18 ફેબ્રુઆરી 2021 રાશિફળ: આજે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાના પાત્ર બનશે આ ચાર રાશિના લોકો, જાણો કેવો રહેશે તમારો દિવસ

જ્યોતિષમાં ગુરૂને દેવાઓના ગુરૂ એટલે દેવગુરૂ માનવામાં આવ્યાં છે. આ જ કારણ આ દિવસને ગુરૂવાર પણ કહેવાય છે. તેમજ ગુરૂ ગ્રહ વિદ્યાના કારક માનવામાં આવે છે. તેમનો રંગ પીળો તેમજ રત્ન પુખરાજ છે. આ દિવસના કારક દેવ સ્વયં ભગવાન વિષ્ણુ છે. આ ઉપરાંત વિદ્યાના કારક હોવાના કારણ આ દિવસ વિદ્યાના દેવી માતા સરસ્વતીની પૂજાનું વિધાન છે. આવો આજે 18 ફેબ્રુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…

મેષ રાશિ
સમય રહેતા તમારી ભૂલોને સુધારો. ઘણાં દિવસોથી અટકેલા મુદ્દાઓ આજે ઉકેલાય શકે છે. કોઈ પ્રભાવકારી વ્યક્તિથી મુલાકાત થઈ શકે છે.

વૃષભ રાશિ
નકામુ વિચારવાનું બંધ કરો. તમારા દુશ્મન નુકસાન પહોચાડી શકે છે. સાવધાન રહો. ચિંતા છોડો જે થશે તે સારૂ જ થશે.

મિથુન રાશિ
પડોશિઓથી આજે વિવાદ થઈ શકે છે. સ્વાસ્થયમાં સુધાર માટે ડોક્ટર બદલવો પડી શકે છે. મોજ-મસ્તી પર ધન ખર્ચ થશે. ભેટ મળી શકે છે. લોકોથી સંપર્ક વધશે. વાહન સુખ સંભવ છે.

કર્ક રાશિ
સમયની અસ્થિરતાથી પરેશાન રહેશો. પરિવારમાં આવેલી સમસ્યાનું નિદાન થશે. ધન પ્રાપ્તિનો યોગ છે. કાર્યસ્થળ પર આનંદમય રહેશે.

સિંહ રાશિ
આજે પણ કાર્ય પૂરા નહી થાય. ખાવા-પીવા પર નિયંત્રણ રાખો. અકસ્માત આવેલા ખર્ચથી બજેટ પ્રભાવિત થશે. કોઈથી કારણહીન વિવાદ થઈ શકે છે.

કન્યા રાશિ
વ્યાપારિક પ્રગતિનો અવસર છે. કાર્યોમાં આવી રહેલી પરેશાનીથી સ્વયંભૂ જ નીકળી જશો. વાસણ વેપારીઓ માટે સમય યોગ્ય છે.

તુલા રાશિ
ઉતાવળમાં નુકસાન થઈ શકે છે. કાનૂની કાર્યોમાં ફસાય શકો છો. નાની વાત પર વિવાદ થઈ શકે છે. ભાઈ બહેનો સાથે સમય વિતાવશો.

વૃશ્ચિક રાશિ
કાર્ય સ્થળ પર આવી રહેલી સમસ્યાના નિદાન માટે કાર્ય સ્થળ પર વાસ્તુ અનુસાર પરિવર્તન કરો, શીઘ્ર લાભ થશે. વિમાન પ્રવાસનો યોગ બની રહ્યો છે. પરંપરાગત કાર્યોમાં સામેલ થશો.

ધન રાશિ
એક સમય પર એક જ કામ કરો. અધિકારી વર્ગ પ્રભાવિત થશે. વિદ્યુત ઉપકરણ ખરીદી શકો છો.

મકર રાશિ
ગ્રહ અનુકૂલ છે. આજના દિવસે તમારા કાર્યોમાં ગતિ આવશે. મન પ્રસન્ન રહેશે. પ્રેમ પ્રસંગોમાં સફળતા મળી શકે છે. કુટુંબીક સહયોગ મળશે.

કુંભ રાશિ
તમારી સફળતા પાછળ તમારા પરિશ્રમન સાથે ઘણાં લોકોની દુઆ પણ છે. સ્વાસ્થ્ય પર ધન ખર્ચ થશે. દુશ્મન તમારો વિરોધ કરશે.

મીન રાશિ
કોઈ વાતથી બેચેન રહેશો. વિદેશ જવાનો યોગ છે. નવા વ્યાપાર શરૂ થશે. નિર્માણમાં કાનૂની અડચણ આવી શકે છે. તેલ વેપારી આજે વધું નફો કમાશે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *