મંદિર બહાર દુકાન ચલાવે છે સીએમ યોગી આદિત્યનાથની બહેન, પ્રસાદ અને ચા વેચીને ચલાવે છે ગુજરાન

યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સાવ સાધારણ પરિવારથી નાતો રાખે છે. તેનો પરિવાર ઉત્તરાખંડમાં રહે છે અને સામાન્ય લોકોની જેમ જીવન વિતાવે છે. તમને આ જાણીને હેરાની થશે કે એક બહેન ચા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. સીએમની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ તેઓ પોતાના પરિવારની જવાબદારી ઉઠાવવા માટે કામ કરી રહી છે.

સીએમ યોગી આદિત્યનાથની બહેનનું નામ શશિ દેવી છે. જે પોતાના પરિવાર સાથે પૌડીના કોઠાર ગામમાં રહે છે. લગ્ન પછીથી જ શશિ દેવી અહી રહે છે અને ઋષિકેશમાં ચાની દુકાન ચલાવી રહી છે. આ દુકાનથી થનારી કમાણીથી તેનું ઘર ચાલે છે. શશિ દેવીના જણાવ્યાં પ્રમાણે. તેનું કુલ બે દુકાન છે. એક દુકાન ઋષિકેશના નીલકંઠ મંદિર નજીક છે, જ્યાં તે ચા વેચે છે. બીજી દુકાન ભુવનેશ્વરી મંદિર પાસે છે. ત્યાં તેઓ દુકાનમાં પણ આ ચા, પકાડો અને પ્રસાદ વેચવાનું કામ કરે છે.

શશિદેવીના જણાવ્યા પ્રમાણે સાસરિયુ ઋષિકેશમાં છે. તેના પતિ પૂરન સિંહ પયાલ પૂર્વ ગ્રામ પ્રધાન પણ રહી ચુક્યાં છે. તેની સાથે જ નીલકંઠ મંદિર નજીક તેની એક લોજ પણ છે. જે યોગ્ય રીતે ચાલી રહી છે. તેમના ભાઈ યોગી આદિત્યનાથ વિશે વાત કરતા શશિ દેવીએ કહ્યું તે પોતાના ભાઈને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ તેને મળવાનું નથી થતું. જ્યારે તેને ખબર પડી કે તેનો ભાઈ સીએમ બની ગયાં છે તો તે દરેક સાધુમાં તેના ભાઈને જોતા હતાં. શશિ દેવીએ કહ્યું તે પોતાના ભાઈથી ઉત્તરાખંડનું પણ ભલું ઈચ્છે છે. તેનો ભાઈ તેના માટે કઈ કરે ના કરે, પરંતુ પ્રજા માટે કઈક સારૂ અવશ્ય કરે.

શશિએ જણાવ્યું કે તે જ્યારે નાની હતી તો પોતાના ભાઈ યોગીને સ્કુલ લઈને આવતી હતી અને સ્કુલથી લાવતી હતી. રક્ષાબંધન પર યોગીને જ્યારે પણ તે રાખડી બાંધવા આવતી હતી તો કહેતા હતી કે અત્યાર મારી પાસે કઈ નથી, પરંતુ જ્યારે કામ કરીશ તો તને ભેટ આપીશ.

તમને જણાવી દઈએ કે યોગી આદિત્યનાથનો આખો પરિવાર ઉત્તરાખંડમાં જ રહે છે. તેના પિતાનું નામ આનંદ સિંહ બિષ્ટ છે જે એક ફોરેસ્ટર રેન્જર હતાં. 20 એપ્રિલ 2020ના રોજ તેના પિતાનું અવસાન થઈ ગયું. તેની માતાનું નામ સાવિત્રી દેવી છે. તે કુલ સાત ભાઈઓ બહેન છે. તેની મોટી ત્રણ બહેન તેમજ એક ભાઈ છે. જ્યારે બે ભાઈ નાના છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *