સાડાસાતીથી બચવું છે તો કરવા જોઈએ આ ઉપાય, પ્રસન્ન થઈ જશે શનિ મહારાજ

સાડાસાતીના નામથી ઘણાં લોકો ડરી જાય છે. સૌ કોઈ બસ આ જ કામના કરે છે કે તેમના જીવનમાં સાડાસાતી ક્યારેય ન આવે. જોકે શાસ્ત્રો અનુસાર, દરેક વ્યક્તિના જીવનમાં એકવાર તો શનિની સાડાસાતી અવશ્ય આવે છે અને તેમનું શરૂ થતા જ જીવનમાં ઘણાં પ્રકારના કષ્ટ આવવા લાગે છે, પરંતુ એ જરૂરી નથી કે દરેકના જીવન પર શનિની સાડાસાતીનો નકારાત્મક પ્રભાવ જ પડે. ઘણાં લોકોના જીવન પર સાડાસાતીનો સકારાત્મક પ્રભાવ પણ પડે છે.

ક્યારે શરૂ થાય છે શનિની સાડાસાતી
પંડિતો અનુસાર, શનિ જ્યારે ચંદ્ર રાશિથી એક ભાવ પહેલા ભ્રમણ કરવાનું શરૂ કરી દે. ત્યારે વ્યક્તિના જીવનમાં શનિની સાડાસાતી શરૂ થાય છે. શનિની સાડાસાતી શરૂ થવા પર તેમને નકારો નહી. કારણ કે જે લોકોના જીવન પર શનિની સાડાસાતીની નકારાત્મક અસર પડે છે, તે લોકોનું જીવન દુ:ખોથી ભરાય જાય છે. તો આવો જાણીએ શનિની સાડાસાતીથી બચવાના ઉપાય વિશે…

જરૂર ચઢાવો સરસવનું તેલ
કહેવામાં આવે છે કે જે લોકો શનિદેવને સરસવનું તેલ અર્પણ કરે છે. તે લોકોને ક્યારેય પણ શનિદેવ કષ્ટ નથી આપતાં. એક કથા અનુસાર, શનિદેવે હનુમાનજીથી વચન આપ્યું હતું કે જે લોકો તેમની પૂજા કરતા સમય તેમને સરસવનું તેલ અર્પણ કરશે. તેમના જીવનમાં ક્યારેય દુ:ખ નહી આવે. એટલા માટે શનિવારના દિવસે તમે શનિદેવને સરસવનું તેલ અવશ્ય અર્પણ કરો.

સરસવના તેલ ઉપરાંત શનિદેવને કાળી વસ્તુ પણ અર્પણ કરવી જોઈએ. કાળો રંગ શનિદેવને ખૂબ પ્રિય છે, એટલા માટે કાળા રંગની વસ્તુ તેમને અર્પણ કરવાથી આ તમને અનુકૂળ જ ફળ આપે છે. શનિવારે શનિદેવના મંદિરે જઈને તમે તેમને કાળા તલ, કાળા વસ્ત્ર તેમજ કાળી હળદર ચઢાવી શકાય છે.

કરો કાળી વસ્તુનું દાન
શનિવારે કાળી વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ. કાળી વસ્તુનું દાન કરવાથી શનિદેવ શાંત રહે છે. શનિવારે સ્નાન કર્યા પછી મંદિરે જઈને પહેલા શનિદેવનું પૂજન કરો. ત્યારપછી વસ્તુ ગરીબ લોકોમાં વહેંચી દો. આ ઉપરાંત તમે ઈચ્છો તો ગરીબ લોકોને તળેલું ભોજન પણ ખવડાવી શકાય છે.

હનુમાનજીની પૂજા કરો
શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમજ તેમને શાંત રાખવા માટે હનુમાનજીની પૂજા કરો. શનિવારે હનુમાન અને શનિદેવની પૂજા કરવાથી આ ગ્રહ શાંત રહે છે અને સાડાસાતીના ખરાબ પ્રભાવથી રક્ષા થાય છે. હનુમાનજીની પૂજા કરતા તમે હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડનો પાઠ કરો. આમ કરવાથી શનિદેવથી મળનારા કષ્ટ ઘટવા લાગે છે.

શનિના બીજ મંત્રનો જાપ
શનિની સાડાસાતી શરૂ થવા પર તમે શનિદેવના બીજ મંત્ર ”ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનયે નમ:”નો જાપ કરો. દરેક શનિવારે મંદિરે જઈને આ જાપ કરવાથી તેમની કૃપા બની રહે છે. આ ઉપરાંત શનિ મંત્ર- ૐ શં શનૈશ્ચરાય નમ: મંત્રનો 108 વાર જાપ કરવા પણ ઉત્તમ ફળ આપે છે.

પીપળાના વૃક્ષ નજીક દીવો પ્રગટાવો
શનિની સાડાસાતી શરૂ થવા પર તમે પીપળાના વૃક્ષ નીચે એક દીવો સળગાવાનું શરૂ કરી દો. દરરોજ વિશેષ રૂપથી શનિવારના દિવસે સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષ નજીક સરસવનો દીપક સળગાવો. આ ઉપાય કરવાથી શનિથી જોડાયેલા તમામ દોષ ખતમ થઈ શકે છે.

આ વાતનું રાખો ધ્યાન
શનિવારે શનિ સ્ત્રોત પાઠ પણ કરી શકાય છે. તમે બસ આ વાતનું ધ્યાન રાખો કે તમે તેમનો પાઠ શનિદેવ મંદિર જઈને જ કરો. ક્યારેય પણ ઘરમાં શનિદેવની મૂર્તિ ન રાખો.
શનિવારે લોખંડની વસ્તુ ન ખરીદો. આ દિવસ લોખંડની વસ્તુ ખરીદવાથી શનિ ગ્રહ ભારે થાય છે.
શનિવારે ચપ્પલ અથવા કાળા શૂઝ ખરીદવાથી બચો. આ ઉપરાંત આ દિવસ કોઈથી કોઈપણ કાળી વસ્તુ પણ લેવાથી બચો.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *