પળભરમાં મોત નોતરી શકે છે આ સુંદર દેખાતા ફૂલ
પળભરમાં મોત નોતરી શકે છે આ સુંદર દેખાતા ફૂલ

પળભરમાં મોત નોતરી શકે છે આ સુંદર દેખાતા ફૂલ

સુંદરતા, શરીરની હોય કે મનની, એને વધુ નીખારવાનું કામ ફૂલ કરે છે. એટલે જ તો, લાગણીના દરેક ભાવને ફૂલથી વ્યક્ત કરાય છે. પછી એ લાગણી પ્રેમની હોય કે શોકની. ફૂલ દરેક ભાવ સાથે જોડાયેલા છે, પણ શું તમે જાણો છો કે, દુનિયામાં કેટલાંક એવા પણ ફૂલ છે જે માણસને મોતના દરવાજા બતાવે છે.

ખરેખર…આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ વાસ્તવિકતા છે. જેનો એક પુરાવો વર્ષ 2014માં બ્રિટનના દેહાતમાં જોવા મળ્યો હતો. અહીંના એેક મોટા ખેતરની દેખરેખ માટે માળી રાખ્યો હતો. એક દિવસ જાણવા મળ્યું કે, માળીના શરીરે એકાએક કામ કરવાનું બંધ કરી દીધું. એના થોડાક જ કલાકમાં તેનું અચાનક મોત થયું. તપાસમાં પણ મોતનું કારણ જાણવા મળ્યું નહોતું. જો કે, બાદમાં જાણવા મળ્યું કે, તેની મોત એક લોકપ્રિય છોડના કારણે થયું હતું. આ ફૂલના છોડનું નામ એકોનિટમ છે. જેના બીજા પણ ઘણાં નામ છે જેમ કે, ભેડિયે દુશ્મન, શેતાન કી હેલ્મેટ, ક્વીન ઓફ પ્લાયજન્સ. આ કોમળ ફૂલના આવા ખતરનાક નામ એમ જ નથી મળ્યું એની પાછળ કારણ છે. આ એકોનિટમ દુનિયાનો સૌથી ખતરનાક છોડ છે. જે વ્યક્તિના ધબકારની ગતિ ધીમી કરી દે છે. જેના કારણે વ્યક્તિનું મોત થાય છે.

આ ફૂલનો સૌથી ઝેરીલો ભાગ તેના મૂળ હોય છે. જેના અંશ પાનમાં પણ હોય છે. બંનેમાં ન્યૂરોટૉક્સિન એટલે કે, એક જાતનું ઝેર હોય છે. જેની અસર માણસના મગજ પર થાય છે. ધીમે- ધીમે શરીરની ચામડી સુકાતી જાય છે. શરીરમાં એક ઝણઝણાટી પેદા થાય છે અને શરીર જકડવા લાગે છે. ભૂલથી પણ જો કોઈ આ ફૂલ કે પાન ખાઈ લે તો તેને તરત જ ઉલ્ટી થવા લાગે છે.

2010માં બ્રિટેનમાં મૂળ ભારતીય લખવીર સિંહ નામની મહિલા હત્યાના કેસમાં દોષી સાબિત થઈ હતી. તેણે પોતાના પ્રેમીને કઢીમાં એકોનાઈટ ભેળવીને આપી હતી. જેના કારણે તેની પાચનશક્તિ બગડવા લાગી હતી. ધીમે-ધીમે હદયના ધબકારા પણ ઓછા થઈ ગયા અને આખરે તેનું મોત થયું હતું. પરંતુ દર વખતે આવું જ થાય એ જરૂરી નથી. રૉબર્ટસન નામના નિષ્ણાતે જણાવ્યું હતું કે, ઘણી વખત કેટલાંક લોકો ઉલ્ટી કરવાની ક્ષમતાના કારણે બચી પણ જાય છે.

રૉબર્ટસને કહ્યું હતું કે, મેં એવા કેટલાંક લોકો સાથે મુલાકાત કરી છે. જે ઝેર ખાધા પછી જીવીત રહ્યાં હોય. એક દંપતિએ તો વળી, ભૂલથી સલાડમાં આ છોડના પાનનો ઉપયોગ કર્યો હતો. એના પછીના છેલ્લા 24 કલાકમાં એમની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ હતી. જો કે, સદનસીબે બંને બચી ગયા હતા. એવી માન્યતા છે કે, આ છોડના પાનમાં ટૉક્સિન કે ઝેર પોતાની સુરક્ષા માટે વિકસિત થયેલું છે. જેનાથી છોડ કીટાણું અને જાનવરોથી પોતાની રક્ષા કરે છે.

આવો જ એક છોડ હૉગવીડ (હેરેસલિયમ માંટેગાજિએનમ) છે. આ છોડના સંપર્કમાં આવવાથી શરીરમાં બળતરા થવા લાગે છે. જો કે, ગાજર, અજમો અને લીંબુના છોડમાં પણ આ ગુણ જોવા મળે છે. જે છોડને પોતાની રક્ષા કરવામાં મદદ કરે છે.

આ રીતે દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં એટલે કે, ફ્લોરિડા અને કેરેબિયાઈ દ્વીપ પર જોવા મળતો છોડ મેનકીનીલ (હિપ્પોમાને મેનકીનીલી) પણ ખતરનાક છે. જેને સ્પર્શ કરવાની સ્પષ્ટ મનાઈ છે. વરસાદમાં તો આ છોડની પાસે ઉભું રહેવું પણ જોખમી છે. આ છોડને ભૂલથી પણ સ્પર્શ થઈ જાય તો ત્વચાને ખૂબ નુકસાન પહોંચે છે. તેમજ તેના ધુમાડાના સંપર્કમાં આવવાથી અંધાપો આવવાની અને શ્વાસને લગતી સમસ્યા થવાની શક્યતા રહે છે.

સ્વભાવિક છે કે, મેનકીનીલ છોડ આટલો ઝેરીલો છે તો, એનું ફળ પણ ઝેરી જ રહેવાનું. આ ફળનું સ્પેનિશ નામ લિટિલ એપ્પલ ઓફ ડેથ છે. જેને ખાવાથી ઉલ્ટી થઈ જાય છે. શરીરનું બધું પાણી બહાર નીકળવા લાગે છે અને આખરે વ્યક્તિનું મોત થાય છે.

બીજા એક ઝેરીલા છોડનું નામ અબરીન છે. જેનું બી પણ ખતરનાક છે. આ છોડને જો પાઉડરની જેમ ખાવામાં આવે તો તેની અસર થાય છે. જો કે, આ છોડનું બાહરી કવચ કડક હોય છે. જેને પચન થવામાં સમય લાગે લાગે છે. આધુનિક ચિકિત્સામાં ઝેરીલા છોડથી થતાં મોતની સંખ્યા ઓછી છે. પરંતુ આ છોડથી મોત થવાનું જોખમ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *