જો તમને એવું લાગે છે કે દુનિયામાં હિન્દુઓની સંખ્યા મુસ્લિમોથી વધારે છે તો તમે સાવ ખોટું વિચારી રહ્યાં છે. ધર્મના નામ પર આબાદીને તોલીએ તો વિશ્વમાં સૌથી વધું સંખ્યામાં ખ્રિસ્તી લોકો રહે છે. ત્યારબાદ બીજા નંબર પર આવે છે મુસ્લિમ. જી હાં, દુનિયામાં વસ્તીના હિસાબે મુસલમાનોની સંખ્યા બીજા નંબર પર છે. તેમજ હિન્દૂ ધર્મ ત્રીજા સ્થાન પર આવે છે. તમને જાણીએ આશ્ચર્ય થશે કે દુનિયામાં કુલ 197 દેશોમાં 57 દેશ ઈસ્લામિક છે. આ ઉપરાંત અન્ય દેશોમાં પણ મુસ્લિમોએ પોતાના મજબૂત જગ્યા બની ગઈ છે, જોકે આખી દુનિયામાં એક એવો દેશ છે, ત્યાં એક પણ મુસ્લિમ તમને નહી મળે. આવો જાણીએ આ અનોખા દેશ વિશે…
ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. અહી દરેક ધર્મના લોકો રહે છે અને દરેક ધર્મના લોકો પૂજા-પાઠ કરે છે. કોઈને કોઈ રોક-ટોક નથી. અહી હોળીથી લઈને ઈદ અને ગુરૂપર્વ પણ માનવવામાં આવે છે. ભારતમાં આમ તો હિન્દૂ સમાજની સંખ્યા વધું છે પરંતુ ધીમે ધીમે અહી મુસ્લિમ વર્ગ પણ પોતાની પકડ બનાવી રહ્યું છે. વાત જો દુનિયામાં ધર્મ આધારે વસ્તીની કરીએ તો કુલ 7.8 અબજ લોકોમાંથી 2.2 અબજ ખ્રિસ્તી ધર્મના લોકો રહે છે. તેની સાથે ખ્રિસ્તી ધર્મ દુનિયામાં અપનાવવામાં આવતો સૌથી મોટા ધર્મ છે.

ખ્રિસ્તી પછી ઈસ્લામનો નંબર આવે છે. દુનિયામાં 1.6 અરબ મુસ્લિમ રહે છે. સૌથી વધુ મુસ્લિમ ઈન્ડોનેશિયામાં રહે છે. અહી તેની સંખ્યા 20 કરોડ છે. એટલે આટલી મોટી આબાદી અહી ઈસ્લામને માને છે. દુનિયાના 197 દેશમાંથી 57 દેશોને મુસ્લિમ રાષ્ટ્ર જાહેર કરવા આવ્યાં છે. આથી સમજી શકાય છે કે ઈસ્લામની પકડ વિશ્વમાં કેટલી છે? હિન્દૂ મુસ્લિમમોંથી ઓછા છે. દુનિયામાં હિન્દૂ ધરમમાં માનનારા લોકોની સંખ્યા 1 અરબ છે.
વિશ્વમાં મુસ્લિમ ભલે જ પોતાની પકડ બનાવી રહ્યાં છે પરંતુ એક એવો દેશ પણ છે, જ્યાં એક પણ મુસ્લિમ નથી રહેતું. જી, હાં અમે વાત કરી રહ્યાં છે વેટિકન સિટીની. આ દેશમાં મુસ્લિમ સમાજનો એક પણ માણસ તમને નહી મળે. વેટિકન સિટી દુનિયાનો સૌથી નાનો દેશ છે. તેને ઈન્ટરનેટ માન્યતા મળી છે પરંતુ આ દેશમાં એક પણ મુસ્લિમ નથી રહેતું. આ દેશની સ્થાપના 1929માં થઈ હતી. આ દેશ ઈટલીની રાજધાની રોમની વચ્ચે વસેલો છે.
આ દેશમાં ખ્રિસ્તી ધર્મના પોપ શાસન ચાલે છે. વાત જો આ દેશની કુલ વસ્તીની કરીએ તો 2020માં માત્ર 801 રહેતા હતાં. આંકડા યૂએન વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસના આધાર પર છે. તેમાં સૌથી વધું લોકો ખ્રિસ્તી ધર્મને માને છે. દેશની વસ્તીના આધારે અહી એકપણ મુસ્લિમ નથી. અહી મુસ્લિમ ટૂરિસ્ટ બનીને આવે છે. પરંતુ કોઈને આ દેશની નાગરિકતા નથી મળી. એવામાં વેટિકન સિટી દુનિયાનો એકમાત્ર દેશ છે, ત્યાં એક પણ મુસ્લિમ નથી રહેતું.