માં શિપ્રા અનુકંપા નિયુક્તિના હેઠળ આ નોકરી મળી હતી. તેના પિતા પરિવહન નિગમમાં સીનિયર એકાઉન્ટન્ટેટ હતાં. દીકરીએ પણ સાયન્સથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રાખ્યું છે, પરંતુ તેને તેની યોગ્યતા અનુસાર હોદ્દો નથી મળ્યો.

શિપ્રા જણાવે છે કે ત્યારે મારા ઘરની પરિસ્થિતિ સારી ન હતી એટલા માટે મને મજબૂરીમાં નોકરી કરવી પડી હતી. ત્યારે ઘરમાં કમાવનારૂ કોઈ ન હતું. જોકે ત્યારબાદ મને અત્યાર સુધી ન તો પ્રમોશન મળ્યું અને ન જ CCL લીવ મળી. તે હવે યૂપીના સીએમ યોગી આદિત્યનાથથી અરજી કરી રહી છે. તેની માંગ છે તે મારી યોગ્યતા અને પિતાના પદ અનુસાર મને વિભાગમાં નોકરી દેવામાં આવે.

શિપ્રાના પતિ નીરજ કુમાર દિલ્હીની એક સાફ્ટવેયર કંપનીમાં નોકરી કરે છે. લોકડાઉન પછીથી જ તે ઘરમાં રહે છે. તેમની પણ આ જ ફરીયાદ છે કે પતિને ચાઈલ્ડ કેર લીવ આપી દેવી જોઈએ. બસમાં પુત્રીની તબીયત વારંવાર ખરાબ થતી જઈ રહી છે.
