કહેવાય છે કે ગંગા સ્નાન કરવાથી તમામ પાપ ધોવાય જાય છે. તેમાં સ્નાન કરતા લોકોને સ્વર્ગ નસીબ થાય છે. પરંતુ શું ખરેખર આવું થાય છે? આ વાતનો ખુલાસો સ્વયં ભગવાન શિવે કર્યો હતો. તેમણે માતા પાર્વતીને જણાવ્યું હતું કે કેવી રીતે લોકોને ગંગા સ્નાન પછી સ્વર્ગ નસીબ થાય છે.
સોમવતી સ્નાનનો તહેવાર હતો. ગંગા નદીના કાંઠે લાખો શ્રદ્ધાળું સ્નાન માટે આવ્યાં હતાં. આ દરમિયાન શિવ પાર્વતી ચાલવા નીકળા હતાં. ત્યારે ગંગા કિનારે ઉભેલી ભીડને જોઈ માતા પાર્વતીએ ભગવાન શિવથી આ વિશે પુછ્યું. ત્યારે ભગવાન શિવે જણાવ્યું કે આ તમામ લોકો આજે સોમવતી પર્વ પર ગંગા સ્નાન કરવા આવ્યાં છે. અહી સ્નાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
તેમના પર માતા પાર્વતીના મનમાં પ્રશ્ન ગુજ્યો કે જો ગંગામાં સ્નાન કરનારા આ બધાં લોકો સ્વર્ગ ચાલ્યાં જશે તો સ્વર્ગનું શું હશે? શું ત્યાં આટલી જગ્યા રહે છે? અને ગત વર્ષોથી જે લોકોએ ગંગા સ્નાન કર્યુ તે સ્વર્ગમાં કેમ નથી? તેમના પર ભોળાનાથે કહ્યું કે ફક્ત શરીર ભીનું કરીને ધોઈ લેવું જ કાફી નથી, મનની મલિનતા ધોવાની પણ જરૂરીયાત હોય છે. ત્યારે માતા પાર્વતીએ પૂછ્યું કે આ કેમ જાણી શકાય કે કઈ વ્યક્તિએ ફક્ત શરીર ધોયું અને કોણે પોતાનું મન પવિત્ર કરી લીધુ?
માતા પાર્વતીજીના આ પ્રશ્નનો જવાબ આપતા ભગવાન શિવજીએ કહ્યું કે હું તમને આ વાતનું એક ઉદાહરણ સમજાવું છું. હું એક કુરૂપ કોઢીનું રૂપ લઈ રહ્યો છું અને તમે એક સુંદર કન્યા બની જાઓ. પછી આપણે બંને ગંગા સ્નાન માટે જઈ રહેલા માર્ગ પર બેસી જશું. કોઈ કઈ પૂછે તો મારી જણાવેલી કહાની સંભળાવી દેજો. માતા પાર્વતીએ આવું જ કર્યું.
હવે શિવજી કુરૂપ કોઢી બનીને સુઈ ગયા અને પાર્વતી સુંદર સ્ત્રી બની તેમની બાજુમાં બેસી ગયાં. ગંગા સ્નાન માટે જઈ રહેલા તમામ લોકો તેમને ઘૂરી ઘૂરીને જોવા લાગ્યાં. આ અજીબ જોડી પર કોઈને વિશ્વાસ ન આવ્યો. બધાંએ વિચાર્યું કે એક સુંદર કન્યા આ કુરૂપ કોઢી પાસે શું કહી રહી છે. ઘણાંએ તો માતા પાર્વતીને પોતાના કુરૂપ પતિને છોડી તેની સાથે ચાલવા માટે પણ કહ્યું. આ પર માતા પાર્વતીને ગુસ્સો પણ આવ્યો પરંતુ શિવજીએ આપેલા વચન દ્વારા તેઓ શાંત રહ્યાં.
જ્યારે પણ કોઈ માતા પાર્વતીજીથી પૂરી ઘટના પૂછતા તો તે ભગવાન શિવજીએ કહેલા શબ્દોનું પુનરાવર્તન આપતાં. આ કોઢી મારા પતિ છે. તેમની ગંગામાં સ્નાન કરવાની ઈચ્છા છે. એટલા માટે એવામાં મારા ખભા પર લઈને લાવી છું. આ કહાની સાંભળીને ગંગા સ્નાન તરફ જઈ રહેલા મોટાભાગના લોકોએ માતા પાર્વતીની મદદ કરવાની જગ્યાએ તેમના પતિને છોડી દેવાની વાત કહી. તેમજ ઘણાંએ તેમને નજરઅંદાજ કરી પોતાના કામથી કામ રાખ્યું.
પછી એક સજ્જન આવ્યાં અને તે આ કહાની સાંભળી રડી પડ્યાં. તેમણે માતા પાર્વતીને પ્રણામ કર્યું અને બોલ્યાં કે તમારા જેવી સ્ત્રીને ધન્ય છે જે પતિની આવી સ્થિતિમાં પણ પત્નીનું ધર્મ નિભાવી રહી છે અને તેમની ઈચ્છાપૂર્તિ માટે તેમને ગંગા સ્નાન કરવા લઈ જઈ રહી છે. તે સજ્જન પુરૂષે માતા પાર્વતીથીને મદદ કરવાનો પ્રસ્તાવ પણ રાખ્યો. તેમણે ખૂદે કુરૂપ રૂપ ધારણ કરેલું ભગવાન શિવજીને ખભા પર ઉઠાવી લીધાં અને ગંગા કિનારા સુધી છોડવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલું જ નહી તેમણે પોતાની પાસે રાખેલા જવ પણ તેમને ખવડાવ્યાં.
આ રીતે, માતા પાર્વતીના મનની ચેતના શાંત થઈ ગઈ. તેમને સમજ આવી ગયું કે ગંગામાં સ્નાન કરવા આમ તો ઘણાં લોકો જાય છે પરંતુ મનની શુદ્ધ કરીને ફક્ત અમુક લોકો જ પરત ફરે છે. ભગવાન શિવે પણ કહ્યું કે ગંગા સ્નાનનું મહત્વ ત્યારે છે જ્યારે તમે મનની શુદ્ધિ કરી લો. બસ આવા જ લોકોને જ ગંગા સ્નાન બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
When I read an article on this topic, baccaratsite the first thought was profound and difficult, and I wondered if others could understand.. My site has a discussion board for articles and photos similar to this topic. Could you please visit me when you have time to discuss this topic?