આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી. અહીંયા દરેકે ગલીઓમાં એક ચડીને એક કલાકારો જોવા મળે છે. ખાસ વાત સંગીતની કરવામાં આવે તો ઘણા લોકોમાં સંગતીની કળા ખુબ ભરેલી જોવા મળે છે. લોકલ ટેલેન્ટની વાત કંઈક અલગ જ હોય છે. જે સોશિયલ મીડિયા દ્વારા બહાર ઉભરીને આવે છે. સોશિયલ મીડિયા દ્વારા જ લોકોની અંદર છુપાયેલું ટેલેન્ટ દુનિયાની સામે આવે છે.
મોદીએ પણ આ વીડિયોના વખાણ કર્યાં
હવે ટ્વિટર પર વાયરલ થઈ રહેલા વીડિયોને જ જોઈ લો. આ વીડિયોમાં એક ટેલેન્ટનો અતુટ ખજાનો ઉભરીને બહાર આવ્યો છે. આ વીડિયોમાં એક ઈકતાર વગાડે છે. તો બીજો ડફલી પર શૂર આપી રહ્યો છે. આ વીડિયોમાં બે યુવાનો ભગવાન શંકરનું એક ગીત ગાઈ રહ્યા છે. આ વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. લોક ગીત પર આ પ્રકારની પકડ જોઈને સૌ હેરાન રહી ગયા હતા. એવું લાગે કે આ બંને પ્રોફેશનલ ગાયક છે. તેનું હુનર એટલું વાયરલ થયું કે પીએમ મોદી પણ તેના વખાણ કરી રહ્યાં છે.

તૈમૂર કા જીજાના નામથી વીડિયો પોસ્ટ તયો
આ વીડિયોને ટ્વિટર તૈમૂરના કા જીજા નામના એક ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેને આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, સાંભળો અને અનુભવનો અહેસાસ કરો. આ ગાયકોની સામે તમામ હિરો ફેલ છે. કૃપા કરીને લોકલ ટેલેન્ટને પ્રોત્સાહન આપો અને સપોર્ટ કરો.
વીડિયોને ખુબ લાઈક મળી રહી છે
આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ વીડિયોને રિટ્વિટર કર્યો છે. તેમને રિટ્વિટનાના કેપ્શનમાં લખ્યું કે ખુબ સુંદર. આ વીડિયોને અત્યારે 10 લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યાં છે. આ વીડિયોને ખુબ લાઈક અને શેર પણ મળી રહ્યું છે. આ વીડિયોને વારંવાર જોવામાં અને સાંભળવામાં આવી રહ્યો છે.
बहुत बढ़िया! https://t.co/55ViOzefjQ
— Narendra Modi (@narendramodi) March 9, 2021
ટેલેન્ટેડ લોકોને માત્ર પાંખ આપવાની જરૂર છે
આમ આપણા દેશમાં ટેલેન્ટેડ લોકોની કોઈ કમી નથી પણ બસ તેમને એક ઉચિત મંત્ર કે એક સારૂ પ્લેટફોર્મ આપવાની જરૂર છે. હવે જોઈએ કે આ સપનાને તેના ફેન્સ કેવી ઉડાન આપી રહ્યાં છે. અમારો પણ તમને અનુરોધ છે કે જો તમારી આસપાસ પણ કોઈ આવું ટેલેન્ટ હોય તો તમે પણ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરો.