પ્રભુ શ્રીરામએ માતા સીતાની અગ્નિ પરીક્ષા લીધી હતી. તે સમય માતા સીતાએ સળગતી ચિતાને પસાર કરવી પડી હતી. હવે કળિયુગમાં આવું જ એક વાક્ય મહારાષ્ટ્રથી સામે આવ્યું. અહી ઉસ્માનબાદમાં રહેવાસી એક વ્યક્તિએ પોતાની પત્નીથી તેની પવિત્રતા સાબિત કરવા માટે તેનો હાથ ઉકળતા તેલમાં નખવ્યો. ત્યારબાદ મહિલાએ તે તેલમાં નાખેલો પાંચ રૂપિયાનો સિક્કો બહાર નીકાળ્યો હતો. આ આખી ઘટના મહિલાના પતિએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.
આ મામલો ઉસ્માનાબાદના પરંડાથી સામે આવ્યો. અહી રહેનારી એક મહિલા ચાર દિવસ સુધી પોતાના સસુરાલથી ગાયબ હતી. મહિલાનો પતિ વ્યવસાયે ડ્રાઈવર છે. પતિ પત્ની વચ્ચે પિયર જવાને લઈને ઝઘડો થતો રહેતો હતો. ત્યાર પછી મહિલા કહ્યાં વગર ઘરેથી નીકળી ગઈ, પરંતુ પોતાના પિયર ન પહોચી. 4 દિવસ સુધી તેના પતિએ તેની શોધ કરી, પરંતુ પત્નીની કોઈ જાણકારી ન મળી. ચાર દિવસ પછી મહિલા પોતાની રીતે જ પરત આવી, જે અંગે તેણે જણાવ્યું કે તેનું બે લોકો અપહરણ કરીને તેના સાથે લઈને ગયાં, પરંતુ તેની સાથે તે લોકોએ કઈ નથી કર્યું.
પતિએ લીધી અગ્નિપરીક્ષા
પતિ-પત્ની બંને પારધી સમુદાયથી આવે છે. આ સમુદાયમાં લોકોથી સત્ય બોલાવવા માટે તેલમાં હાથ નાંખવાની પ્રથા છે. કડાઈમાં પાંચનો સિક્કો નાંખવામાં આવે છે, જેને પોતાની પવિત્રતા સાબિત કરનારૂ માણસ હાથ નાંખીને નીકળે છે. મહિલાના પતિએ તેની પોતાની પવિત્રતા સાબિત કરવા માટે તેલમાં હાથ નાંખવા કહ્યું. જેથી એ સાબિત થઈ શકે કે તેની પત્ની ખરેખર હવે પણ પવિત્ર છે કે નહીં.
વીડિયો થયો વાયરલ
આ મામલાનો વીડિયો ખૂદ મહિલાના પતિએ બનાવ્યો. વીડિયોમાં વ્યક્તિ કહેતા જોવા મળ્યો કે તેને પોતાની પત્નીનું સચ જાણવું છે. એટલા માટે તે આમ કરી રહ્યો છે. તેમજ વીડિયો વાયરલ થયાં પછી અધિકારીઓની આ મામલો સામે આવ્યો છે. હવે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મહિલા પર પવિત્રતાના નામ પર અત્યાચારના આ મામલો હવે તપાસના ઘેરામાં છે.