દર મહિને કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિને હિન્દુ કેલેન્ડરના હિસાબે કાલાષ્ટમીના રૂપમાં ઉજવવામાં આવે છે. એવામાં આ વર્ષે એટલે 2021એ મહા માસમાં કાલાષ્ટમી 4 ફેબ્રુઆરી ગુરૂવારના દિવસે આવી રહી છે. કાલાષ્ટમીના દિવસ ભગવાન શિવનું રૌદ્ર રૂપ, કાલભૈરવ ભગવાનની પૂજા કરવાનું વિધાન છે.
જાણાકારો અનુસાર, કાલાષ્ટમી પૂજા પર ભગવાન શિવનો અવતાર કાલભૈરવની આરાધના કરવામાં આવે છે. આ દિવસ વ્રતી શ્રદ્ધાળું ભોલે બાબાની કથા વાંચે તેમનું ભજન કીર્તન કરે છે. કહેવામાં આવે છે કે આ દિવસ પૂજન રાખનારા લોકોએ ભૈરવ બાબાની કથાને અવશ્ય સાંભળવી જોઈએ. આમ કરવાથી તમારી આજુબાજુ નકારાત્મક શક્તિઓ સાથે આર્થિક તંગીથી પણ રાહત મળે છે. તેમજ આ તિથિ ભગવાન ભૈરવને સમર્પિત હોવાના કારણે તેમને ભૈરવાષ્ટમી પણ કહેવામાં આવે છે. આ દિવસ ભક્ત કાલભૈરવ ભગવાનની પૂજા કરવા સાથે વ્રત પણ કરે છે. ભગવાન કાલભૈરવની પૂજા ધાર્મિક માન્યતા અનુસાર, રાત્રિના સમય કરવામાં આવે છે. આ તિથિ ભગવાન ભૈરવની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
તેમજ ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસ ભગવાન શિવે પાપિઓનો વિનાશ કરવા માટે સ્વયં રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. ભગવાન શિવના બે રૂપ વર્ણવામાં આવે છે, બટુક ભૈરવ અને કાલ ભૈરવ. જ્યાં બટુક ભૈરવ સૌમ્ય છે, તેમજ કાલભૈરવ રૌદ્ર રૂપ છે. માસિક કાલાષ્ટમીની પૂજા રાત્રે કરવામાં આવે છે. આ દિવસ કાલભૈરવની 16 પ્રકારની પૂજા-અર્ચના કરવામાં આવે છે. રાત્રે ચંદ્રમાને જળ અર્પણ બાદ આ વ્રત પુરૂ માનવામાં આવે છે.
કાલાષ્ટમી: મળે છે શુભ પરિણામ
કાલાષ્ટમીના પાવન દિવસ ભૈરવ બાબાની પૂજા કરવાથી શુભ પરિણામ મળે છે. આ દિવસ ભૈરવ બાબાની પૂજા હોય છે, આ દિવસ શ્રી ભૈરવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ભૈરવા બાબાની પૂજા કરવાથી વ્યક્તિ નિરોગી રહે છે.
કાલાષ્ટમીના પાવન દિવસ શ્વાનને ભોજન કરાવવું જોઈએ. આમ કરવાથી ભૈરવ બાબા પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ભૈરવ બાબાનું વાહન શ્વાન હોય છે, આ માટે આ દિવસ શ્વાનને ભોજન કરાવવાથી વિશેષ લાભ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસ વ્રત રાખવાથી ભૈરવ બાબાના આશીર્વાદ મળે છે. જો સંભવ હોય તો આ દિવસ ઉપવાસ પણ રાખવો જોઈએ. આ દિવસ વ્રત રાખવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
કાલાષ્ટમીનું શુભ મુહૂર્ત
2021: મહા માસ કૃષ્ણ અષ્ટમી તિથિ 4 ફેબ્રુઆરી ગુરૂવારનો દિવસ અષ્ટમી તિથિ આરંભ- 4 ફેબ્રુઆરી 2021 દિવસ ગુરૂવાર 12 વાગે 7 મીનિટથી અષ્ટમી તિથિ સમાપ્ત-5 ફેબ્રુઆરી 2021 દિવસ શુક્રવાર રાત્રે 10 વાગે 7 મીનિટ સુધી
કાલાષ્ટમી પૂજા-વિધિ-ભગવાન ભૈરવની કૃપા માટે
નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કાલાષ્ટમીના દિવસ કાલભૈરવ અને માતા દુર્ગાની પૂજા કરનારને જીવનના તમામ કષ્ટો દૂર થઈને દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો આ રાત્રે દેવી મહાકાલીની વિધિવત પૂજા તેમજ મંત્રનો જાપ અર્ધ રાત્રે કરવામાં આવે તો ભક્તોને શુભ પરિણામ મળે છે. પૂજા કરતા પહેલા રાત્રે માતા પાર્વતી અને ભગવાન શિવની કથા વાંચવી અથવા સાંભળવી જોઈએ. આ દિવસ વ્રતીને ફલાહાર જ કરવું જોઈએ. તેમજ કાલભૈરવની સવારી શ્વાનને કહેવામાં આવે છે, આ માટે આ દિવસ શ્વાનને ભોજન અવશ્ય કરાવવું જોઈએ. તમારી મનોકામની પૂર્ણ કરવા માટે કાલાષ્ટમીના દિવસ આ ભૈરવ મંત્રનો જાપ સવારે- સાંજે 108 વાર કરવો જોઈએ. આ દિવસ વ્રત અને પૂજન કરવાથી સાથે જ ભૈરવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આથી ભગવાન કાલભૈરવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
કાલાષ્ટમીનું મહત્વ
કાલાષ્ટમીના દિવસ જે ભક્ત પૂરી નિષ્ઠા અને નિયમ સાથે ભગવાન કાલભૈરવની પૂજા અને વ્રત કરે છે, તેને દરેક પ્રકારનો ભય, સંકટ અને શત્રુ બાધાથી મુક્તિ મળે છે. સામાન્ય મનુષ્યે ભગવાન કાલભૈરવના બટુક રૂપની પૂજા કરવી જોઈએ, કારણ કે તેમનું આ સ્વરૂપ સૌમ્ય છે. કાલભૈરવ ભગવાનના સ્વરૂપ અત્યંત રૌદ્ર છે, પરંતુ ભક્તો માટે તે ખૂબ જ દયાળુ અને કલ્યાણકારી છે.
કાલાષ્ટમીના દિવસ જરૂર કરો આ કામ
-કાલાષ્ટમીના દિવસ ભગવાન શિવની પૂજા કરો, આથી ભગવાન ભૈરવના આશીર્વાદ મળે છે.
-કાલાષ્ટમીના દિવસ ભૈરવ દેવતાના મંદિરમાં જઈને સિંદૂર, સરસવોનું તેલ, નારિયળ, ચણા, જલેબી ચડાવો, ભગવાનની આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
-કાલભૈરવની કૃપા મેળવવા માટે ભૈરવ દેવતાની પ્રતિમાના આગળ સરસવનું તેલનો દીવો પ્રગટાવો અને શ્રીકાળભૈરવાષ્ટકમ્ નો પાઠ કરો.
-કાલાષ્ટમીના દિવસથી સતત 40 દિવસ સુધી કાલભૈરવના દર્શન કરો. આ ઉપાય કરવાથી ભગવાન ભૈરવ પ્રકટ થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે.
-ભૈરવ દેવતાને પ્રકટ કરવા માટે કાળા શ્વાનને મીઠી રોટલી ખવડાવો, ભગવાન ભૈરવ સાથે જ શનિદેવની કૃપા પણ બની રહેશે.
કાલાષ્ટમીના દિવસ ભૂલની પણ ન કરો આ કામ
-કાલ ભૈરવ જયંતી એટલે કાલાષ્ટમીના દિવસ ખોટું બોલવાથી બચો, ખોટું બોલવાથી નુકસાન તમને થશે.
-સામાન્ય રીતે બટુક ભૈરવની જ પૂજા કરવી જોઈએ, કારણ કે આ સૌમ્ય પૂજા છે.
-કાલભૈરવાની પૂજા કયારેય કોઈના નાશ માટે ન કરો.
-માતા-પિતા અને ગુરૂનું અપમાન ન કરો.
-ભગવાન શિવ અને માતા પાર્વતીના વગર કાલભૈરવની પૂજા ન કરવી જોઈએ.
-શ્વાનને મારશો નહી. સંભવ હોય તો શ્વાનને ભોજન કરાવો.