પિતા ચલાવે છે રિક્ષા, દીકરી બની મિસ ઈન્ડિયા રનર-અપ, સંઘર્ષની કહાની સાંભળી લોકો કરી રહ્યાં છે સલામ !

તૂ ખૂદની શોધમાં નીકળ, તૂ કોના માટે નિરાશ છે, તૂ ચાલ…. તારા કારણના સમયને પણ તલાશ છે… આ શબ્દો છે મિસ ઈન્ડિયા ફર્સ્ટ રનર-અપ માન્યા ઓમપ્રકાશ સિંહના, જેની સંઘર્ષની કહાનીએ લોકોનું દિલ જ નહી પરંતુ તેને સમજાયું કે તમારૂ બેકગ્રાઉંડ શું છે, તમે ક્યાંથી આવો છો, આ બધું કઈં જ મહત્વનું નથી. મહત્વ રાખે છે તો તમારો જુસ્સા અને જુનુન. જણાવી દઈએ કે તેલંગાનાની માનસા વારાણસીએ વીએલસીસી મિસ ઈન્ડિયા 2020નો ખિતાબ જીત્યો. જ્યારે ઉત્તર પ્રદેશની માન્યા ફર્સ્ટ રનર-અપ અને મનિકા શિયોકાંડ બીજી રનર-અપ રહી. પરંતુ ત્રણેયમાં માન્યાની કહાની લોકો માટે પ્રેરણાદાયી બની ચૂકી છે. સોશિયલ મીડિયા પર લોકો તેના જુસ્સાને સલામ કરી રહ્યાં છે.

मान्या सिंह

જ્યારે લોકોએ મારી સામે વાત કરવાનું છોડી દીધું
માન્યા સિંહે મુંબઈ મિરરને જણાવ્યું કે, કોલેજ દરમિયાન કોઈને ખબર ન હતી કે મારા પિતા ઓટો રિક્શા ચાલાવે છે. પરંતુ જ્યારે બધાંને ખબર પડી તો કોઈ મારી સામે વાત ન હતું કરતું. સાથે, જ્યારે તેને તે અંગે પણ ખબર પડી કે હું પિજ્જા હટ અને કોલ સેન્ટરમાં પણ કામ કરી ચૂકી છું તો લોકો બોલતા હતાં શું કરી રહી છો. એટલું જ નહી, જ્યારે મે તેની સામે મિસ ઈન્ડિયા બનવાની ઈચ્છા વ્યક્ત કરી તો તે ઢગલાં બંધ કમીઓ નીકાળીને કહેતા હતાં કે તુ મિસ ઈન્ડિયા નહી બની શકવાની.

પોતાના એક ઈન્સ્ટા સ્ટોરીનો માન્યાએ ખુલાસો કર્યો હતો કે તેના પિતા ઓટો રિક્શા ચલાવે છે. તેની સફર ખૂબ મુશ્કેલીઓ ભરી રહી છે. તેણે અનેક રાતો ખાલી પેટ અને ઉંઘ વગર પસાર કરી છે. જોકે તેના માતા-પિતાએ હંમેશા તેનો સાથ આપ્યો હતો. તે કહે છે રે Femina Miss Indiaના સ્ટેજ સુધી તે ફક્ત પોતાના માતા-પિતા અને ભાઈના કારણે પહોચી શકી, કારણ કે તેણે માન્યાને શીખવ્યું કે જો તમારા પર ખૂબ વિશ્વાસ છે તો તમારૂ સપનું પૂરૂ થઈ શકે છે.

માન્યા કહે છે, મારૂ બેકગ્રાઉંડ હંમેશાથી મારી તાકાત રહી છે. આપણે હંમેશા જમીનથી જોડાયેલું રહેવું જોઈએ. તમે ઈચ્છો ગમે તેટલું આકાશ સ્પર્શી લો. તમારૂ માથું હંમેશા ઉંચું રહેવું જોઈએ અને તમારા પગ જમીન પર રહેવા જોઈએ. સંતુલન ખૂબ જરૂરી છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *