પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ...
પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા માટે ઉતાવળા થઈ જાય છે. તો કેટલાંક ન કરવાનું કરી નાખે છે. કેટલાંક કિસ્સાઓમાં તો પતિ-પત્નિ એકબીજાને હેરાન કરવા માટે ક્રૂરતાની હદ પાર કરી નાખે છે. હાલમાં જ આવી એક ઘટના સામે આવી છે. આવો જાણીએ શું સમગ્ર ઘટના…

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પત્નીએ રાત્રે સુતા સમયે પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું હોવાની ઘટનાથી ચકચાર મચી છે. બિહાર બોર્ડર ઉપર સ્થિત તરયાસુઝાન પોલીસ સ્ટેશનના હરવંશપુટ્ટી રામપુરબંગરા ગામની આ ઘટના છે. નારાજ પત્નીને મનાવવા આવેલા પતિ સાથે દર્દનાક ઘટના ઘટી હતી. પત્નીએ બ્લેડથી પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું. જેના પગલે રાત્રે પતિને સારવાર માટે ગોપાલગંજ, બિહારની સદર હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી પ્રમાણે બિહારના ગોપાલગંજ જિલ્લાના ઉચકાગાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જમસડી ગામમાં રહેતા ગોવિંદ માંઝીના લગ્ન ચાર મહિના પહેલા ઉત્તર પ્રદેશના તરયાસુઝાનમાં આવેલા હરવંશ પટ્ટી ગામમાં રહેનારા એક વ્યક્તિ યુવતી સાથે થયા હતા.

કહેવાઈ રહ્યું છે કે, મહિલા લગ્ન બાદ પણ સંતાઈને કોઈ અન્ય યુવક સાથે ફોન ઉપર વાત કરતી હતી. આ અંગે પતિએ વિરોધ નોંધાવતા બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ પતિથી નારાજ થઈને પત્ની પોતાના પીયર ચાલી ગઈ હતી.એટલે બુધવારે સાંજે પતિ પોતાની પત્નીને મનાવવા માટે સાસરી પહોંચ્યો હતો. બીજા દિવસે ગુરુવારે રાત્રે બંને વચ્ચે ફરીથી તકરાર શરૂ થઈ હતી. જોકે પરિવારજનોએ બંનેને શાંત પાડ્યા હતા. ત્યારબાદ પતિ પત્ની અલગ-અલગ રૂમમાં ઉંઘવા માટે જતા રહ્યા હતા.

અડધી રાત્રે પતિનું કાપી નાંખ્યું ગુપ્તાંગ
અડધી રાત્રે પતિને ઊંઘતો જોઈને પત્નીએ બ્લેડ વડે તેનું ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું. પીડિતને બુમો પાડતા પરિવારના લોકો ત્યાં પહોંચતા જમાઈ લોહીથી લથપથ પડ્યો બુમો પાડતો હતો.

ગોપાલગંજમાં ચાલી રહી છે સારવાર
લોહીલુહાણ જમાઈને પરિવારના લોકો ગોપાલગંજની સદર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટના સંબંધમાં બિહારના ઉચકાગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી.