લખનઉમાં એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવકે આત્મહત્યા કરતા પહેલા સ્થળ પર એક સ્યુસાઈડ નોટ પણ રાખી હતી. જેમાં લખનઉમાં તૈનાત IPS પર પ્રતાડના કેસમાં ફંસાવવા અને જેલ મોકલવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સ્યુસાઈડ નોટ મળ્યા બાદ પોલીસ કમિશરને સમગ્ર મામલા પર મૃતક દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા છે.
પોલીસને સ્થળ પરથી સ્યુસાઈડ નોટ મળી
લખનઉના હસનગંજ પોલીસ સ્ટેશન સ્થિત રૈદાસ મંદિર ક્રોસિંગ પાસે રહેતા યુવકે ટ્રેન નીચે પડતુ મૂકીને આત્મહત્યા કરી લીધી છે. બુધવારે સવારે 11 વાગ્યા સચિવાલયમાં કામ કરનારા 26 વર્ષીય યુવક વિશાલ સૈનીએ સામેથી આવી રહેલી ટ્રેન સામે કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. જેમાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં તપાસ દરમિયાન ઘટનાસ્થળ પરથી પોલીસને સ્યુસાઈડ નોટ મળી હતી.
પ્રાચી સિંહ હાલમાં એડીસીપી નોર્થના પદ પર ફરજ બજાવી રહ્યા
સ્યુસાઈડ નોટ વાંચતાની સાથે જ પોલીસકર્મીઓ હેરાન રહી ગાય હતા. નોટમાં મૃતક વિશાલ સૈનીએ આઈપીએસ અધિકારી પ્રાચી સિંહને આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા. આ સાથે મહિલા આઈપીએસ અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરતા માતા-પિતાને પોતાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું. આઈપીએસ અધિકારી પ્રાચી સિંહ હાલમાં એડીસીપી નોર્થના પદ પર ફરજ બજાવી રહ્યા છે.
જાણો મૃતકે સ્યુસાઈડ નોટમાં શું લખ્યું?
મૃતક વિશાલ સૈનીએ સ્યુસાઈડ નોટમાં મહિલા IPS અધિકારી પ્રાચી સિંહ પર આરોપ લગાવ્યો છે કે મારી આત્મહત્યા માટે જવાબદાર IPS પ્રાચી સિંહ છે. જેમણે મારી કારકિર્દી ખરાબ કરી દીધી છે. તેમના કારણે હું સમાજમાં ઉંચુ પણ જોઈ શકતો નથી. IPS પ્રાચી સિંહે મને સેક્સ રેકેટમાં ફસાવ્યો છે જેના કારણે હું મારા પરિવાર સાથે નજર પણ મીલાવી શકતો નથી. વધુમાં લખ્યું કે પ્રાચી સિંહને કડક સજા મળવી જોઈએ. જેથી તે પોતાના પદનો દુરઉપયોગ ન કરે. નિર્દોષ લોકોને જેલ ન મોકલે અને પ્રમોશનના ચક્કરમાં કોઈ નિર્દોષને સજા ન આપી શકે.
મૃતક જેલમાંથી બહાર આવ્યા બાદ તેની માનસિકરૂપથી પીડિત હતો
જો કે સમગ્ર મામલે પ્રાચી સિંહે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેણે કહ્યું હતું કે હું મારી ફરજ બજાવી રહી હતી અને મારા આદેશથી જ રેડ કરવામાં આવી હતી. વિશાલના મોતથી મને પણ દુઃખ થયું છે પરંતુ મને ખબર નથી કે તેણે આત્મહત્યા કેમ કરી છે. મહત્વનું છે કે 13 ફેબ્રુઆરી IPS પ્રાચી સિંહે ઈંદિરા નગરમાં સ્ટાઈળ ઈન ધી બ્યૂટી સલૂન અને સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા હતા. જે દરમિયાન 5 મહિલાઓની અઠકાયત કરી હતી. આ સાથે જ મૃતક વિશાલને પણ જેલમાં મોકલવામાં આવ્યો હતો. જો કે તે જેલમાંથી બહાર આવ્યા બાદ તેની માનસિકરૂપથી પીડિત હતો.