શક્તિની અધિષ્ઠાત્રીનું પાંચમુ રૂપ: આ દેવી માતાની આરાધનાથી મળે છે મોક્ષ, ભક્તનું મન રહેશે એકાગ્રત

ગુપ્ત નવરાત્રી નિમિત્તે આજે અમે તમને નવદેવીઓના પાંચમાં રૂપ વિશે વર્ણવી રહ્યાં છે. તેમના અંગર્તગ સ્કંદમાતા દુર્ગા માતાનું 5મું રૂપ છે. કહેવામાં આવે છે કે માતાના રૂપની પૂજા કરવાથી મૂર્ખ પણ જ્ઞાની બની જાય છે. અહીં આ જાણી લેવું જરૂરી છે કે સ્કંદ શિવ અને પાર્વતીના બીજા અને છ મુખ વાળા પુત્ર કાર્તિકેયનું એક નામ છે. આ રૂપ તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેમને મોક્ષનો માર્ગ દેખાય છે.

સ્કંદમાતાનું સ્વરૂપ
માતાના આ રૂપની ચાર ભુજાઓ છે અને તેમણે પોતાની જમણી તરફની ઉપર વાળી ભૂજાથી સ્કંદ એટલે કાર્તિકેયને પકડેલા છે. આ જ તરફ વાળી નીચલી ભુજાના હાથમાં કમળનું ફૂલ છે. ડાબી તરફની ઉપર વાળી ભૂજામાં વરદમુદ્રા છે અને નીચે સફેદ કમળનું ફૂલ છે. સિંહ તેમનું વાહન છે.

સ્કંદમાતા સૂર્યમંડળના અધિષ્ઠાત્રી દેવી છે, એટલા માટે ચારો તરફ સૂર્યનો પ્રકાશ જેવો અલૌકિક તેજોમય મંડળ જેવું દેખાય છે. હંમેશા કમળના આસન પર આસીને રહેવાના કારણ તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે.

સ્કંદમાતાની આરાધના આ મંત્રથી કરવો જોઈએ

સિંહાસનગતા નિત્યં, પદ્માશ્રિતકરદ્વયા !
શુભદાસ્તુ સદા દેવી, સ્કંદમાતા યશસ્વિની !!

અથાર્ત સિંહ પર સવાર રહેનારા અને બે હાથમાં કમળનું ફૂલ ધારણ કરનારા યશસ્વિની સ્કંદમાતા આપણાં માટે શુભદાયી હો.

સ્કંદમાતાને સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાના કારણ આ નામથી ઓળખવામાં આવે છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદ બાળરૂપમાં તેમની ગોદમાં બિરાજમાન છે. માન્યતા અનુસાર, તેમની ઉપાસનાથી ભક્તની તમામ મનોકાનાઓ પૂર્ણ થવાની સાથે જ ભક્તને મોક્ષ મળે છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણ તેમના ઉપાસક, અલૌકિક તેજ અને કાંતિમય થઈ જાય છે.

મનને એકાગ્રત અને પવિત્ર રાખીને દેવી માતાની આરાધના કરનારા સાધક અથવા ભક્તે ભવસાગર પાર કરવામાં મુશ્કેલી નથી આવતી. તેમની પૂજાથી મોક્ષનો માર્ગ સુલભ થાય છે. આ દેવી ચેતનાનું નિર્માણ કરનારા છે. કહેવાય છે કે કાલિદાસ દ્વારા રચિત રઘુવંશમ મહાકાવ્ય અને મેઘદૂત રચનાઓ સ્કંદમાતાની કૃપાથી જ સંભવ થયું. ડુંગરો પર રહીને સાંસારિક જીવનમાં નવચેતનાનો જન્મ આપનારૂ છે સ્કંદમાતાનું આ રૂપ.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *