ગઈકાલે જ અનુષ્કા શર્માએ બાળકીને જન્મ આપતા મા બની ગઈ છે, ત્યારે હવે બોલિવૂડ ચાહકો પ્રિયંકા ચોપડાના ઘરે પારણા બંધાય તેની રાહ આતુરતાથી જોઈ રહ્યાં છે. રસપ્રદ વાત એ છે કે પ્રિયંકા ચોપડા પણ બાળકને લઈને ખૂબ ઉત્સાહિત છે. તે નિક જોનસ સાથે ઘણાં બાળકો ઈચ્છે છે.
પ્રેમ વચ્ચે ન આવ્યું કલ્ચર અને ઉંમર
એક મેગ્નેજીનને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ પોતાના ભાવિ પરિવારનો ખુસાશો કર્યો હતો. તેણે જણાવ્યું કે હું જેટલા વધું થઈ શકે તેટલા બાળક ઈચ્છું છું. મે એ નથી કહી શકતી કે ક્રિકેટ ટીમ પણ તૈયાર થાય. પ્રિંયકા ચોપડા અને નિક જોનસે ડિસેમ્બર 20218માં લગ્ન કર્યાં હતાં. તેણે એ પણ કહ્યું કે ભલે જ કલ્ચર બેકગ્રાઉન્ટ અથવા ઉંમરનો ફરક રહ્યો હોય, પરંતુ તેના અને નિકના સંબંધ વચ્ચે આ બધું કઈ આડુ ન આવ્યું.
મુશ્કેલીઓથી વધું રહ્યું સાહસ
પ્રિયંકા જણાવે છે, આ બધાંથી થોડી પણ તકલીફ ન થઈ, પરંતુ એક સામાન્ય દંપતિ જેમ, તમારે એક-બીજાને ટેવોને સમજવી જોઈએ અને જોવું જોઈએ કે તેનું શું પસંદ છે કે નહીં. આ માટે મુશ્કેલીઓથી વધું તેમાં સાહસ છે. અમે બંને માટે આ જરા પણ કઠિન નહતું.
લોકડાઉનમાં મળ્યો સમય વિતાવવાનો મોકો
પ્રિયંકાએ જણાવ્યું છે કે કોરોનાના લોકડાઉન દરમિયાન તેને સંબંધનો અર્થ સમજાયો. પ્રિયંકા જણાવે છે કે, ક્વોરંટાઈને અમે સાથે સમય વિતાવવાનો મોકો આપ્યો, જેના માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું, કારણ કે અમારૂ બંનેનું જ કરિયર એવું છે, જેમાં એક-બીજા માટે સમય નિકાળવો ખૂબ જરૂરી છે.