28 ફેબ્રુઆરી રાશિફળ : આજે રવિવાર આ રાશિના લોકો પર સૂર્યદેવ વરસાવશે અપરમપાર કૃપા, જાણો કેવો રહેશે તમારો દિવસ

રવિ એટલે સૂર્ય…જ્યોતિષમાં સૂર્ય ગ્રહને રાજા માનવામાં આવે છે, તેમજ કુંડળીમાં તેમને આત્માના કારક માનવામાં આવ્યાં છે. તેમનો રંગ કેસરિયો તેમજ રત્ન માણિક્ય છે. આ દિવસના કારક દેવ સ્વયં સૂર્ય દેવ છે. જાણો આજે 28 ફેબ્રુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…

મેષ રાશિ
ગૃહસ્થ સુખ મળશે. વાણી પર નિયંત્રણ રાખો. કાર્યમાં બાધા સંભવ છે. મકાન બદલવાથી લાભ થશે. કોઈ પણ કિંમતે ઝુકવું તમને પસંદ નથી. વૈવાહિક પ્રવાસ સફળ રહેશે.

વૃષભ રાશિ
તમારા કરિયરને લઈને તમે ઈમાનદાર રહો. સંપત્તિનો મોટો સોદો થઈ શકે છે, જે લાભ આપશે, કાર્યસ્થળમાં પ્રગતિ થશે. રોકણ લાભદાયી રહેશે. થાક લાગશે.

મિથુન રાશિ
સમયના પરિવર્તનથી રાહત અનુભવશો. અનાજમાં રોકાણ શુભ રહેશે. સમજી-વિચારીને વ્યાપાર કરો નહીતર અચાનક નુકાસાન થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગ સફળ થશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે.

કર્ક રાશિ
તમારા જુસ્સાથી જ તમે પ્રગતિ કરશો. પરસ્પર વિવાદ ન કરો. શુભ સમાચાર મળી શકે છે. નોકરીમાં પ્રયત્ન વધું કરવો પડશે. નવા કપડા મળશે. માતા-પિતાની તબિયત ખરાબ થઈ શકે છે.

સિંહ રાશિ
કાર્યસ્થળ પર અધિકારીઓથી વિવાદ થશે. તમારી ભૂલના કારણ બનાવેલા કામ બગડી શકે છે. વાતચીતથી કામ બની જશે. કાર્યસિદ્ધિ થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. ધનલાભ થશે.

કન્યા રાશિ
વડીલોની વાત માની લેવી જોઈએ. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. મિત્રોથી શુભ સમાચાર મળશે. સન્માન વધશે.

તુલા રાશિ
આજે કોઈથી પણ વિવાદ ન કરો. પ્રવાસ લાભદાયી રહેશે. તમારી મહેનતથી પ્રગતિના માર્ગ ખુલશે. મૂડી રોકાણ સફળ રહેશે. તમારા અધિકારીઓનો ખોટો પ્રયોગ ન કરો.

વૃશ્ચિક રાશિ
અભ્યાસમાં રૂચિની કમી રહેશે. પગમાં પીડા રહેવાથી અસ્વસ્થ રહેશો. ઉત્તેજનાથી કાર્ય બગડશે. ખર્ચ વધશે. તણાવ તથા ચિંતા હાવી થશે. જોખમ ન ઉઠાવો.

ધન રાશિ
તમારા વ્યવસાયથી લઈને પ્રવાસ થશે. પ્રોજેક્ટ માટે નવા ભાગીદાર મળશે. ઘરની કોઈ સભ્યની ચિંતા રહેશે. અસ્વસ્થતા રહેશે. યાત્રા લાભદાયી રહેશે.

મકર રાશિ
કાર્યપ્રણાલીમાં સુધાર થશે. ભય, ચિંતા તેમજ તાણવનો મહોલ ખતમ થશે. મહેનત વધું થશે. પરિવારમાં પૂછપરછ ઘટશે. પિતા સાથે આજકાલ સારો મનમેળ રહેશે.

કુંભ રાશિ
આજનો દિવસ મહત્વપૂર્ણ છે. નવા લોકોથી થોડી સંભાળીને મિત્રતા કરો. રોકાણ શુભ રહેશે. કોઈ દેવી સ્થાનનું ભ્રમણ સંભવ છે. ધર્મ-કર્મમાં રૂચિ વધશે. રાજકીય સહયોગ મળશે. દુર્ઘટનાથી બચો. વિવાદ ન કરો.

મીન રાશિ
દિવસની શરૂઆતમાં આળસ રહેશે. વાહન,મશીનરી તેમજ અગ્નિના પ્રયોગમાં સાવધાની રાખો. વિવાદથી બચો. અતિવિશ્વાસ નુકસાન પહોચાડી શકે છે. સંતોનું સાનિધ્ય મળશે.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *