આપણાં દેશમાં તીર્થ-સ્થાનોમાં પૂજા-પાઠથી લઈને તમામ પ્રકારની પરંપરાઓ છે. પૂજાને લઈને વ્યક્તિ માટે ઘણી પ્રકારના નિયમ પણ છે. જેમ કે દેશના કેટલાક મંદિરોમાં જ્યાં મહિલાઓના પ્રેવશની મનાય હોય છે, તેમજ કેરળમાં એવું મંદિર છે ત્યાં પુરૂષોને પ્રવેશ કરવાનો પ્રતિબંધ છે. આ મંદિરમાં પ્રવેશ કરવા માટે પુરૂષોને મહિલાઓની જેમ 16 શણગાર કરવો પડે છે. પુરૂષોને પૂજા કરવા માટે મહિલાઓના કપડા પહેરવા પડે છે.
કરેળના કોલ્લમ જિલ્લામાં સ્થિત આ મંદિર શ્રી કોત્તાનકુલાંગરા દેવીનું છે. આ મંદિરના નિયમ અનુસાર, અહી ફક્ત મહિલાઓ અને કિન્નર જ પ્રવેશ કરી શકે છે. તેમજ પુરૂષોના પ્રેવશ માટે સ્ત્રીનો વેશ ધારણ કરવો પડે છે. આ મંદિરમાં ન ફક્ત મહિલાઓ અને કિન્નર મોટી સંખ્યામાં દેવી માતાની પૂજા માટે આવે છે, પરંતુ પુરૂષ પણ નિયમ અનુસાર, મહિલાઓના કપડા પહેરીને પૂજા કરે છે.

શ્રી કોત્તાનકુલાંગર દેવી મંદિરમાં દર વર્ષે ચામ્યાવિલક્કૂનો પર્વ વિશેષ રૂપથી મનાવવામાં આવે છે. જેમાં ઉપસ્થિત રહેવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં પુરૂષ શ્રદ્ધાળું આવે છે. જેમને મંદિરમાં પ્રવેશ માટે ન ફક્ત સ્ત્રોઓના કપડા પહેરવા પડે છે પરંતુ મહિલાઓ જેમ 16 શણગાર થઈને ઘરેલા, ગજરો વગેરે લગાવવો પડે છે.

ચામ્યાવિલક્કૂ તહેવારમાં સામેલ થઈ રહેલા પુરૂષ શ્રદ્ધાળુઓને શણગાર માટે એક અલગથી મેકઅપ રૂમ બનાવવામાં આવ્યાં છે. ત્યાં તે મહિલાઓની જેમ 16 શણગાર કરે છે. આ મંદિરમાં પ્રવેશ માટે ભલે જ કપડા વગેરેને લઈને નિયમ હોય પરંતુ ઉંમરનો સાથે કોઈ બંધન નથી. અહી દરેક ઉંમરના પુરૂષ મહિલાઓની જેમ શ્રૃગાંર કરીને પ્રવેશી શકે છે અને દેવી માતાનું પૂજન કરી શકે છે.

શ્રી કોત્તાનકુલાંગરા દેવી મંદિરની ખાસ વાત એ છે કે તેમના ગર્ભગૃહ ઉપર છાપરુ અને કળશ નથી. માન્યતા એ પણ છે કે અહી દેવી સ્વયં પ્રકટ થયાં હતાં. દેવી માઁના પૂજન માટે મોટી સંખ્યામાં કિન્નર આવે છે.
માન્યતા છે કે જ્યારે કેટલાક ભરવાડોએ શ્રી કોત્તાનકુલાંગરા દેવીની શિલાને( પથ્થર) પહેલી વાર જોઇ હતી, ત્યારે તેઓએ કપડાં, ફૂલો વગેરે અર્પણ કરીને દેવીની પૂજા કરી હતી. જેના પછી દેવીની આ શિલામાંથી દૈવી શક્તિ બહાર આવવા લાગી. આ પછી મંદિર બનાવવામાં આવ્યું. જોકે, આ મંદિર વિશે એવી પણ દંતકથા છે કે જ્યારે કેટલાક લોકોએ અહીં આ શાલિ પર નાળિયેર ફોડ્યું ત્યારે આ શિલામાંથી લોહી નિકળવાનુ લાગ્યું હતું. તે ચમત્કાર જોયા પછી લોકોએ આ શક્તિપીઠ પર પૂજા કરવાનું શરૂ કર્યું.