જીવન જીવવા માટે આહાર ખૂબ જ જરૂરી હોય છે, આ માટે ભૂલથી પણ કોઈ એવું કાર્ય ન કરવું જોઈએ કે જેથી અન્નનું અપમાન થાય. જે લોકો અન્નનું અપમાન કરે છે તેના ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. માતા અન્નપૂર્ણા આવા લોકોથી નારાજ થઈ જાય છે, જેના કારણે ઘરના ભંડાર ખાલી થવા લાગે છે, એટલા માટે ભોજન કરતા અથવા પરોસતા સમય ખાસ સાવધાની રાખવી જોઈએ. જાણતા-અજાણતા આપણે એવા કાર્ય કરી બેસીએ છે જેથી અન્નનું અપમાન થાય છે. આપણાં વડીલો પણ આ કાર્યો કરવાની મનાય કરે છે. તો ચાલો જાણીએ આ વિશે…
થાળીમાં ભૂલથી પણ ન ધૂઓ હાથ
કેટલાક લોકોની ટેવ હોય છે કે જમ્યા બાદ થાળીમાં હાથ ધોઈ લે છે. આ ટેવ ક્યારેય યોગ્ય નથી હોતી. ભૂલથી પણ ક્યારેય ભોજન કર્યા પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ. જમ્યા પછી થાણીમાં થોડું અન્નનું કણ બચ્યું રહે છે. માન્યતા છે કે જ્યારે કોઈ થાળીમાં હાથ ધોઈએ છે તો અન્નનું અપમાન થાય છે. આથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણ નારાજ થઈ જાય છે. જે લોકો આવું કરે છે તેના ઘરમાં અન્ન અને ધનની કમી આવવા લાગે છે.
થાળીમાં ન છોડા ખાવાનું
જ્યારે લોકો ખાવાનું ખાઈ છે તો હંમેશા વધું પરોસી લે છે, જેના કારણે ખાવાનું થાણીમાં ભોજન બચ્યું રહે છે. થાળીમાં ભોજન વધારવું અશુભ તો માનવામાં આવે જ છે સાથે જ આથી અન્નની બર્બાદી પણ થાય છે. લગ્ન પ્રસંગમાં હંમેશા જોવામાં આવે છે કે લોકો ભોજન લીધા બાદ બધું ખાવાનું આમ છોડી દે છે. અન્નનનો વધું બગાડ દરિદ્રતાની તરફ લઈ જાય છે.
ખાવાનું પરોસતા સમય આ વાતનું ધ્યાન રાખો
ભારતીય સંસ્કૃતિમાં પહેલા ભોજનની થાળી રાખવા માટે અલગથી એક લાકડાના પાટીયા હતાં. હવે સમય સાથે ભોજન લેવાની રીત પણ બદલાય ગઈ છે. કોઈને ભોજન પીરસતી વખતે અને આપતી વખતે થાળી હંમેશા આદરપૂર્વક ચોરસ પર રાખવી જોઈએ.
-ભોજનની થાળીને હંમેશા સન્માન સાથે બંને હાથથી પકડવી જોઈએ.
-ભોજન કરતા સમયે સૌથી પહેલા તમારા દેવી-દેવતા, માતા અન્નપૂર્ણા અને બ્રહ્મા દેવને પ્રણામ કરવું જોઈએ.
-ભોજન સમય વધું વાતચીત ક્રોધ, અપશબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ.