પ્રકૃતિમાં હાલમાં એવી એવી વસ્તુ સામે આવે છે કે તેને જોઈને લોકો હેરાન રહી જાય છે. ત્યારે તેને જોયા પછી વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જાય છે. ઘણી વખત તમે બાળકોને વિચિત્ર દેખાવવાળા જોયા હશે. ક્યારેક માણસના પેટમાંથી આવા દેખાવવાળા બાળકનો જન્મ થાય છે જે જાનવરની જેમ નજર આવે છે તો ઘણીવાર જાનવરના ગર્ભથી માણસના દેખાવ જેવા બાળકના જન્મના મામલા પણ સામે આવે છે. હાલમાં ઈન્ડોનેશિયાથી એક આવો જ મામલો સામે આવ્યો, જેણે લોકોનું ધ્યાન ખેચ્યું. અહી એક માછીમારની જાળમાં એક એવી માછલી ફસાણી જેને જોઈ બધાંની આંખો ખુલ્લી જ રહી ગઈ. માછીમારના જાળમાં એક ગર્ભવતી શાર્ક ફસાય ગઈ હતી. માછીમારે જ્યારે તેનું પેટ ફાડ્યું તો અંદરથી માણસના દેખાવવાળું બાળક નીકળ્યું. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે…
ઈન્ડોનેશિયામાં 48 વર્ષના માછીમાર અબ્દુલ્લાહ નરેને સોશિયલ મીડિયા પર જાળમાં ફસાયેલી એક માછલીના ફોટા શેર કર્યા હતાં.. શાર્કના બાળકનો દેખાવ માણસ જેવો હતો. જેવો જ માછીમારે જોયું તેને જોઈ સ્તબ્ધ થઈ ગયાં. પછી તેણે તાત્કાલિક તેને અન્ય માછલીઓથી અલગ કરી દીધી. જ્યારે ગામ વાળાએ તેનો દેખાવ જોયો તો બધાં તેની પૂજા કરવા લાગ્યાં.

શાર્કનું આ વિચિત્ર બચ્ચું ઈન્ડોનેશિયના ઈસ્ટ નુસા તેંગ્ગારા પ્રાંતમાંથી મળ્યું. માછીમાર અબ્દુલ્લાહના જાળમાં અચાનક એક પ્રેગ્નેટ શાર્ક ફસાય ગઈ હતી. માદા શાર્કનું પેટ જ્યારે માછીમારે ફાડ્યું તો તેના અંદરથી ત્રણ બચ્ચાં નીકળ્યાં. પરંતુ તેમાંથી એકે દુનિયાનું ધ્યાન ખેચ્યું. આ બચ્ચાનો ચહેરો માણસ જેવા જ હતો. તેના ચહેરા પર ગોળ ગોળ બે આંખે હતી, જે સાવ માણસની જેમ જોવા મળતી હતી. અન્ય બાળક સામાન્ય હતાં. તે બિલકુલ તેની માતા જેવા જોવા મળી રહ્યાં હતાં, પરંતુ તેમાંથી એકનો ચહેરો અજીબ હતો.

માછીમાર બચ્ચાને તાત્કાલિક તેની સાથે ઘરે લઈને આવ્યો. આ વાત આખા ગામમાં ફેલાય ગઈ કે શાર્કે માણસના દેખાવાળા બાળકને જન્મ આપ્યો છે. ઘણાં લોકો અબ્દુલ્લાહના ઘરે ફક્ત બાળકની જલક જોવા પહોચ્યાં.

અબ્દુલ્લાએ જણાવ્યું કે ઘણાં લોકો તેનાથી આ બચ્ચાને જોવા વાત કરી રહી ચુક્યાં છે પરંતુ તેનો કોઈ ઈરાદો નથી. તે આ બચ્ચાને પોતાની પાસે જ રાખશે. તેને આશા છે કે શાર્કનું આ બચ્ચું તેના માટે ગુડ લક લઈને આવશે.
