નોકરીમાં આવી રહેલી સમસ્યાને દૂર કરશે આ ખાસ ઉપાય, એકવાર જરૂર પ્રયોગ કરવો જોઈએ

જીવનમાં ગ્રહ અને નક્ષત્રોના પ્રભાવથી જ્યોતિષના અનુસાર સુખ અને દુખનું ચક્ર હંમેશા ચાલતું રહે છે. સુખમાં જ્યાં આપણે કોઈ તકલીફ નથી હોતી, તેમજ દુખમાં મનુષ્ય તૂટીને વિખરાય જાય છે. આપણાં બધાના જીવનમાં કોઈ એવી તક આવે છે જ્યારે સતત સંઘર્ષ કરવો પડે છે, પરંતુ સફળતા અને સુખ ફરી પણ આપણી પહોચથી દૂર રહે છે. દુખોને દૂર કરવા માટે આપણે ઘણી પ્રકારની કોશિશ પણ કરીએ છે.

તેમજ આ જ કોશિશના હેઠળ આપણે ઘણીવાર જ્યોતિષીય ઉપાય, તંત્ર-મંત્ર, ટોટકે, જાપ, યજ્ઞ અને સાધના વગેરેનો પ્રયોગ પણ કરીએ છે. વાસ્તવમાં જ્યોતિમાં એવા અનેક ઉપાયો વિશે જણાવવા આવ્યું છે, જેમના સંબંધમાં કહેવામાં આવે છે કે તેમની મદદથી મનુષ્યઠી દુ:ખો પર ઘણાં અંશે નિયંત્રણ મેળવી શકાય છે. તેમાં ગ્રહોની શાંતિના ઉપાય, નોકરી, વ્યવસાય, સંતાન પ્રાપ્તિ, સફળતા, પિતૃ દોષ, શીઘ્ર વિવાહ સહિત ઘણી પરેશાઓના ઉપાય અને ટોટકા મુખ્ય છે.

વૈદિક જ્યોતિમાં ઉપાય
લોકોનો હિન્દુ વૈદિક જ્યોતિમાં ઊંડી આસ્થા સાથે જ વિશ્વાસ છે. આ જ કારણ બાળકના જન્મ પછીથી જ ભારતીય પરિવારમાં ઘણા પ્રકારના ધાર્મિક કર્મ કરવામાં આવે છે. આ ઉપરાંત એક નક્કી આયુષ્ય પછી તેમની જન્મકુંડળીની વિવેચન સુધી કરવામાં આવે છે જેથી આ વાતનું જાણકારી મેળવી શકાય કે તે પોતાના જીવનકાળમાં કઈ પ્રકારે પ્રગતિ કરશે, તેની રાહમાં કઈ કઈ બાધાઓ આવશે અને કઈ પ્રકાર તે પરેશાઓનું સમાધાન થશે. માનવામાં આવે છે કે જીવનના દરેક વળાંક જ્યારે સમાસ્યાઓને ઘેરી લે છે તો વૈદિક જ્યોતિષના વિભિન્ન ઉપાયો હેઠળ તેનું નિવારણ પ્રાપ્ત કરી શકાય છે.

વૈદિક જ્યોતિષમાં નોકરી
એવામાં નોકરીથી જોડાયેલા લોકોને દર વર્ષે પ્રગતિ અને વેતન વૃદ્ધિમાં પ્રતિક્ષા રહે છે. વર્ષભર શ્રેષ્ઠ પ્રદર્શન અને મહેનત કરવા પર પ્રમોશન અને પગાલ એન્ક્રીમેન્ટ મળવાથી નોકરી કરનારી દરેક વ્યક્તિ ખુશ થાય છે, પરંતુ ઘણીવાર એવું થાય છે કે નોકરી કરી રહેલા લોકોને તેની મહેનતનું ફળ નથી મળતું.

તેના પ્રમોશનાં કોઈને કોઈ પ્રકારની અડચણ અથવા બાધા જોવા મળે છે. એવા લોકો માટે વૈદિક જ્યોતિષમાં નોકરીમાં પ્રગતિના ઉપાય જણાવ્યાં છે. આ ઉપાયના માધ્યમથી નોકરી કરી રહેલા લોકો સરળતાથી પોતાની મહેનતનું ફળ પ્રમોશન અને એન્ક્રીમેન્ટના રૂપમાં મેળવશે. આવો જાણીએ નોકરીમાં પ્રગતિના ઉપાય…

જાણકારો અનુસાર, વૈદિક જ્યોતિમાં જન્મ કુંડળીના દશમ ભાવ કર્મનો ભાવ હોય છે. આ ભાવથી આપણે નોકરી અને વ્યવસાયની સમજ હોય છે. આ ઉપરાંત વ્યક્તિના સાંસારિક જીવનમાં પ્રદર્શન વિશે દશમ ભાવ અને દશમ ભાવના સ્વામી સૂચિત કરે છે. વૈદિક જ્યોતિષમાં માનવામાં આવે છે કે ઘણાં ગ્રહ દશમ ભાવ માટે લાભકારી હોય છે અને શુભ ફળ આપે છે. તેમાં સૂર્ય કાર્ય ક્ષેત્રમાં આપણું લક્ષ્ય અને મહત્વાકાંક્ષાના કારક હોય છે.

જ્યારે મંગળ ગ્રહ આપણી વ્યાવસાયિક આકાંક્ષની પૂર્તિ માટે ઉર્જા પ્રદાન કરે છે અને શ્રેષ્ઠ પ્રયત્નો માટે પ્રેરિત કરે છે. તેમજ બુધ બુદ્ધિ અને જ્ઞાનના કારક હોય છે એટલા માટે બુધના પ્રભાવથી કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળે છે. આ ઉપરાંત ગુરૂની કૃપાથી નોકરી અને વ્યવસાયમાં ઘણાં સારા અવસર મળે છે. સાથે જ કરિયરમાં ક્ષેત્રમાં વધારો થાય છે.

તેમજ શનિ દેવ જેમને કર્મ અધિકારી કહેવામાં આવે છે. તે દરેક મનુષ્યને તેમના કર્મના આધારે શુભ ફળ અને દંડ આપે છે. કાળ પુરૂષ રાશિ ચક્રમાં શનિ સ્વયં દશમ ભાવના સ્વામી છે. આ કારણથી શનિદેવ કર્મ અને કાર્ય ક્ષેત્રમાં મનુષ્યના અનુશાસન, સમર્પણ અને પ્રતિબદ્ધતા માટે પ્રેરિત કરે છે.

કુંડળીમાં દશન ભાવના સ્વામી અને દશન ભાવના પીડિત રહેવાથી આપણી પ્રોફેશનલ લાઈફમાં પરેશાનીઓ આવે છે. જ્યારે કોઈ ક્રૂર ગ્રહ દશમ ભાવમાં સ્થિત રહીને અશુભ ફળ આપે છે, તો તેમના કારણ નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં નોકરી મળવામાં વિલંબ, નોકરીથી નીકાળી દેવા, પ્રેમોશન ન મળવું, નોકરીને લઈને અસંતુષ્ટ રહેવું અને કરિયરમાં તમામ પ્રકારની પરેશાની જોવી પડે છે.

નોકરીમાં પ્રમોશન મેળવવાના જ્યોતિષી ઉપાય
કુંડળીમાં દશન ભાવના સ્વામીથી સંબંધિત મંત્રોનો જાપ કરવો જોઈએ.

જો વ્યક્તિ જુદાજુદા ગ્રહોના પ્રભાવથી પીડિત રહે છે, તો પણ નોકરીમાં પરેશાની આવે છે. તેનું સમાધાન માટે ઘરે નવગ્રહ હવન અથવા મંદિરમાં નવગ્રહ અભિષેક કરાવવો જોઈએ. આથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. નવગ્રહ હવન તેમજ અભિષેકથી રાહુ-કેતુના દોષોથી મુક્તિ મળે છે.

સૂર્યોદયના સમય સૂર્યદેવને જળ અર્પણ કરો અને ગાયત્રી મંત્ર અથવા સૂર્ય મંત્રનો જાપ કરો. આમ કરવાથી વ્યાવસાયિક જીવનમાં પ્રગિત થાય છે. સૂર્યના પ્રભાવથી મળનારી સકારાત્મક ઉર્જા મનુષ્યને જીવનમાં આવનારી મુશ્કેલીઓથી લાડવાની શક્તિ આપે છે. તેમના પ્રભાવથી તમને કાર્ય સ્થળ પર તમારા વરિષ્ઠ સહકર્મચારીઓ અને અધિકારીઓ સાથે મનમેળ બનાવી ચાલવામાં મદદ મળશે.

શનિવારના દિવસે શનિ મંદિરમાં તેલનો દીવો પ્રગટાવવાથી પણ નોકરીમાં આવી રહેલી પરેશાનીઓ દૂર થાય છે. શનિ મંત્રનો જાપ કરવાથી શનિથી સંબંધિત દુષ્ટભાવ ઘટે છે. શનિદેવની કૃપાથી મળનારી સકારાત્મક ઉર્જાથી તમારા વ્યવસાયીક જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે.


Posted

in

,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *