સમુદ્રમાંથી અવાર નવાર એવો ખજાનો મળી આવતો હોય છે કે જેને જોઈને સૌ કોઈ ચોંકી જાય છે. સમુદ્ર હંમેશાથી લોકો માટે રહસ્ય બનેલું છે. જેની અંદર એક અલગ જ દુનિયા બનેલી હોય છે. જ્યારે પણ સમુદ્ર વિશે વાત કરવામાં આવે ત્યારે લોકોને જાણવાની આતૂરતા સૌથી વધુ હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં યુકેના વેલ્સમાં બ્રાડ હેવન સાઉથ બીચના કિનારે લોકોની નજર એવા જીવ પર પડી છે કે જે જોઈને સૌ કોઈ જોતા જ રહી ગયા.
સોશિયલ મીડિયામાં તસવીર વાઈરલ
લોકોની જે જીવ પર નજર પડી હતી તે જીવનું મોત થઈ ચૂક્યું હતું, પણ બોડી એટલી કદાવર હતી કે જે જોઈને લોકો પણ ડઘાઈ ગયા હતા.આ વિશાળકાય જીવના મોઁઢામાં હાથી જેવા દાંત જોંવા મળ્યાં હતાં. આ મૃત પ્રાણીનું શરીર અડધુ માછલી જેવું તો અડધું ડાયનોસર દેખાતુ હતું. જેને લઈને લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. જો કે પાણીમાંથી બહાર આવેલા જીવનું મોત થયું હોવાથી તેને લેબમાં મોકલવામાં આવ્યું છે. જ્યાં તેની તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આ વિશાળકાય જીવ શું છે? બીચ પરથી લેબમાં લઈ જતાં પહેલા કેટલાક લોકોએ તેની તસવીર ખેંચી લીધી હતી. જે તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

પ્રથમવાર આવો જીવ સામે આવ્યો
વેલ્સના Pembrokeshireના road haven South Beach પર સવારે મોર્નિંગ વોકમાં નિકળેલા લોકોની નજર કિનારા પર પડેલા એક પ્રાણી પર પડી હતી. આ જીવ 23 ફુટ લાંબુ હતું પણ તેનો ચહેરો ન હતો. આ જીવને જોઈને UK Cetacean Strandings Investigation Programme ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. એક્સપર્ટ પણ જોઈને હેરાન રહી ગયા હતા. કારણ કે તેને પણ આ જીવને પહેલી જ વાર જોયો હતો. આ પહેલા આવું ક્યારેય જોવા મળ્યું ન હતું.
હાથીના દાંત જેવા દાંત શરીર પર દેખાયા
આ મૃત પ્રાણીનો વજન 36 કિલોથી પણ વધુ છે. પણ તેનું માથુ ન હતું. ગળાના કેટલાક ભાગ પર હાથી જેવા દાંત જોવા મળ્યાં હતાં. જ્યારે આ પ્રાણીનું બોડી સમુદ્રની લહેરથી કિનારા પર આવ્યું ત્યાં સુધીમાં તે સડવા લાગ્યું હતું. જેનાથી અંદાજ લગાવી શકાઈ કે તેનું મોત પાણીમાં જ થઈ ચૂક્યું હતું. માત્ર તેની બોડી જ કિનારા પર આવી હતી. એક્સપર્ટે તેની બોડીને લઈને તપાસ માટે લેબમાં મોકલી હતી.

આ જીવના બોડીને તપાસ માટે મોકલાયું
એક્સપર્ટની ટીમના મિસ્ટર વેસ્ટફીલ્ડનું કહેવું છે કે સમજમાં નથી આવતું કે આખરે આ જીવ કોણ છે? હજુ સુધી આ જીવ વિશે કોઈ માહિતી બહાર આવી નથી. જો કે આ પ્રાણીની મોટાભાગની બોડી સડી ગઈ છે. બોડીમાં મોટા મોટા ખાડા જોવા મળ્યાં હતાં. જોવામાં આ રહસ્યમય જીવ શાર્ક જેવુ જોવા મળી રહ્યું છે. પણ આ પ્રાણી શાર્ક નથી. હજુ સુધી આ જીવ વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. જો કે તપાસ બાદ જ આ જીવ શું છે તેના વિશે માહિતી મળેશે.
I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.