કાશીના કોતવાલ બાબા કાલ ભૈરવ મંદિરમાં 50 વર્ષ પછી બની એવી ઘટના કે, શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે પડાપડી

ઉત્તર પ્રદેશના વારાણસીમાં 50 વર્ષ પછી કાશીના કોતવાલ બાબા કાલ ભૈરવે પોતાનું કલેવર છોડી દીધું છે. માનવામાં આવે છે કે જ્યારે દેશ અને દુનિયામાં કોઈ મોટી હોનારત આવવાની હોય છે તો બાબા તેમના ઉપર લઈ લે છે અને આ કારણ બાબાનો કલેવર સ્વયં છુટી જાય છે. મંદિર વ્યવસ્થાપક મહંત નવીન ગિરીએ જણાવ્યું કે લગભગ 14 વર્ષ પહેલા બાબાએ આંશિક રૂપથી પોતાનું કલેવર છોડ્યું હતું. તેમજ પાંચ વર્ષ પહેલા 1971માં કાશીના કોતવાળાએ પૂર્ણ રૂપથી પોતાનું કલેવર છોડી દીધું હતું.

ભોરમાં ગર્ભગૃહના કપાટ ખુલ્યા પછી તેમની જાણકારી થઈ. નવીન ગિરીએ જણાવ્યું કે આપણાં દાદા એ જાણાવતા હતાં કે જ્યારે બાબા સ્વયં પોતાનું પૂર્ણ કલેવર છોડી દે, ત્યારે સમજીએ કે બાબાએ દેશ અને દુનિયાની કોઈ મોટી આપત્તિ પોતાના ઉપર લઈ લીધી અને લોકોને આ હોનારતથી બચાવી લીધાં. કાલ ભૈરવ કાશીના કોટવાળ છે. માન્યતા છે કે અહી સ્વયં યમરાજની પણ નથી ચાલતી. બાબા કાલ ભૈરવે મહાદેવનો અવતાર છે અને મહાદેવે તેમને કાશીના કોટવાળ બનાવ્યાં છે. કાલ ભૈરવ વગર અહીયાથી યમરાજ પણ કોઈને નથી લઈ જઈ શકતાં.

સ્વયં નવગ્રહ બાબાની શરણ છે. અહી સામાન્ય રીતે હંમેશા બાબા પોતાની સિંદૂરી રંગના કલેવરમાં બિરાજમાન રહે છે. રોજની જેમ આરતી પછી મંદિરના મહંત અને અર્ચકોએ ગર્ભગૃહને બંધ કરી દીધું. પરંતુ જ્યારે ભોરમાં ગર્ભગૃહને અર્ચકોએ ખોલ્યું ત્યારે તમામ દંગ રહી ગયાં. મંદિરના અર્ચક રોહિતે જણાવ્યું કે બાબાએ પોતાનું કલેવર છોડી દીધું હતું અને બાળ રૂપમાં નજર આવ્યાં હતાં. ઉતાવળમાં તમામ મહંતો અને અર્ચકોને મંદિર બોલાવવામાં આવ્યાં અને ઘટનાથી વાકેફ કરાવ્યાં.

ત્યારપછી વૃદ્ધ અર્ચકો અને મહંત પરિવારના લોકોએ ધાર્મિક માન્યતા જણાવતા તેમના વિસર્જનની વાત કહી. પછી મહંત અને તમામ અર્ચકોએ ભારે-ભરખમ કલેવરને લાલ કપડામાં બાંધીને ખભા અને મસ્તક પર લઈને પંચગંગા ઘાટ પર માતા ગંગામાં વિસર્જિત કર્યું. આ દરમિયાન કાલ ભૈરવની ગલીથી લઈને પંચગંગા ઘાટના માર્ગ સુધી ડમરૂ અને શંખનાદ ગૂંજતા રહ્યાં. આ દમિયાન બાબાના દરબારના પટ બંધ રહ્યાં.

કલેરવ છોડ્યા પછી અર્ચકો દ્વારા કાલ ભૈરવના બાળ સ્વરૂપ શ્રૃંગાર અને વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું, કારણ કે ખબર ધીમે-ધીમે કાશીમાં ફેલાય ગઈ. એટલા માટે મોટી સંખ્યામાં લોકો મંદિર પહોચી ગયાં. શ્રૃંગાર અને અર્ચના પછી બાબાના કપાટ ખોલવામાં આવ્યાં. બપોર પછી બાબા કાલ ભૈરવના સિંદૂર મોમ અને દેશી ઘીથી લેપ કર્યા પછી તેમના બાળ સ્વરૂપના પરંપરાગત રીતે ચાંદીના મુખૌટા લગાવીને શ્રૃંગાર થયો અને મહાઆરતી કરવામાં આવી. બાબાનું કલેવર છોડ્યા પછી મોટી સંખ્યામાં કાશી સહિત આખા દેશના લોકો કાશીના કોતવાલના ઉબરા સુધી પહોચી રહ્યાં છે અને સ્વયં ઉપર ઉતારા કરી રહ્યાં છે. અહી અર્ચક અને બ્રાહ્મણ મંત્રોચ્ચારણ સાથે દંડ લઈને ભક્તોની કોઈ મુસીબતથી ઉતારા કરી રહ્યાં છે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *