PI સસરાએ કહ્યું હું પોલીસ સ્ટેશનનો રાજા છું.. તારે નોકરાણીની જેમ જ રહેવું પડશે.. સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરવા નિકળી હતી સોનલ.. પિતાને ઓડિયો મોકલી કહ્યું મને...
PI સસરાએ કહ્યું હું પોલીસ સ્ટેશનનો રાજા છું.. તારે નોકરાણીની જેમ જ રહેવું પડશે.. સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરવા નિકળી હતી સોનલ.. પિતાને ઓડિયો મોકલી કહ્યું મને…

PI સસરાએ કહ્યું હું પોલીસ સ્ટેશનનો રાજા છું.. તારે નોકરાણીની જેમ જ રહેવું પડશે.. સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરવા નિકળી હતી સોનલ.. પિતાને ઓડિયો મોકલી કહ્યું મને…

એક પિતા પોતાની દીકરીને ખુબ લાડ પ્રેમથી ઉછેરે છે. પિતા માટે તેની દીકરી સર્વસ્વ હોય છે. જેથી તે પોતાની દીકરીને એવા હાથમાં સોંપે છે કે જે તેને ક્યારેય દુખી ન કરે. પણ ઘણી વખત છોકરો શોધવામાં કોઈ ચૂક થઈ જતી હોય છે. જેના કારણે દીકરીનુ જીવન બરબાદ થઈ જતું હોય છે. આવુ જ કંઈક થયું છે અમદાવાદમાં.

અમદાવાદના નવા નરોડામાં રહેતા અને સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASIની પુત્રી સોનલ ગઢવી પાંચ દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી. જ્યારે તે પોતાનું ઘર છોડીને ગઈ તો બે પાનાની સ્યુસાઈટ નોટ લખી હતી. જેમાં સાસરિયા દ્વારા આપવામાં આવતી વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ સાસરિયાંના ત્રાસથી કેનાલમાં પડી આત્મહત્યા કરવાની ઓડિયો-ક્લિપ મોકલી હતી. પાંચ દિવસથી શોધખોળ છતાં સોનલ ન મળતા. દીકરીના પિતાએ પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

દીકરી સોનલ ગુમ થઈ તે પહેલા પિતાને એક ઓડિયો ક્લીપ પણ મોકલી હતી. જેમાં દીકરીએ કહ્યું હતું કે મારા સસરા કહેતા કે હું આખા પોલીસ સ્ટેશનનો રાજા છું અને હું કહું એમ થાય છે. તારી શું હેસિયત છે, તું તો નોકરાણી છે. આવુ કહેતા અને મને માનસિક ત્રાસ આપતા હતા.

રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગિરીશદાન ગઢવીએ જણાવ્યું હતું કે મારી દીકરીને જમાઈ અને તેના પરિવાર દ્વારા ઘણી વખત મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. તેમ જ નાના મોટા ડબ્બા થતાં હતા. પણ અમે સમજાવીને મામલો હલ કરી લેતા હતા. પણ મારી દિકરી છેલ્લા 5 દિવસથી ગુમ થઈ ગઈ છે. તેમ છતાં તેના કોઈ સમાચાર મળ્યા નથી. ત્યારે લાચાર પિતાએ કહ્યું કે મારી દીકરી કોઈને ઝડે તો કેજો.

વધુમાં ફરિયાદમાં નોંધાવ્યું હતું કે પતિ મોબાઈલમાં ખરાબ ક્લીપ જોઈને તેવુ કરવા મજબૂર કરતો હતો. આમ સાસરિયાના લોકો નાની નાની વાત પણ દીકરીને પરેશાન કરતા હોવાનું જણાવ્યું હતું. હાલ તો પોલીસે સમગ્ર મામલે સાસરિયા સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર અમદાવાદના નરોડામાં રહેતા અને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગિરીશદાન ગઢવીની પુત્રી સોનલ ગઢવીના વર્ષ 2007માં ધર્મેન્દ્રદાન ગઢવી સાથે લગ્ન થયા હતા. બે વર્ષ સુધી લગ્નજીવન સારું ચાલ્યું હતું. આ દરમિયાન એક વખત મિસકેરેજ થયું હતું. જે સાસરિયાઓને ગમ્યુ ન હતું. જે બાદ ફરી ગર્ભવતી થતાં તેને દીકરીને જન્મ આપ્યો હતો. પણ સાસરિયાઓને પહેલા દિકરો જોતો હતો. જેને લઈને તેઓ ત્રાસ આપતા હતા. જે બાદ બીજી ડિલીવરીમાં દિકરાનો જન્મ થયો હતો. તેમ છતાં તેઓ દહેજનો સામાન માંગતા હતા.

આમ સાસરિયાંમાં તેમને ત્રાસ મળતો હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં રહેતાં હતાં અને ત્યાં પણ તેમના પતિ ‘ઘરે આવી જા, નહિતર હું મરી જઈશ’ એવા ફોન કરતો હતો, જેનાથી કંટાળીને સોનલબેન ગુરુવારે ચિઠ્ઠી મૂકીને ઘર છોડી જતા રહ્યાં હતા. આ ચિઠ્ઠીમાં તેને લખ્યું કે ‘હું મરવા જઉં છું.’ જે બાદ બપોરે 1.53 વાગ્યે પિતાને ઓડિયો-ક્લિપ પણ મોકલી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ‘તે મને વારંવાર મરવાની બીક બતાવતો હતો, તે શું મરવાનો હતો, હું જ તેને મરીને બતાવી દઈશ.’

જ્યારે સોનલના સસરા પ્રતાપદાન પોતે હું પોલીસ સ્ટેશનનો રાજા છું અને હું કહું તેમ આખું પોલીસ સ્ટેશન કરે છે તો તારી શું હેસિયત છે, તું તો નોકરાણી છે કહી ગાળો આપતા હતા. પતિ ધર્મેન્દ્રદાન મોબાઈલમાં ગંદી ક્લિપ જોઈ એવું કરતા હતા. આમ છેલ્લા પાંચ દિવસથી દિકરીની ભાળ ન મળતા પરિવાર લાચાર બન્યો છે.

Leave a Reply

Your email address will not be published.