સનાતન ધર્મમાં આમ તો ઘણાં દેવી-દેવતાઓનું વર્ણન છે. પરંતુ તેમાંથી પણ સૌથી પ્રમુખ આદિ પાંચ દેવ છે, જેમાં શ્રી ગણેશજી, ભગવાન વિષ્ણુ, માતા દુર્ગા, તેમજ દેવાધિદેવ મહાદેવ એટલે શિવ શંકર છે. દેવાધિદેવ મહાદેવ એટલે શિવ શંકરને સંહારના દેવતા માનવામાં આવે છે, તેમજ ભગવાન શિવ શીઘ્ર પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે, આ જ કારણ તેમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે.
અઠવાડિયામાં ભગવાન શિવનો દિવસ સોમવાર ગણાય છે. તેમજ વર્ષમાં આવી રહેલી લગભગ 24 પ્રદોષ વ્રત તથા 12 માસિક શિવરાત્રીના દિવસ પણ તેમની પૂજા માટે અત્યંત વિશેષ માનવામાં આવે છે. એવામાં આ વખતે 9 ફેબ્રુઆરીના રોજ પ્રદોષ (ભૌમ પ્રદોષ વ્રત (કૃષણ) ) આવી રહ્યું છે.
મંગળવારે આવી રહેલા આ પ્રદોષને ભૌમ પ્રદોષ વ્રતના નામથી ઓખવામાં આવે છે. આમ તો સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે અને આ દિવસ મહાદેવની પૂરા વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. તેમજ આ વખતે મંગળવારના દિવસે પ્રદોષ વ્રત હોવાના કારણ શિવ ભક્ત બે દિવસ તેમના આરાધ્યદેવની પૂજાનો લાભ ઉઠાવશે. અને મંગળવારના દિવસે ભૌમ પ્રદોષ વ્રત હોવાના સાથે જ ભક્તોને હનુમાનજીની કૃપા પણ ભગવાન શિવ સાથે સ્વયંભૂ જ પ્રાપ્ત થશે.
આ વ્રતને ઉત્તર ભારતમાં પ્રદોષ વ્રત અને દક્ષિણ ભારતમાં પ્રદોષમના નામથી ઓળખવામાં આવે છે. વ્રતમાં ભગવાન શિવની સ્તુતિ કરવામાં આવે છે. માન્યતા છે કે શુક્રવારે આવી રહેલા પ્રદોષ વ્રતનું અધિક લાભદાયી હોય છે.
ભૌમ પ્રદોષ વ્રત:
માનવામાં આવે છે કે આ દિવસ વ્રત કરવાથી અને ભગવાન શિવના પૂજનથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. દર મહિનાની ત્રયોદશી (તેરશ) તિથિને પ્રદોષ વ3ત રાખવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર, જે વખતે આ વ્રત મંગળવારના દિવસે આવે છે તો તેમને ભૌમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં આ વ્રત 9 તારીખે રાખવામાં આવશે.
ભૌમ પ્રદોષ વ્રતનું શુભ મુહૂર્ત
ભૌમ પ્રદોષ વ્રદ તિથિ 2021: 09 ફેબ્રુઆરી 2021
પ્રદોષ કાળમાં પૂજાનું શુભ મુહૂર્ત: 9 ફેબ્રુઆરી 2021એ સંધ્યાકાળમાં 06 વાગ્યે 03 મીનિટથી આરંભ થઈને રાત્રે 08 વાગ્યે 40 મીનિટ સુધી
માઘ માસ કૃષ્ણ ત્રયોદશી આરંભ : 9 ફેબ્રુઆરી 2021 દિવસ મંગળવાર સવારે 03 વાગ્યે 19 મીનિટથી
કૃષ્ણ ત્રયોદશી સમાપ્ત : 10 ફેબ્રુઆરી 2021 બુધવારે સવારે 02 વાગ્યે 05 મીનિટ પર
ભૌમ પ્રદોષ વ્રતનું ફળ
ભૌમ પ્રદોષના દિવસ વ્રત રાખવાથી દરેક પ્રકારની રોગોમાંથી મુક્તિ મળે છે અને આરોગ્ય લગતી તકલીફ દૂર થાય છે. બુધવારના દિવસ આ વ્રત રાખવાથી તમામ મનોકામના સિદ્ધ થાય છે.
આ ઉપરાંત જો તમે કરજમાંથી છુટકારો મેળવવા ઈચ્છો તો તેના માટે ભૌમ પ્રદોષ વ્રતના દિવસ સાંજના સમયે હનુમાનજી સામે હનુમાન ચાલીસાનો પાઠ કરો. કરજમાંથી મુક્તિ માટે આ ખૂબ લાભદાયી સિદ્ધ થાય છે. હનુમાન ચાલીસા પાઠ કર્યા પછી હનુમાનજીને બુંદીના લાડવાનો ભોગ લગાવો અને પરી પ્રસાદ વહેચો.
આ સમય કરજ મુક્તિ માટે ભૌમ પ્રદોષના રાત્રીના સમય હનુમાનજી સમક્ષ ઘીનો નવા વાટ વાળો દીવો પ્રગટાવી તેમને કરજ મુક્તિની પ્રાર્થના કરો. માન્યતા છે કે હનુમાનજીની કૃપાથી શીઘ્ર જ કરજમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત કરજથી છુટકારો મેળવવા માટે ભૌમ પ્રદોષ તિથિ પર મંગળદેવને 21 અથવા 108 નામોનો જાપ કરવો જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી ખૂબ જ જલ્દી જ કરજમાંથી છુટકારો મળે છે.
બીલિ પત્ર વગર અધૂરી રહે છે ભગવાન શિવની પૂજા
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભાંગ, ધતૂરો અને બીલિપત્ર અર્પણ કરો. માન્યતા અનુસાર, શિવલિંગ પર બીલિપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રકટ થાય છે અને બીલિ વગર તેમની પૂજા અધૂર ગણાય છે. તો જાણીએ બીલિપત્રના મહત્વ વિશે અને ભગવાન શિવને બિલીપત્ર કેમ પ્રિય છે…
બીલિપત્રનું મહત્વ
બીલીના પાનને બીલિપત્ર કહેવામાં આવે છે. બીલિપત્રમાં ત્રણ પાન એક સાથે જોડાયેલા હોય છે, પરંતુ તેમને એક પાન ગણવામાં આવે છે. બીલિપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. માનવામાં આવે છે કે ભગવાન ભોળનાથને બીલિપત્રને અર્પણ કરવાથી તમામ મનોકામનો પૂર્ણ થાય છે. બીલિપત્ર અર્પણ કર્યા વગર ભગવાન શિવની પૂજા અધૂરી માનવામાં આવે છે.
પ્રદોષ વ્રત
મુખ્ય રીતે આ વ્રત શિવ તેમજ શક્તિને સમર્પિત છે. આ વ્રત શુક્લ તેમજ કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ પર આવે છે. વર્ષ કુલ 24 પ્રદોષ વ્રત આવે છે. દરેક વારના હિસાબથી પ્રદોષ વ્રત છે. સાત વારો માટે સાત વ્રત છે. પ્રદોષ વ્રતની માન્યતા અને તેમનું ફળ વાર અનુસાર બદલી જાય છે.
મહત્વ
પ્રદોષ વ્રતમાં મહાદેવ અને માતા પાર્વતીની આરાધના કરવામાં આવે છે. વ્રતનું મહત્વ વિશે વિસ્તારથી સ્કંદ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. સાધક પ્રદોષ વ્રતનું પાલન તેમના જીવનમાં દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ માટે કરે છે. આ વ્રતને સ્ત્રી તથા પુરૂષ બંને કરી શકે છે. માનવામાં આવે છે કે આ વ્રતને કરવાથી સાધક પર ભગવાન શિવની કૃપા બની રહે છે. સાધક પોતાના પાપ કર્મોથી મુક્ત થઈ જાય છે.
પ્રદોષ વ્રદ પૂજા વિધિ
પ્રદોષ વ્રત પૂજન હેતુ સૌથી યોગ્ય સમય પ્રદોષ કાળ છે. પૂજનથી પહેલા વ્રીત સ્નાન કરીને સફેદ રંગના સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લો. જે બાદ ભગવાન શિવના મંદિરે જાઓ. મંદિર નહી જઈ શકતો તો આ પૂજન જાતક ઘરે પણ કરી શકે છે. હવે તમે શિવજીનો અભિષેક કરો અને તેમને બીલિપત્ર અર્પણ કરો. જે બાદ અગરબત્તી તેમજ ધૂપથી પૂજા કરીને ઓમ નમ: શિવાયનો જાપ કરો. જાપ પૂર્ણ થયા બાદ સાધક પ્રદોષ વ્રત કથાનું શ્રવણ અથવા પાઠ કરો. તેમના સંપન્ન થયા બાદ આરતી કરીને પ્રસાદ લોકોમાં વહેચી દો. પછી ફલાહાર કરીને આગલા દિવસ શિવની વિધિવત પૂજા કરીને વ્રતને ખુલો.
બીલિપત્ર અર્પણ કરતા સમય આ વાતનુ રાખો ધ્યાન
-બીલિપત્રમાં એકસાથે ત્રણ પાન જોડાયેલા હોવા જોઈએ, જો બીલિપત્રમાં બે અથવા એક પાન છે તો તેમને બીલિ પત્ર નથી માનવામાં આવતું.
-પાન ક્યાય તૂટેલા-કટ ન હોવા જોઈએ, કોઈપણ પાનમાં છિદ્રો ન હોવા જોઈએ.
-ભગવાનને સરળ બાજુ બીલિપત્ર ચડાવો અને જળની ધારા અવશ્ય અર્પણ કરો.
-જળ વગર બીલિપત્ર અર્પણ ન કરવું જોઈએ.
બીલિપત્ર અર્પણ કરવાથી પૂર્ણ થાય છે અટકેલા કામ
-કહેવામાં આવે છે કે ઘણીવાર બગડેલા કામને બનાવવા માટે ભગવાન શિવને બીલિપત્ર અર્પણ કરવાથી તમામ પરેશાનીઓથી છુટકારો મળે છે.
-ઘણીવાર ન ઈચ્છતા છતાં લગ્નમાં પરેશાની આવે છે, તેના પાછળ ઘણાં કારણો પણ હોય છે, એવામાં માનવામાં આવે છે કે બીલિપત્રનો ઉપયોગ કરીને આ પરેશાનીથી છુટકારો મળવી શકાય છે.
બીલિપત્રનો ઉપયોગ કરે છે સમય પર લગ્ન
-તેના માટે તમારે 108 બીલિપત્ર પર ચંદનથી રામ લખવું પડશે. આ ઉપરાંત તમે શિવલિંગ પર ૐ નમ: શિવાય કરતા બીલિપત્ર અર્પણ કરો.
-તેમજ જો તમે કોઈ ગંભીર બીમરીથી પીડાવ છો તો 108 બીલિપત્રને ચંદરના અત્તરમાં ડૂબાવતા શિવલિંગ પર ચડાવો. તમે તેમના મંત્રનો જાપ કરીને સ્વસ્થ થવાની પ્રાર્થના કરો. માનવામાં આવે છે કે આમ કરવાથી તંદુરસ્ત આરોગ્યતા પ્રાપ્ત થાય છે.