સનાતન ધર્મમાં દેવતાઓ માટે હપ્તામાં અલગ-અલગ દિવસ વિષેશ માનવામાં આવે છે. જેમનો આધાર કયાકને કયાક જ્યોતિષ સાથે જોડાયેલો છે. જ્યોતિષમાં ત્યાં પરાક્રમના કારક મંગળ છે, તેમજ મંગળના કારક દેવ શ્રીરામ ભક્ત હનુમાનજી છે. મંગળના કારક દેવ હોવાના કારણે જ મંગળવારના દિવસે હનુમાનજીની આરાધના કરવામાં આવે છે.
માનવામાં આવે છે કે આ દિવસ હનુમાનજીની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળી છે. તેમજ મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.
મંગળવારે ભૂલથી પણ ન કરો આ કામ
ઘણાં લોકો મંગળવારે ઘણી ભૂલો કરી બેસે છે. જેમના કારણે તેમને હનુમાનજીની કૃપાથી વંચિત રહેવું પડે છે. આજે જાણીએ મંગળવારના દિવસ કયા કામ ન કરવા જોઈએ.
ભુલથી પણ ન ખરીદો દૂધથી બનાવેલી વસ્તુ
મંગળવારે દૂધથી બનાવેલું કોઈપણ મિષ્ટાન ખરીદવું અશુભ માનવામા આવે છે. આ દિવસ ભૂલથી પણ બરફી, રબડી ન ખરીદો. તેમજ મંગળવારના દિવસ દૂધથી બનાવેલી કોઈ વસ્તુ દાન પણ ન કરવી જોઈએ. આ દિવસ હનુમાનજીને બેસન અથવા બુંદીના લાડવાનો જ ભોગ લગાવો.
મંગળવારે લોખંડનો સામાન ન ખરીદો
મંગળવારે ઘરમાં લોખંડની કોઈપણ વસ્તુ ન લાવવી જોઈએ. માનવામાં આવે છે કે આ દિવસ ચાકૂ, નેલ કટર, કાતર. અને વાહન જેવી લોખંડની વસ્તુ ન ખરીદવી જોઈએ.
શ્રૃગાંરની વસ્તુ પણ ખરીદવી હોય છે અશુભ
મંગળવારે શ્રૃંગારનો સામાન ખરીદવો અશુભ ગણાય છે. આ દિવસે ખરીદવાથી દાંપત્ય જીવનમાં પરેશાની આવે છે. તેમજ સોમવાર અને શુક્રવારના દિવસ શ્રૃંગારની વસ્તુ ખરીદવી શુભ માનવામાં આવે છે.
માંસ-મદિરાનું ન કરો સેવન
મંગળવારે ભૂલથી પણ માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિ પર મુસીબતનો પહાડ તૂટી પડે છે.
કાળા કપડા ન પહેરો
આ દિવસે કાળા કપડા ન પહેરવા જોઈએ, આ શનિનો રંગ માનવામાં આવે છે, સાથે જ આ દિવસ કાળા રંગના વસ્ત્ર ખરીદવા પણ ન જોઈએ. મંગળવારે લાલ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે. લાલ કપડા પહેરવાથી મંગળ દોષ દૂર થાય છે. તેમજ આ દિવસ પીળા વસ્ત્ર પણ પહેરી શકાય છે.
નવા કપડા ન પહેરો
મંગળવારના સંબંધમાં એ પણ માનવામાં આવે છે કે આ દિવસ નવા વસ્ત્ર ન પહેરવા જોઈએ. કપડા પછી થોડા દિવસ પહેલા જ લાવ્યાં હોય, પરંતુ તેમને પહેરવાની શરૂઆત મંગળવારથી ન કરવી જોઈએ. નવા કપડા પહેરવાનો સૌથી શુભ દિવસ ગુરૂવાર છે.
આ દિવસ વાળ-દાધી અને નખ ન કાપો
આ દિવસે વાળ, દાઢી અને નખ ભૂલથી પણ ન કાપવા જોઈએ. આમ કરવાથી હનુમાનજી તમારાથી રિસાય જાય છે.
મંગળવારે આ કાર્ય હોય છે શુભ
વૈદિક જ્યોતિષ અનુસાર, મંગળવારના દિવસ, તાંબુ, કેસર, ઘઉં, લાલ ચંદન, લાલ ગુલાબ, સિંદૂર, મધ, લાલ ફૂલ, મસૂરની દાળ, લાલ કરેણ, લાલ મરચું, લાલ પથ્થર, અને લાલ મૂંગા વગેરેનું દાન કરવું જોઈએ. આ વસ્તુનું દાન કરનારા જાતકોને શારીરિક અને માનસિક કષ્ટોથી મુક્તિ મળે છે.
-મંગળવાર બ્રહ્મચર્યનો દિવસ છે. આ દિવસ શક્તિ એકત્રિત કરવાનો દિવસ છે.
-શસ્ત્ર અભ્યાસ, શૌર્યનું કાર્ય, લગ્ન કાર્ય અથવા કોર્ટ કેસનો પ્રારંભ કરવા માટે આ ઉચિત દિવસ છે.
-વીજળી, અગ્નિ અથવા ધાતુઓની વસ્તુઓ ખરીદી-વેચાણ કરી શકાય છે
-મંગળવારે ઋણ ચૂકવવા માટે સારો દિવસ છે. આ દિવસ દેવું ચૂકવવાથી ફરી કયારેય ઋણ લેવાની જરૂર નહી પડે.
-મંગળની ખરાબ સ્થિતિમાં સફેદ રંગનું સુરમા આંખમાં નાંખવું જોઈએ. સફેદ ન મળે તે કાળુ સુરમાં નાંખો.
-મીઠી તંદૂરી રોટલી કૂતરાને ખવડાવો અથવા લાલ ગાયને રોટલી ખવડાવો.
-ફૂઈ અથવા બહેનને લાલ વસ્ત્ર દાનમાં આપો.