મધ્યપ્રદેશના દમોહ જિલ્લા વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પૃથ્વી એક રહસ્યમયી દુનિયા છે. જેમાં અને રહસ્યમયી ખજાના છુપાયેલા છે. ધરતીની અંદર સોનું-ચાંદી, અમૂલ્ય રત્નોથી લઈને પટ્રોલિયમ પદાર્થ અને ગૈસના અપાર ભંડાર મળવાની સંભાવના છે. મધ્યપ્રદેશના દામોહ જિલ્લામાં આશરે 24 ગામ છે. જે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આખી દુનિયાની નજર આ ગામડાઓ પર છે. કારણ કે,અહીં મીથેન ગેસનો ભંડાર છે. કુવામાંથી ગેસ નીકળી રહ્યો છે. તો બોલિંગથી પાણીની જગ્યાએ આગ નીકળી રહી છે.
દામોહ જિલ્લાના 24 ગામડામાં લાંબા સમયથી ONGC ટીમ તપાસ કરી રહી છે. અહીં ટીમે આશરે 1120 કરોડ રૂપિયા ખર્ચ કરીને 28 કૂવા ખોદ્યા છે. જ્યારે સેમરા રામનગરના એક ગામડામાં કુવામાંથી જ્વલનશીલ ગેસ નીકળે છે. જ્યારે ONGCટીમને ખબર પડીતો તેમને અધિકારી તે જગ્યાએ તપાસ કરવા પહોંચ્યા હતાં. તેમણે આજુબાજુના વિસ્તારોમાં જોયું તો જાણવા મળ્યું હતું કે, બોરિંગના કારણે ગેસ નીકળી રહ્યો છે અને તે આગ પકડી રહ્યો છે.
ONGCની ટીમ આ ગામડામાં પહોંચી અને તપાસ હાથ ધરી હતી. 8 કૂવાની તપાસ કરી હતી. જ્યાં મીથેન ભંડાર મળવાની સંભાવના હતા. તો બીજી તરફ કમતા ગામના 12 ખેડૂતોના ખેતરમાં બોરિંગમાંથી ગેસ નીકળી રહ્યો છે. ONGCના વૈજ્ઞાનિક ડૉ. એનપી સિંહે ગેસ નીકળવાની પુષ્ટી કરી હતી.
ONGCઅધિકારીઓનું કહેવું છે કે, દમોહમાં 10થી 20 હજાર વર્ષ પહેલા જીવાશ્મ ખૂબ મોટી માત્રમાં મળ્યાં હતા. મારેલા જીવ-જંતુઓના અવશેષમાં મોટી માત્રમાં તેલે આગળ જતાં ગેસનું સ્વરૂપ લીધું હતું
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પર ઘણીવાર આ ગામમાં અચનાક બોરિંગથી ગેસની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. પરંતુ દામોહ જિલ્લાના હટા ક્ષેત્રના કમતા ગામમાં છેલ્લા બે વર્ષતી નલકૂપોના ખોદકામમાં ગેસ રિસાવની જાણકારી મળી હતી,
ગામના લોકોનું કહેવું છે કે, તેમણે પોતાના બોર મશીમાં મશીન નાખ્યું હતું. ત્યારે પાણીમાંથી ગંધ આવી રહી હતી. ત્યારબાદ તેની તપાસણી કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગઈ હતી. ત્યારબાદ આજુબાજુના ઘણાં ગામના ઘણાં લોકોએ બોરિંગ કરાવ્યું હતું.
ONGCના વૈજ્ઞાનિક ડૉ. એનપી સિંહ કાર્યયોજના બનાવી રહ્યાં હતા કે, ખોદકામ કેવી કરવું. કારણકે ઘણાં ગામમાં ગેસ મળ્યો છે.