પશુપ્રેમ સારી વાત છે. જે વ્યક્તિની લાગણી અને સંવેદના દર્શાવે છે. પણ આ જ પ્રેમ અતિ થઈ જાય ત્યારે, થોડું વિચિત્ર લાગે છે. આજે અમે આવા જ પશુપ્રેમી વિશે જણાવાના છે. જેના ઘેલપણની આખું વિશ્વ નોંધ લઈ રહ્યું છે. જી હા…આવું વિચિત્ર કામ સામન્ય વ્યક્તિએ નહીં પણ એક દેશના રાષ્ટ્રપતિએ કર્યું છે.
આ રાષ્ટ્રપતિને તેના પાળતું જાનવર પ્રત્યેનો પ્રેમ એટલે હદ સુધી છે કે, આજે આ પ્રાણી તે દેશની ઓળખ બની ગયો છે. તેની મોટી-મોટી પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. જી હા..તમને જાણીને લાગશે કોણ છે આવા રાષ્ટ્રપતિ. તો તમને જણાવી દઈએ આટલું ઓછું નથી. કારણ કે, આ નેતાનો પશુપ્રેમ એટલો વધી ગયો છે કે, તેને તેના કુતરા માટે જાહેર રજા ઘોષિત કરી દીધી છે. જી હા… ખરેખર,,આ કોઈ કાલ્પનિક કહાણી નથી,પરંતુ એક સત્ય ઘટના છે. જેના વિશે આજે અમે તમને જણાવાના છે. આવો જાણીએ આ રાષ્ટ્રપતિના અનહદ પશુપ્રેમ વિશે..
એશિયન દેશ તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિ ગુરબંગુલી બર્ડીમહમદોએ સ્થાનિક કુતરાની જાતિના અલબાઈને માન આપવા રાષ્ટ્રીય રજા જાહેર કરી છે. દર વર્ષે એપ્રિલના અંતિમ રવિવારે આ રજા રહેશે. અલ્બાઈ જાતિના લોકોને અહીં ખૂબ ગમે છે. આ જાતિના કુતરા ફક્ત અહીં જ જોવા મળે છે, તેથી તે તુર્કમેનિસ્તાનની રાષ્ટ્રીય ઓળખ સાથે પણ જોડાયેલા છે.
આ કૂતરા વફાદારી માટે પ્રખ્યાત છે. તેથી જ સ્થાનિક સમાજમાં તેમને ઘણું મહત્વ આપવામાં આવે છે. આ પ્રજાતિને સિદ્ધિ અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ ગુરબંગુલીએ કુતરાની આ જાતિને સમર્પિત ઘણા પુસ્તકો અને કવિતાઓ પણ લખી છે.
ચાર રસ્તા પર કુતરાની સોનાની પ્રતિમા
અલ્બાઈની જાતિનો કુતરો તુર્કમેનિસ્તાન માટે રાષ્ટ્રીય નાયક જેવો છે અને તેની સુવર્ણ પ્રતિમા તુર્કમેનિસ્તાનની રાજધાનીમાં એક ખાસ ચોક પર મૂકવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર આ 50 ફૂટ ઉંચી પ્રતિમા કાંસાની બનેલી છે અને તેના પર 24 કેરેટ સોનાનું પડ લગાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 11 નવેમ્બરના રોજ અલ્બાઈ જાતિના આ કુતરાની વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.ખાસ બાબત એ છે કે આ જાતિની એક ભેટ તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ આપવામાં આવી હતી. જે તેમને ખૂબ ગમ્યું હતુ.