સિંગર રેણુ શર્માએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી ધનંજય મુંડે વિરૂધ બળાત્કારની ફરિયાદ કરી છે. તેણે મુંબઈના પોલીસ કમિશ્નર પરમબીર સિંહને પત્ર લખીને ફિરયાદ નોધાવી. તેણે કહ્યું કે અત્યાસુધી આ મામલોમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. તેણે આરોપ લગાવ્યાં કે ઓશિવારા પોલીસ થાણું તેની ફરિયાદ નથી નોંધાવી રહ્યું. સિંગરએ પોતાનો જીવ ખતરામાં હોવાની વાત પણ કહી છે.
સિંગર રેણુ શર્માએ ફદિયાદની કોપી સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને લોકોને આ સંબંધમાં જાણકારી આપી. મુંબઈના પોલીસ આયુક્ત પરમબીસ સિંહને લખેલા પત્રમાં તેણે ધનંજય મુંડા પર બળાત્કાર, યૌન શોષણ અને ઉત્પીડનનો આરોપો સાથોસાથ જીવન અને સંપત્તિની સલામતી માટે વિનંતી પણ કરી છે. તેણે પોતાને અપરિણત અને દેશના કાયદાનું પાલન કરનારી નાગરિકતા જણાવતા લખ્યું કે ધંનજય મુંડેએ લગ્નનું વચને આપી તેની સાથે બળાત્કાર, અકુદરતી સેક્સ, છેતરપિંડી અને યૌન ઉત્પીડન કર્યું.
સિંગરે જણાવ્યું કે, તે અને ધનંજય મુંડે એક-બીજાને 1997થી ઓળખે છે. તેણે જણાવ્યું કે ત્યારે તેની ઉંમર માત્ર 16થી 17 વર્ષ જ હતી. સિંગર રેણુ શર્માએ દાવો કર્યો છે કે તેની બહેન કરૂણાનો ધનંજય મુંડે સાથે પ્રેમ લગ્ન થયાં હતાં અને બહેનના ઘરે જ મધ્ય પ્રદેશમાં તેની પહેલા મુલાકાત મુંડેથી થઈ હતી. તેણે આરોપ લગાવ્યો છે કે 2006માં તેની બહેન પ્રસૂતિ માટે ઈન્દોર ગઈ હતી, ત્યારે ધનંજય મુંડે તેના ઘરે આવીને ધમકાવી.
ફરિયામાં શું લખ્યું?
” ધનંજય પંડિતરાવ મુંડેને ખબર હતી હતી કે હું ઘરે એકલી છું. એટલા માટે, તે રાત્રે કહ્યા વગર અચાનક ઘરે આવી ગયો. જે બાદ તેણે ઈચ્છા વિરૂધ મારી સાથે શારીરિક સંબંધ બનાવ્યો. તે રોજ 2-3 દિવસ મારી પાસે આવતો રહેતો હતો. શારીરિક સંબંધ બાધતા સમય તેણે મારો વીડિયો પણ બનાવી લીધો હતો. તે મને સતત ફોન કોલ કરીને પ્રેમ વ્યક્ત કરતો હતો. તે મને સિંગર બનાવવા માટે ફિલ્મી દુનિયાના મોટા-મોટા નિર્માતા- નિર્દેશકોથી મળાવીને બોલિવૂડમાં લોન્ચ કરવાની લાલચ આપતો હતો. ”
રણુ શર્માએ આરોપ લગાવ્યો છે કે ધનંજય મુંડેએ આ પ્રકાર લાલચ આપીને અનેક વાર ઈચ્છા વિરૂધ શારીરિક સંબંધ બનાવ્યો અને યૌન ઉત્પીડન કર્યુ. તેણે આરોપ લગાવ્યો છે કે જ્યારે તેની બહેન કરૂણા કામથી ઘરથી બહાર જતી હતી, તો મુંડે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાધતો હતો. પીડિતા અનુસાર, કરૂણા અને મુંડેની લગ્ન 1998માં થયાં હતી. તમને જણાવી દઈએ કે કે 46 વર્ષનો મુંડે ઉદ્ધવ સરકારમાં સામાજિક ન્યાય અને સ્પેશિયલ આસિસ્ટન્ટ મિનિસ્ટર છે.
સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા આપતા, ધનંજય પંડિતરાવ મુંડે કહ્યું કે આ મહિલા તેના પર અસંગઠિ આરોપ લગાવી રહી છે, કારણ કે તે મને બ્લેકમેલ કરીને પૈસા પડાવા માંગે છે. જોકે તેણે એ પણ કહ્યું કે આજથી લગભગ 18 વર્ષ પહેલા 2003માં તેનો સંબંધ આરોપ લગાવનારી રેણું શર્માની બહેન કરૂણા શર્માથી રહે છે. કરૂણાના બે બાળકો મારી સાથે રહે છે, મે તેને પોતાનું નામ પણ આપ્યું છે, અને મારી પત્ની તેમજ સગાને આ વિશે ખબર પણ છે.
ધંનજય મુડે ભાજપના દિગ્ગજ દિવંગત નેતા ગોપીનાથ મુંડેનો ભત્રીજો છે. તેણે વિધાનસભા ચૂંટણીમાં પોતાની પિતરાઈ બહેન પંકજા મુંડેને હરાવી હતી. શરદ પવારની પાર્ટી NCPના નેતા ધનંજય મુંડેને પાર્ટીએ 20214માં વિધાન વિપક્ષી નેતા બનાવ્યો હતો. તે સમયે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના સીએમ હતાં. જોકે, તેના પહેલા તે ભાજપમાં પણ ચૂક્યો છે અને નિતિન ગડકરીએ રાષ્ટ્રીય અધ્યક્ષ રહેતા તેને BJYM મહારાષ્ટ્રના અધ્યક્ષ બનાવ્યો હતો.
ઓક્ટોમ્બર 20219માં તેનું નામ ત્યારે વિવાદમાં આવ્યું હતું, જ્યારે ભાજપના નેતા અને મહાષ્ટ્રની તાત્કાલિન મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી અને તેની તેની પિતરાઈ બહેન પંકજા મુંડે વિરૂધ આપત્તિજનક ટિપ્પણીને લઈને તેના વિરૂધ કેસ નોધવામાં આવ્યો હતો. તેના વિરૂધ આઈપીસીની ધારા 500 (માનહાનિ), 509 મહિલાની ગરિમાને પહોચાડવા માટે શબ્દ, હાવભાવનો ઉપયોગ) અને 294 (સાર્વજનિક સ્થળ પર અશ્લીલ કૃત્ય)ના હેઠળ કેસ નોધવામાં આવ્યો હતો.