એક માતાને તેનું નવજાત બાળક જીવથી પણ વધારે વ્હાલું હોય છે. એવામાં જો તે બાળક ચોરી થઈ જાય તો તેનું કાળજું બહાર આવી જાય છે. ત્યારે આવું જ કઈક બન્યું મધ્યના પ્રદેશના સાગર જિલ્લામાં. અહી ગત સોમવારે રબીની નામની એક મહિલા તબિયત ખરાબ થવા પર હોસ્પિટલમાં પોતાનો પતિ અને બે બાળક સાથે આવી હતી.

મહિલા અને તેનો પતિ ડોક્ટરથી પાસે સારવાર કરાવી રહ્યાં હતા. એવામાં તેણે પોતાના 6 મહિનાના દીકરાને 8 વર્ષની દીકરીને સાચવવા માટે આપ્યો. 8 વર્ષની દીકરી પોતાના ભાઈને લઈને હોસ્પિટલમાં ફરવા લાગી. અહી તેને એક મહિલા મળી, જેણે બિસ્ટિક માટે બાળકીને 20 રૂપિયા આપ્યાં. મહિલાએ ભોળવીને બાળકીથી તેનો 6 મહિનાનો ભાઈ લઈ લીધો અને તેને દુકાન પર બિસ્ટિક લેવા મોકલી દીધી. જ્યારે બાળકી પાછી બિસ્ટિક લઈને આવી તો તેનો ભાઈ અને મહિલા બંને જ ગુમ હતાં.


તેની જાણકારી મળતા જ પીડિત પરિવાર ગોપાલગંજ થાણે પહોચ્યાં. ત્યાં જરૂવાખેડાના પાલીતોડા ગામના રહેવાસી બાળકના પિતા મનોજ અહિરવારએ દીકરાની ગુમ થવાની ફરિયાદ કરી. જે બાદ ગોપાલગંજ ટીઆઈ ઉપમા સિંહ, એસપી વિક્રમ સિંહ અને સીએસપી પ્રજાપતિએ મળીને બાળકને શોધી લીધું. સૌથી પહેલા હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ જોયા પરંતુ તે ખરાબ હોવાના કારણ કઈ કામ ન થઈ શક્યું. જે બાદ આખા જિલ્લામાં નાકાબંધીથી લઈને ગામે ગામ શોધ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પરિણામે માત્ર 7 કલાકમાં જ પોલીસે બાળકને શોધી કાઢ્યું.

જ્યારે મહિલા ટીઆઈ ઉપમા સિંહ બાળકને લઈને પરિવાર પાસે ગઈ તો ખુશીએ તેની આંખો ભરાય ગઈ. આખા ગામ લોકોએ પોલીસના આ પ્રયત્નોને તાળીઓ વગાડીને બિદરાવ્યું. માતા રાબીની બોલી મેડમ તમે મારા શ્વાસ પરત આપ્યાં. મને લાગ્યું હવે મારો દીકરો નહી મળે, ખબર નહી સુરક્ષિત હશે કે નહી. તેમજ 6 વર્ષના વૃદ્ધ દાદા તો પોતાના પૌત્રને જોઈને એટલા ખુશ થયાં કે પોલીસ વાળાને પગે પળીને આભાર વ્યક્ત કરવા લાગ્યાં.

આ તરફ જ્યારે ચોર મહિલાથી બાળકના ચોરી કારણ પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે હું 6 વર્ષથી માતા બનાવાની કોશિશ કરૂ છું, પરંતુ સફળતા ન મળી. સાસરિયા વાળા હંમેશા મેણા મારતા હતાં. એવામાં જ્યારે તે દિવસ મે હોસ્પિટલમાં બાળકને જોયું તે મારી નિયત બગડી. મે બાળકીને ભોળવીને બાળક ચોરી લીધું. બાદમાં મારી સાસુથી કહ્યું કે આ લો તમારો પૌત્ર. મારી સુવાવડ આજે જ થઈ છે.

જોકે સાસુને વહુની વાત પર શંકા ગઈ. ગામ લોકો પણ આ વાત પચી નહી કે મહિલા વગર ગર્ભવતીએ એક દિવસમાં માતા કેમ બની ગઈ. તાત્કાલિક આ વાત ગામમાં ફેલાય ગઈ અને કોઈએ તેની સૂચના સ્થાનિક પોલીસને પણ આપી દીધી. આ રીતે પોલીસે ગુમ થયેલા બાળકને શોધી લીધું.
