મંગળ દોષને ખૂબ ભયંકર માનવામાં આવે છે અને જે લોકો આ દોષથી ગ્રસ્ત થાય છે, તેમને માંગલિક કહેવામાં આવે છે. માંગલિક વ્યક્તિના જીવનમાં આ દોષ ખૂબ પરેશાની ઊભી કરે છે. જે લોકો માંગલિક હોય છે, તેમના લગ્ન થવામાં ખૂબ મુશ્કેલી આવે છે, તેમજ જો લગ્ન થઈ જાય તો જીવન સાથીનું આરોગ્ય ખરાબ રહે છે. મંગળ દોષ હોવા પર કોઈ કાર્યમાં સફળતા પણ નથી મળતી.
જે લોકોની કુંડળીમાં આ દોષ હોય છે. તેમને તેમના સંકેત મળવા લાગે છે. નીચે જણાવેલા સંકેત મળવા પર તમે સમજી લો કે તમારી કુંડળીમાં આ દોષ છે.
-મંગળ દોષ જે લોકોને હોય છે. તેમને હંમેશા ઈજા થાય છે.
-કુંડળીમાં આ દોષ થવા પર જાતકને ખૂબ ગુસ્સો આવે છે.
-માંગલિક વ્યક્તિ જે ઘરમાં રહે છે તેના ઘરમાં વીજળીનો સામાન હંમેશા ખરાબ થાય છે.
-મંગળ દોષથી પીડિત વ્યક્તિ જો સામે દેખાય છે તો પણ તમારી આંખોના કોર્નિયા તરફ દેખાય છે. આ જ પ્રકારથી સુતા સમય જે વ્યક્તિની આંખો અથવા મોં આખું બંધ ન હોય તે પણ મંગળ દોષથી પીડિત હોય છે.
જો તમારી કુંડળીમાં આ દોષ છે તો નીચે જણાવેલા ઉપાય અપનાવી શકાય છે. આ ઉપાયોને કરવાથી મંગળ દોષ ખતમ થઈ જશે. તો આવો નજર નાંખીએ મંગળ દોષથી જોડાયેલા ઉપાયો પર.
કરો લાલ રંગની વસ્તુનું દાન
મંગળ દોષ થવા પર લાલ રંગની વસ્તુનું દાન મંળવારના દિવસે કરો. મંગળ ગ્રહથી લાલ રંગ જોડાયેલો હોય છે. એટલા માટે માંગલિક લોકો મંગળવારે લાલ રંગની વસ્તુનું દાન ગરીબ લોકોને કરો.
હનુમાનજીની પૂજા કરો
હનુમાનજીનું પૂજન કરવાથી પણ આ દોષ ખતમ થાય છે. મંગળવારે સાંજે મંદિરમાં જઈને હનુમાનજીને લાલ રંગનું ફૂલ અર્પણ કરો. ત્યારપછી હનુમાનજીથી જોડાયેલા પાઠ વાંચો. હનુમાનજીથી જોડાયેલા પાઠ કરવાથી પણ આ ગ્રહ શાંત થઈ જશે. તેમજ હનુમાનજીથી જોડાયેલા પાઠ કર્યા પછી તેમના ચરણોથી સિંદૂર લઈને માથા પર લગાઓ. મંગળવારના દિવસે વાનરોને કેળું પણ ખવડાવો. આમ કરવાથી પણ આ દોષનો પ્રભાવ ઘટવા લાગે છે.
લગાઓ લાલ રંગનો છોડ
મંગળવારના દિવસે ઘરમાં લાલ રંગનો છોડ લગાવો. તમે આ છોડને તમારા ઘરમાં જ લગાઓ અને રોજ તેમાં જળ નાંખો. જો તમે કોઈ લાલ રંગના ફળનો છોડ લગાવો છો, તો મંગળવારે આ ફળનું સેવન કરો.
નાના-ભાઈ બહેનોનું રાખો ધ્યાન
જે લોકોને મંગળ દોષ હોય છે તેમણે પોતાના નાના ભાઈ-બહેનોની ખૂબ સેવા કરવી જોઈએ. આમ કરવાથી પણ આ દોષ ઘટવા લાગે છે અને આ દોષથી નુકસાન પણ નથી પહોચતું. આ ઉપરાંત લાલ ગાયની સેવા પણ કરો. લાલ ગાયને ગોળ અને ચણા ખવડાવો.