લગ્ન કરવા માટે યોગ્ય સાથી મળવી ખૂબ જરૂરી હોય છે. ત્યારે જીવનસાથીના આ તલાસને સરળ બનાવવા માટે આજકાલ ઘણી મેટ્રીમોનિયલ સાઈટ્સ ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયાનો આ જ ફાયદાનો ઉપયોગ એક મહિલાએ તેમના કૂતરાની દુલ્હન શોધવા માટે કર્યો છે. જી, હાં મહિલાએ તેમના કૂતરાને વરરાજાની જેમ સાઉથ ઈન્ડિયન પહેરવેશમાં શણગારી તેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જોકે, હાલમાં તે ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વરરાજા માટે યોગ્ય કન્યા શોધવાના હેત્તુથી કૂતરાની માલિકને તેને સજાવી તેની તસવીર શેર કરી છે. ફોટોમાં કૂતરાએ પારંપારિક મુંડૂ લુંગી અને ગુલાબી શર્ટ પહેર્યું છે. કૂતરો તેમની માલકિનની મદદથી બંને પગ ઉભા કરી જોવા મળી રહ્યો છે. તેમજ બીજી તસવીરમાં તે કેળાના પાદડા પર પરોસતા ભોજન સામે બેઠેલો જોવા મળે છે.
કૂતરોને આમ વરરાજના પહેરવેશમાં જોઈ સૌ કોઈ હેરાન છે. તો ઘણાં બધાં લોકો હસી હસીને લોટ-પોટ થઈ રહ્યાં છે. મહિલાએ તસવીર સાથે કેપ્શન લખ્યું કે જો કોઈ તેમની દિકરી માટે હેન્ડસમ મલયાલી યુવક શોધી રહ્યાં છે તો આ ડિઝર્વિંગ યુવક છે.
ખાસ વાત એ છે કે કૂતરોનો આ વરરાજાનો રૂપ જોઈ સોશિયલ મીડિયા પર તેના માટે સંબંધનો પ્રસ્તાવ પણ આવ્યો છે. ખરેખર કશ્મીરની રહેવાસી એક મહિલાએ તેમની ફીમેલ ડોગીની તસવીર પોસ્ટ કરી છે. તેણે સાથે લખ્યું તે મારી દિકરી અહી છે, તે કાશ્મીરથી છે. આ પોસ્ટને ટ્વિટર યૂઝરે શેર કરી છે. તે તેમની ડોગી માટે સારો વરરાજાની શોધ કરી રહી છે.