લુટેરી દુલ્હનના આજકાલ કિસ્સા ખૂબ વધી રહ્યાં છે, જેનો અનેક લોકો શિકાર બની રહ્યાં છે. તમે પણ અત્યારસુધી લુટેરી દુલ્હનના કિસ્સા સાંભળ્યાં હશે, પરંતુ અમે તમને એક એવી ગેંગથી અંગે જણાવી રહ્યાં છે જે અત્યાર સુધીમાં 50થી વધારે નકલી લગ્ન કરી ચૂકી છે.
વાસ્તવમાં હાલમાં જ પુણે ક્રાઈમ બ્રાન્ચે નકલી લગ્ન કરીને લોકોને લૂટનારી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને 9 મહિલાઓની ધરપકડ કરી છે. આ મહિલા અત્યંત ચાલાખીથી પોતાના નવાનવેલા પતિને છેતરીને તેના ઘરેથી ઘરેણા, પૈસા અને કિંમતી સામાન લુંટીને ફરાર થઈ જઈ હતી.
પોલીસે આ 9 મહિલાઓ સાથે 2 પુરૂષની પણ ધરપકડ કરી છે. આ નકલી લગ્ન કરાવવામાં મહિલાની મદદ કરતા હતાં. તેમજ આ ગેંગની 12 વધું મહિલાઓ અત્યારે પણ ફરાર છે. પકડાય ગયેલી આ બધી મહિલાઓની ઉંમર 22થી 35 વર્ષની વચ્ચે છે. આ લુટેરી દુલ્હન મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્નાટકમાં લોકોથી નકલી લગ્ન કરીને તેને લુટ્યાં કરતી હતી.
આ ગેંગનો પર્દાફશ ત્યારે થયો જ્યારે એક યુવકે ફરીયાદ કરીને જણાવ્યું કે કેવી રીતે જ્યોતિ પાટિલ (35)નામની યુવતીએ તેની સામે ગરીબ-બેસહારા અને અસુરક્ષિત હોવાનું નાટક કર્યું. યુવકે પણ તેના પર દયા ખાઈને જાન્યુઆરી મહિનામાં લગ્ન યોજ્યાં. પરંતુ લગ્નના થોડા દિવસ બાદ જ દુલ્હને ઘરમાં મુકેલા કિંમતી ઘરેણા અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગઈ.
પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે જ્યોતિ તો પહેલાથી પરિણત છે અને તેના બે બાળક પણ છે. જે બાદ પોલીસે તેની તપાસ કડક કરી દીધી અને જ્યોતિ સહિત તેની સાથે 9 મહિલાઓની ધરપકડ કરી લીધી. પોલીસનું માનવું છે કે આ ગેંગની લીડર જ્યોતિ પાટિલ જ છે.
પૂછપરછ દરમિયાન જ્યોતિએ આ વાતનો સ્વીકાર કર્યો કે તેણે અત્યાર સુધીમાં 5 યુવકોથી લગ્ન રચ્યાં છે. જોકે આ પાંચમાં ફક્ત એક ને જ અત્યાર સુધીમાં જ્યોતિ વિરૂધ ફરીયાદ કરી છે. એવામાં ગ્રામીણ પોલીસે એસપી અભિનવ દેશમુખનું કહેવું છે કે જો તમારી સાથે પણ આવી લૂટ અથવા છેતરપીંડિ થઈ હોય તો સામે આવીને પોલીસમાં તમારી ફરિયાદ લખાઓ. આથી કેસ વધારે મજબૂત બનશે અને આરોપીઓને કડકમાં કડક સજા મળશે.