ભારતમાં એવી ઘણી જગ્યાએ છે જે રહસ્યોથી ભરાયેલી પડી છે. જેના પાછળ એવી રહસ્યમય વાતો છુપાયેલી છે જેના વિશે કદાચ ખૂબ ઓછા લોકો જાણતા હશે. તેમાંથી એક છે ઉત્તરાખંડમાં વસેલું ”ભારતનું અંતિમ ગામ” અથવા ”ઉત્તરાખંડનું અંતિમ ગામ” કહેવામાં આવે છે.
આ ગામ ચીનની સરદહથી જોડાયેલું છે. જેમનો સંબંધ મહાભારત કાળથી જોડાયેલો છે અને ભગવાન ગણેશથી પણ છે. આજે અમે તમને જણાવીશું આ ગામના ઘણાં રહસ્ય અને રોચક વાતો, જે તમને હેરાન કરી દેશે. માણા નામનું આ ગામ સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ ગામ અંદાજે 19 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું છે. પરંતુ આ ગામ શ્રાપમુક્ત અને પાપમુક્ત માનવામાં આવે છે.
માણામાં મહાભારત કાળનો બનાવેલો એક પુલ પણ છે, જેને ભીમ પુલના નામથી ઓળખવામાં આવે છે. લોકોનું માનવું છે કે જ્યારે પાડંવ આ ગામથી થઈને સ્વર્ગ તરફ જઈ રહ્યાં હતાં, ત્યારે તેમણે અહી હાજર સરસ્વતી નદીથી આગળ જવાનો રસ્તો માંગ્યો હતો, પરંતુ સરસ્વતી નદીએ રસ્તો આપવાની ના પાડી દીધી, જે બાદ મહાબલી ભીમે બે મોટા-મોટા ખડકોને ઉઠાવીવે નદીના ઉપર રાખી દીધા હતાં અને પોતાના માટે રસ્તો બનાવ્યો હતો. ત્યારબાદ આ પુલને પાર કરીને પાંડવોએ સ્વર્ગ માટે પ્રસ્થાન કર્યું હતું.
આ ઉપરાંત આ ગામના વિશે એ પણ કહેવામાં આવે છે કે જ્યારે મહર્ષિ વેદવ્યાના કહેવા પર ભગવાન ગણેશ ‘મહાભારત’ લખી રહ્યાં હતાં તો સરસ્વી નદીનો તેજ પ્રવાહ કલ કલની તેજ ધ્વનિના સાથે વહી રહ્યો હતો. જેથી ભગવાન ગણેશના કામમાં બાધા ઉત્પન્ન થઈ રહી હતી. ત્યારે ગણેશજીએ દેવી સરસ્વતીથી તેમના પાણીના ઘોઘાટ ઓછો કરવા માટે કહ્યું ,પરંતુ સરસ્વતી નદીનો અવાજ ઓછા ન થયો, તો ભગવાન ગણેશએ ગુસ્સામાં તેમને શ્રાપ આપ્યો કે આજ બાદ આથી આગળ તમે કોઈને નહી જુઓ. ત્યારથી આ ગામ શ્રાપમુક્ત થઈ ગયું.