દેશ-દુનિયામાં હિન્દૂઓની આસ્થા પ્રતીક ઘણાં મંદિરો હાજર છે. સનાતન ધર્મમાં અહી દેવતાઓની પૂજાનું વિધાન છે, તેમજ શક્તિના રૂપમાં પણ દેવી માતાજીને માનવામાં આવે છે, જેમના અનેક રૂપોનું પણ વર્ણન તો છે જ, તેમજ દેવી માતાનું સિદ્ધપીઠ પણ છે. આમાંથી કેટલાક સિદ્ધપીઠ દેવભૂમિ ઉત્તરાખંડમાં પણ હાજર છે. એવામાં આજે અમે તમને એક આવા જ સિદ્ધપીઠ વિશે જણાવવા જઈ રહ્યાં છે, જેમનાં સંબંધમાં માન્યતા છે કે અહી દેવીએ 12 વર્ષની કન્યાના રૂપમાં જન્મ લીધો હતો.
કાળીશિલા: અહી બાળકીના રૂપમાં પ્રકટ થયા માતાજી
કહેવાય છે કે ઉત્તરાખંડના કાળીશિલામાં માતા ભગવતીએ 12 વર્ષની કન્યાના રૂપમાં જન્મ લીધો હતો અને શુંભ નિશુંભનો વધ કર્યો હતો. અહી જ દેવભૂમિ ઉત્તરાખડમાં એક મુખ્ય સિદ્ધપીઠ છે કાળીમઠ મંદિર. જેમના પર લોકોની અતૂટ આસ્થા છે અને આ કારણથી દર વર્ષે મોટી સંખ્યામાં ભક્ત કાળીમઠ માતાજીના દર્શન માટે આવે છે.
આ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે. માન્યતા છે કે રાક્ષસોના આતંકથી પરેશાન દેવતાઓએ માતા ભગવતીની આરાધના અને તપસ્યા કરી. જે બાદ માતાએ દેવાઓઓને રાક્ષસોથી મુક્તિ અપાવી હતી. ક્રોઘના કારણ માતાજીનું શરીર કાળું પડી ગયું. દેવીએ શુંભ-નિશુંભ અને રક્તબીસનો વધ કર્યો હતો અને કાળીશિલામાં 12 વર્ષની બાળકીના રૂપમાં પ્રકટ થયાં.
સમુદ્ર કિનારાથી 3463 મીટરની ઊંચાઈ પર સ્થિતિ કાળીશિલા મંદિરમાં વર્ષભર લોકોની ભીડ જમા રહે છે. આ મંદિર ભારતના પ્રખ્યાત અને શક્તિપીઠોમાંથી એક છે. કાળીશિલા મંદિર સાધનાની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. આ સ્થાન વિંધ્યાચલની મા કામખ્યા અને જાલંધરની જ્વાળા માતાજીના સમાન ધ્યાન અને તંત્ર માટે અત્યંત ઉચ્ચ કોટિનું કહેવામાં આવ્યું છે.
સ્કંદપુરાણમાં વર્ણન
સ્કંદ પુરાણના અંતર્ગત કેદારનાથના 62 અધ્યાયમાં માતા કાળીના આ મંદિરનું વર્ણન છે. કાળીમઠ મંદિરથી 8 કિલોમીટરની ઊંચાઈ પર સ્થિત દિવ્ય શિખરને કાળીશિલાના રૂપમાં ઓળખવામાં આવે છે, ત્યાં દેવી કાળીના પગના નિશાન હાજર છે અને કાળીશિલા વિશે એ વિશ્વાસ છે કે માતા દુર્ગાએ શુંભ, નિશુભ અને રક્તબીજ દાનવનો વધ કરવા માટે કાળીશિલામાં 12 વર્ષની બાળિકા રૂપમાં પ્રકટ થયાં હતાં.
કાળીશિલામાં દેવી-દેવતાના 64 યંત્ર છે, માતા દુર્ગાને આ જ 64 યંત્રોથી શક્તિ મળી હતી. કહેવાય છે કે આ સ્થાન પર 64 જોગણીનું વિચરણ કરતું રહે છે. માન્યતા છે કે સ્થાન પર શુંભ-નિશુંભ રાક્ષસ પરેશાન દેવી-દેવતાઓએ માતા ભગવતીની તપસ્યા કરી હતી. ત્યારે માતા પ્રકટ થયા અને આતંક વિશે સાંભળીને માતાજીનું શરીર ક્રોધથી કાળું પડી ગયું અને તેમણે વિકરાળ રૂપ ધારણ કરીને યુદ્ધમાં બંને રાક્ષસનો નાશ કર્યો હતો.
સિદ્ધપીઠ કાળીમઠથી લગભગ 4 કિલોમીટરની ઊંચાઈ ચડ્યા બાદ કાળીશિલા આવે છે. તેમને ભગવતીનું સૌથી તાકાતવાન અને શિક્તશાળી મંદિરોમાંથી એક કહેવામાં આવે છે. સ્કંદ પુરાણના અંતર્ગત કેદારખંડના 82માં અધ્યાયમાં આ મંદિરનું વર્ણન છે.
રૂદ્રશૂલ નામના રાજાની તરફથી અહી શિલાલેખ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે બાહ્મી લિપિમાં લખેલો છે. આ શિલાલેખોમાં પણ આ મંદિરનું પુરૂ વર્ણન છે. આ મંદિરની સ્થાપના શંકરાચાર્યએ કરી હતી. અહી માતા કાળીએ રક્તબીજ રાક્ષસનો નાશ કર્યો હતો. જે બાદ દેવી માતાએ આ જ જગ્યા પર અંર્તધ્યાન થઈ ગયાં હતાં. આજે પણ અહીયા પર રક્તશિલા, માતંગશિલા તેમજ ચંદ્રશિલા સ્થિત છે. ધર્મના જાણકારોનું પણ માનવું છે કે ઉત્તરાખંડના આ તે શક્તિપીઠ છે, જેમની સરખામણી કોઈ સાથે નથી કરી શકાતી.
international dating free dating site chatting online
dating match totally free dating sites no fees ever
Somebody essentially lend a hand to make seriously articles I might state. This is the first time I frequented your web page and so far? I surprised with the analysis you made to make this actual submit amazing. Wonderful task!
Fantastic website.온라인바카라
A lot of useful info here. I am sending it to a few buddies ans also sharing in delicious. And obviously, thank you for your effort!
I truly love your blog.. Pleasant colors & theme.“성인망가” Did you make this site yourself?