હનુમાનજીના મંદિરમાં રામાયણ વાંચવા પહોચ્યાં બજરંગીના દૂત, વીડિયો જોઈ સૌ કોઈએ જોડ્યા હાથ

યૂપીના પ્રતાપગઢ જિલ્લાના એક હનુમાન મંદિરમાં ગત મંગળવારને બજરંબલીની પ્રતિમા પાસે બેસીને વાનર રામાણયના પાના ફેરવતા નજર આવ્યાં. નજારો કઈક એવો હતો કે માનો વાનર રામાયણ વાંચી રહ્યો હોય. લોકોએ તેમને આસ્થાથી જોડીને વાનરના દર્શન-પૂજન કર્યું. કુંડા કોતવાળીના સુભાષનગર પોળમાં હનુમાન મંદિર છે. અહી દરેક મંગળવારે સાંજના સમયે સુંદર કાંડનો પાઠ હોય છે.

તમને જણાવી દઈએ કે, મંગળવારની સાંજે હનુમાન મંદિર પર સંગીતમયી સુંદરકાંડનો પાઠ ચાલી રહ્યો હતો. 7 વાગ્યાના આજુબાજુ પરિસરમાં એક વાનર આવ્યો હતો. તે હનુમાનજીની પ્રતિમા પાસે પહોચ્યો હતો. અહીં રામાયણનું એક પુસ્તક રાખવામાં આવ્યું હતું. વાનરે રામાયરણને ઉઠાવીને પાના ફેરવવા લાગ્યો. બીજી તરફ લોકો પાઠ કરવામાં મગ્ન હતાં. પરંતુ કોઈએ આ ઘટનાક્રમનો વીડિયા બનાવી લીધો. વાનર લગભગ 15 મીનિટ સુધી રામાયણના પાન ફેરવતા રહ્યાં.

બસ આ જ દ્રશ્ય જોઈ મંદિરમાં પાઠ કરી રહેલા હનુમાનભક્ત તેમને આસ્થાથી જોડીને જોવા લાગ્યાં. જોતા જોતમાં જ આખા ગામની ભીડ જમા થઈ ગઈ. તમામ ગ્રામીણ વાનરને હનુમાનજી રૂપ માનીને દર્શન અને પૂજન કરવા લાગ્યાં. 20 મીનિટ પછી વાનર મંદિર પરિસરથી ચાલ્યો ગયો. સુભાષ નગરના રહેવા વાળા તેમને ઈશ્વરનો ચમત્કાર માને છે. લોકો આ ઘટનાક્રમના વાયરલ વીડિયોને પણ પસંદ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *